ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી રાજેન્દ્ર અસારી સાહેબ નાઓએ ભાવનગર
રેન્જના જિલ્લાઓમાં બનતા છેતરપિંડી/વિશ્ર્વાસઘાતના ગુનાઓ કરતા આરોપીઓને
પકડી પાડી સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત
સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં બનતા છેતરપિંડી વિશ્ર્વાસઘાતના ગુનાઓમાં
આરોપીઓને પકડી પાડી, ફરીયાદી/અરજદારની છેતરપિંડી અને વિશ્ર્વાસઘાતથી પડાવી
લીધેલ રોકડ રીકવર કરવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી સી.પી.વાઘેલા નાઓની
રાહબરી હેઠળ એલ.બી.ટીમ દ્વારા બાબરા તેમજ સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. ના છેતરપિંડી
અને વિશ્ર્વાસઘાતના ગુનામાં સંડોવાયેલ અજાણ્યા આરોપી અંગે સઘન તપાસ કરવામાં
આવેલ. આરોપીના વર્ણન અંગે માહિતી મેળવી, આરોપીને પકડી પાડવાના સઘન
પ્રયાસો દરમ્યાન બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે એક ઇસમને રોકડ રકમ
તથા અલગ અલગ બેન્કના ડેબીટ કાર્ડ તથા મોબાઇલ ફોન સહિતના મુદ્દામાલ સાથે
પકડી પાડી, પકડાયેલ ઇસમની સઘન પુછ પરછ કરતા અમરેલી જિલ્લા તેમજ અન્ય
અલગ અલગ જગ્યાઓએ એ.ટી.એમ. ડેબીટ કાર્ડ બદલી છેતરપીંડીથી એ.ટી.એમ.
મશીનમાંથી રૂપિયા ઉપાડેલ હોવાની કબુલાત આપતા, અમરેલી જિલ્લા સહિત ૧૨
બનાવોનો ભેદ ઉકેલી, બાબરા, સાવરકુંડલા ટાઉન તેમજ ઉપલેટા પો.સ્ટે. ના અનડીટેકટ
ગુનાઓ તેમજ સાયબર પોર્ટલ અરજીના બનાવો ડીટેકટ કરવામાં એલ.સી.બી. ટીમને
સફળતા મળેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
રાજવીર ઉર્ફે ચીન્ટુ હસમુખભાઇ ભટ્ટ, ઉ.વ.૪૦, રહે.અમદાવાદ, ઓસ્ટોડીયા રોડ, જુની
ગોલવાડ હાલ રહે. મુંબઇ, બોરીવલી પુર્વ, કાર્ટર રોડ નંબર ૩, અંબાઇ આશ્રમ, ફતેહપુર
હાઉસ-૧૦૩. (મહારાષ્ટ્ર)
કબ્જે કરેલ મુદ્દામાલની વિગતઃ-
રોકડા રૂ.૫,૦૦૦/- તથા એક એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિં.રૂ.૧૦,૦૦૦/- તથા અલગ
અલગ બેન્કના ડેબીટ કાર્ડ નંગ – ૯ કિં.રૂ. ૦૦/- મળી કુલ કિં.રૂ.૧૫,૦૦૦/- નો
મુદ્દામાલ.
પકડાયેલ આરોપીઓએ ગુનાઓની આપેલ કબુલાલની વિગતઃ-
પકડાયેલ ઇસમની સઘન પુછપરછ કરતાં નીચે મુજબના ગુનાની કબુલાત આપેલ છે.
(૧) આજથી આશરે ત્રણેક મહીના પહેલા પકડાયેલ આરોપી અમરેલી જીલ્લાના
બાબરા, જુના બસ સ્ટેન્ડની સામે, બજારમાં આવેલ એસ.બી.આઇ. બેંકના
એ.ટી.એમ. સેન્ટર ખાતે ગયેલ અને ત્યાં એક મોટી ઉંમરના દાદા એ.ટી.એમ.
