Loading Date... Gold 24K: ₹90,833 | Silver 1kg: ₹107,169 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

નીલકંઠ ગુરુકુલમ્‌ - તળાજાના કર્મચારી જયેન્દ્રસિંહ પી.સરવૈયાને મળ્યો "બેસ્ટ ઇનોવેટિવ ટીચર એવોર્ડ"

નીલકંઠ ગુરુકુલમ્‌ - તળાજાના કર્મચારી જયેન્દ્રસિંહ પી.સરવૈયાને મળ્યો "બેસ્ટ ઇનોવેટિવ ટીચર એવોર્ડ"
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

શ્રેષ્ઠ શિક્ષણ અને ઉચ્ચતમ પરિણામ થકી તળાજા પંથકનું નામ રોશન કરનાર નીલકંઠ ગુરુકુલમ્ - તળાજામાં ગૌરવ સમાન વધુ એક મોરપિચ્છ ઉમેરાયું છે.ગુરુકુલમ્ ના કર્મનિષ્ઠ કર્મચારી જયેન્દ્રસિંહ પી.સરવૈયાને તેમની ઉત્કૃષ્ટ શૈક્ષણિક સેવાઓ અને નવીન વિચારો માટે શ્રેષ્ઠ ઇનોવેટિવ શિક્ષક એવોર્ડથી સન...

શ્રેષ્ઠ શિક્ષણ અને ઉચ્ચતમ પરિણામ થકી તળાજા પંથકનું નામ રોશન કરનાર નીલકંઠ ગુરુકુલમ્ - તળાજામાં ગૌરવ સમાન વધુ એક મોરપિચ્છ ઉમેરાયું છે.ગુરુકુલમ્ ના કર્મનિષ્ઠ કર્મચારી જયેન્દ્રસિંહ પી.સરવૈયાને તેમની ઉત્કૃષ્ટ શૈક્ષણિક સેવાઓ અને નવીન વિચારો માટે "શ્રેષ્ઠ ઇનોવેટિવ શિક્ષક એવોર્ડ"થી સન્માનિત કરવામાં આવ્યા છે.

નવનીત એજ્યુકેશનલ પ્રકાશન દ્વારા સમગ્ર ગુજરાતમાંથી ૧૦,૦૦૦ કરતા વધારે આચાર્યો અને શિક્ષકો પાસેથી ઓનલાઇન શૈક્ષણિક વિચારો (Educational Innovations) મંગાવવામાં આવ્યા હતા.આ સ્પર્ધામાં રાજ્યભરમાંથી આવેલા અનેક શ્રેષ્ઠ વિચારોમાંથી કાળજીપૂર્વક ચકાસણી કરી પસંદગી પામેલ શિક્ષકોમાં જયેન્દ્રસિંહ પી.સરવૈયાના શૈક્ષણિક વિચારની પસંદગી કરવામાં આવી હતી.

​​શિક્ષણ ક્ષેત્રમાં નવીન અભિગમ અપનાવી વિદ્યાર્થીઓ માટે શિક્ષણને વધુ રસપ્રદ અને સરળ બનાવવા બદલ તેમને આ ગૌરવવંતી સિદ્ધિ પ્રાપ્ત થઈ છે.તેમની આ સિદ્ધિથી માત્ર નીલકંઠ ગુરુકુલમ્‌ પરિવાર જ નહીં, પરંતુ સમગ્ર તળાજા પંથકનું ગૌરવ વધાર્યું છે.
​આ એવોર્ડ પ્રાપ્ત થવાથી તળાજાની શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક અગ્રણીઓ, સ્નેહીજનો તેમજ વાલીઓ દ્વારા જયેન્દ્રસિંહ પી.સરવૈયા પર અભિનંદનની વર્ષા કરવામાં આવી રહી છે અને ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)