Loading Date... Gold 24K: ₹90,811 | Silver 1kg: ₹107,143 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

હૈદરાબાદમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ના રોડ-શોમાં 300થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા

હૈદરાબાદમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ના રોડ-શોમાં 300થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

માનનીય મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCC), લાઈફ સાયન્સિસ, બાયોટેકનોલોજી, એરોસ્પેસ, ડિફેન્સ અને ઇનોવેશનના ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે ઓળખ ધરાવતું તેલંગાણા, ગુજરાતની વિકાસ યાત્રામાં એક સહજ ભાગીદાર રાજય છે.

માનનીય મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, “ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCC), લાઈફ સાયન્સિસ, બાયોટેકનોલોજી, એરોસ્પેસ, ડિફેન્સ અને ઇનોવેશનના ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે ઓળખ ધરાવતું તેલંગાણા, ગુજરાતની વિકાસ યાત્રામાં એક સહજ ભાગીદાર રાજય છે. ગુજરાત ઔદ્યોગિક માળખાકીય સુવિધાઓ , બંદરો , સેમિકન્ડક્ટર્સ,  રિન્યુએબલ એનર્જી અને ગ્લોબલ કનેક્ટિવિટીના ક્ષેત્રમાં પોતાની મજબૂત તાકાત ધરાવે છે. મને દ્રઢ વિશ્વાસ છે કે આપણા ઉદ્યોગો, સાહસિકો અને યુવા પ્રતિભાઓને એકસાથે લાવીને, આપણે ઇનોવેશન, રોજગારી અને સામાજિક સમૃદ્ધિ માટે નવી તકો ઊભી કરી શકીશું.”આ રોડશોમાં કુટીર અને ગ્રામોદ્યોગના કમિશનર અને અગ્ર સચિવ શ્રી મહોમ્મદ શાહિદ (IAS) દ્વારા VGGS 2027 અંગે એક પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના “મેક્સિમમ ગવર્નન્સ, મિનિમમ ગવર્નમેન્ટ”ના વિઝન પર ભાર મૂકવાની સાથે ગુજરાતમાં ઉદ્યોગો માટેની તકો અને પ્રોત્સાહનો વિશે માહિતી આપવામાં આવી હતી.

ગાંધીનગર ખાતે “વિકસિત ગુજરાત - શિપિંગ ગ્લોબલ ફ્યુચર” થીમ પર 11મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન 10–12 જાન્યુઆરી, 2027 દરમિયાન કરવામાં આવશે.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)