સેન્ટરમાંથી ડેબીટ કાર્ડથી રૂપિયા ઉપાડતા હોય, જેથી તેની પાછળ ઉભો રહી ગયેલ
અને તે દાદાના ડેબીટ કાર્ડનો પાસવર્ડ ટાઇપ કરતા જોઇ લીધેલ અને તે પાસવર્ડ
પોતે યાદ રાખી લીધેલ અને તે દાદાને કહેલ કે તમે કેન્સલ ઓપ્શન દબાવો જેથી
તે દાદા કેન્સલ ઓપ્શન દબાવવા ગયેલ તે વખતે પોતે તેનુ ડેબીટ કાર્ડ
એ.ટી.એમ. મશીનમાંથી કાઢી લીધેલ અને પોતાની પાસે રહેલ બીજુ એક
એસ.બી.આઇ. બેંકનુ ડેબીટ કાર્ડ આ દાદાને આપી દિધેલ અને ત્યાંથી પોતે મુંબઇ
ખાતે આવેલ અને ત્રણ દિવસ બાદ આ દાદાના ડેબીટ કાર્ડ અને પાસવર્ડ વડે
પોતાએ કેનેરા બેંકના એ.ટી.એમ સેન્ટરમાંથી રૂ.૩૦,૦૦૦/- ઉપાડેલ હતા અને
પછી આ દાદાના બેંકના એકાઉન્ટમાં બેલેન્સ પુરૂ થઇ જતા આ દાદાનુ ડેબીટ કાર્ડ
ફેકી દિઘેલ હોવાની હકિકત જણાવેલ, જે અંગે ખરાઇ કરતા બાબરા પો.સ્ટે.
ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૮૨૬૦ ૩૪૫ /૨૦૨૬, બી.એન.એસ. કલમ ૩૧૮(૨), ૩૧૮(૪)
મુજબ ગુનો રજી. થયેલ છે.
(૨) આજથી આશરે આઠેક મહીના પહેલા પકડાયેલ આરોપી અમરેલી જીલ્લાના
સાવરકુંડલા, જનતાબાગની સામે આવેલ એસ.બી.આઇ. બેંકના એ.ટી.એમ. સેન્ટર
ખાતે ગયેલ અને ત્યાં એક ભાઇ એ.ટી.એમ. સેન્ટરમાં ડેબીટ કાર્ડથી રૂપિયા ઉપાડતા
હોય, જેથી પોતે તેની પાછળ ઉભો રહી ગયેલ અને તે ભાઇના ડેબીટ કાર્ડનો
પાસવર્ડ ટાઇપ કરતા જોઇ લીધેલ અને તે પાસવર્ડ પોતે યાદ રાખી લીધેલ અને
તે ભાઇને કહેલ કે, તમે કેન્સલ ઓપ્શન દબાવો જેથી તે ભાઇ કેન્સલ ઓપ્શન
દબાવવા ગયેલ, તે વખતે પોતાએ તેનુ ડેબીટ કાર્ડ એ.ટી.એમ. મશીનમાંથી કાઢી
લીધેલ અને પોતાની પાસે રહેલ બીજુ એક એસ.બી.આઇ. બેંકનુ ડેબીટ કાર્ડ આ
ભાઇને આપી દિધેલ અને ત્યાંથી પોતે અમરેલી આવેલ હતો અને અમરેલી આવી
બેંક ઓફ બરોડાના એ.ટી.એમ. સેન્ટરમાંથી આ ભાઇનુ કાઢી લીધેલ ડેબીટ કાર્ડ
અને યાદ રાખેલ તેના પાસવર્ડનો ઉપયોગ કરીને રૂ.૪૦,૦૦૦/- ઉપાડેલ હતા અને
તે પછીના દિવસે ફરીવાર આ ભાઇના ડેબીટ કાર્ડ અને પાસવર્ડનો ઉપયોગ કરીને
ઢસા ખાતે આવેલ એસ.બી.આઇ.ના એ.ટી.એમ. સેન્ટરમાંથી રૂ.૮,૦૦૦/- ઉપાડેલ
હતા અને પછી આ ભાઇના બેંકના એકાઉન્ટમાં બેલેન્સ પુરૂ થઇ જતા ડેબીટ કાર્ડ
ફેકી દિઘેલ હોવાની હકિકત જણાવેલ, જે અંગે ખરાઇ કરતા સાવરકુંડલા ટાઉન
પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૨૨૬૦ ૬૪૭ /૨૦૨૬, બી.એન.એસ. કલમ ૩૧૮(૨),
૩૧૮(૪) મુજબ ગુનો રજી. થયેલ છે.
(૩) આજથી આશરે દોઢેક મહીના પહેલા પકડાયેલ આરોપી રાજકોટ જીલ્લાના ઉપલેટા,
જેરામભાઇ હોલ પાસે આવેલ એસ.બી.આઇ. બેંકના એ.ટી.એમ. સેન્ટર ખાતે ગયેલ
આ એ.ટી.એમ. સેન્ટરની અંદર પોતે હતો તે વખતે એક મોટી ઉંમરના દાદા આ
એ.ટી.એમ. સેન્ટરમાં રૂપિયા ઉપાડવા આવેલ હતા અને એ.ટી.એમ. મશીનમાંથી
આ દાદાના રૂપીયા નહી ઉપડતા તે એ.ટી.એમ. સેન્ટરની બહાર ગયેલ હતા જેથી
પોતે પણ તેની સાથે બહાર ગયેલ અને આ દાદાએ કહેલ કે આ એ.ટી.એમ.
સેન્ટરમાંથી રૂપિયા ઉપડતા નથી જેથી અન્ય એ.ટી.એમ. સેન્ટરમાં જવુ પડશે તેમ
વાત કરતા પોતાએ કહેલ કે મારે પણ રૂપિયા ઉપડવા છે અને બીજા એ.ટી.એમ.
સેન્ટર ખાતે જવુ છે તેમ વાત કરતા આ દાદાએ તેની મોટર સાયકલમાં બેસાડેલ
અને બંને ઉપલેટા, કોલકી રોડ ઉપર આવેલ એ.ટી.એમ. સેન્ટર ખાતે આવેલ અને
બંને એક સાથે અંદર ગયેલ હતા અને આ દાદાએ તેના એસ.બી.આઇ. બેંકના
ડેબીટ કાર્ડથી રૂપિયા ઉપાડેલ હતા તે વખતે પોતાએ તેનો પાસવર્ડ ટાઇપ કરતા
જોઇ લીધેલ અને તે પાસવર્ડ યાદ રાખી લીધેલ અને આ દાદા રૂપિયા તેના
ખીસ્સામાં મુકતા હતા તે દરમિયાન તેનુ ડેબીટ કાર્ડ એ.ટી.એમ. મશીનમાંથી કાઢીને
પોતાની પાસે રહેલ અન્ય એસ.બી.આઇ. બેંકનુ ડેબીટ કાર્ડ આ દાદાને આપી દિધેલ
હતુ અને ત્યાંથી પોતે જતો રહેલ હતો આ ડેબીટ કાર્ડ અને પાસવર્ડ વડે અલગ
અલગ બેંકના એ.ટી.એમ. સેન્ટરમાંથી જુદા જુદા સમયે કુલ રૂ.૪,૩૫,૦૦૦/- જેટલા
ઉપાડેલ હોવાની હકિકત જણાવેલ, જે અંગે ખરાઇ કરતા ઉપલેટા પો.સ્ટે. (રાજકોટ
ગ્રામ્ય) ગુ.ર.નં.૧૧૨૧૩૦૬૪૨૬૦૭૫૫ /૨૦૨૬, બી.એન.એસ. કલમ ૩૧૮(૨),
૩૧૭ તથા આઇ.ટી. એકટ કલમ ૬૬(સી) મુજબ ગુનો રજી. થયેલ છે.
(૪) આજથી આશરે વીસેક દિવસ પહેલા પકડાયેલ આરોપી વડનગર ખાતે આવેલ
એસ.બી.આઇ. બેંકના એ.ટી.એમ. સેન્ટર ખાતે ગયેલ અને ત્યાં એક મોટી ઉંમરના
દાદા એ.ટી.એમ. સેન્ટરમાંથી ડેબીટ કાર્ડથી રૂપિયા ઉપાડતા હોય, જેથી પોતે તેની
પાછળ ઉભો રહી ગયેલ અને તે દાદાને ડેબીટ કાર્ડનો પાસવર્ડ ટાઇપ કરતા જોઇ
લીધેલ અને તે પાસવર્ડ યાદ રાખી લીધેલ અને તે દાદાને કહેલ કે, તમે કેન્સલ
ઓપ્શન દબાવો જેથી તે દાદા કેન્સલ ઓપ્શન દબાવવા ગયેલ તે વખતે પોતાએ
તેનુ ડેબીટ કાર્ડ એ.ટી.એમ. મશીનમાંથી કાઢી લીધેલ અને પોતાની પાસે રહેલ
બીજુ એક એસ.બી.આઇ. બેંકનુ ડેબીટ કાર્ડ આ દાદાને આપી દિધેલ અને ત્યાંથી
જતો રહેલ હતો અને આ દાદાના ડેબીટ કાર્ડ અને પાસવર્ડ વડે પોતાએ અલગ
અલગ એ.ટી.એમ. સેન્ટરમાંથી આશરે રૂ.૧,૯૭,૦૦૦/- જેટલા ઉપાડેલ હોવાની
કિકત જણાવેલ હોય જે અંગે ખરાઇ કરતા વડનગર પો.સ્ટે. (મહેસાણા) પો.સ્ટે. e-
ZERO FIR NO.011206073265003 રજી. થયેલ છે.
(૫) આજથી આશરે બેએક મહીના પહેલા પકડાયેલ આરોપી રાઘનપુર ખાતે આવેલ
એસ.બી.આઇ. બેંકના એ.ટી.એમ. સેન્ટર ખાતે ગયેલ અને ત્યાં એક મોટી ઉંમરના
દાદા એ.ટી.એમ. સેન્ટરમાંથી ડેબીટ કાર્ડથી રૂપિયા ઉપાડતા હોય, જેથી પોતે તેની
પાછળ ઉભો રહી ગયેલ અને તે દાદાને ડેબીટ કાર્ડનો પાસવર્ડ ટાઇપ કરતા જોઇ
લીધેલ અને તે પાસવર્ડ યાદ રાખી લીધેલ અને તે દાદાને પોતાએ કહેલ કે, તમે
કેન્સલ ઓપ્શન દબાવો જેથી તે દાદા કેન્સલ ઓપ્શન દબાવવા ગયેલ તે વખતે
પોતાએ તેનુ ડેબીટ કાર્ડ એ.ટી.એમ. મશીનમાંથી કાઢી લીધેલ અને પોતાની પાસે
રહેલ બીજુ એક એસ.બી.આઇ. બેંકનુ ડેબીટ કાર્ડ આ દાદાને આપી દિધેલ અને
ત્યાંથી જતો રહેલ હતો અને આ દાદાના ડેબીટ કાર્ડ અને પાસવર્ડ વડે પોતાએ
અલગ અલગ એ.ટી.એમ. સેન્ટરમાંથી આશરે રૂ.૮૦,૦૦૦/- જેટલા ઉપાડેલ
હોવાની હકિકત જણાવેલ જે અંગે ખરાઇ કરતા રાધનપુર પો.સ્ટે. (પાટણ) સાયબર
પોર્ટલ ઉપર એન્કલોઝમેન્ટ નંબર ૩૧૧૦૯૨૬૦૨૧૧૪૨૮ થી ફરીયાદ રજી. થયેલ
છે.
(૬) આજથી આશરે ચારેક મહીના પહેલા પકડાયેલ આરોપી અમરેલી, લાઇબ્રેરી રોડ
ઉપર આવેલ એસ.બી.આઇ. બેંકના એ.ટી.એમ. સેન્ટર ખાતે ગયેલ અને ત્યાં એક
મોટી ઉંમરના દાદા એ.ટી.એમ. સેન્ટરમાંથી ડેબીટ કાર્ડથી રૂપિયા ઉપાડતા હોય,
જેથી પોતે તેની પાછળ ઉભો રહી ગયેલ અને તે દાદાને ડેબીટ કાર્ડનો પાસવર્ડ
ટાઇપ કરતા જોઇ લીધેલ અને તે પાસવર્ડ યાદ રાખી લીધેલ અને તે દાદાને
પોતાએ કહેલ કે, તમે કેન્સલ ઓપ્શન દબાવો જેથી તે દાદા કેન્સલ ઓપ્શન
દબાવવા ગયેલ તે વખતે તેનુ ડેબીટ કાર્ડ એ.ટી.એમ. મશીનમાંથી કાઢી લીધેલ
અને પોતાની પાસે રહેલ બીજુ એક એસ.બી.આઇ. બેંકનુ ડેબીટ કાર્ડ આ દાદાને
આપી દિધેલ અને ત્યાંથી પોતે અમરેલી જેશીંગપરા ખાતે આવેલ આ દાદાના
ડેબીટ કાર્ડ અને પાસવર્ડ વડે જેશીંગપરા ખાતે આવેલ એસ.બી.આઇ. બેંકના
એ.ટી.એમ સેન્ટરમાંથી રૂપિયા ઉપાડવા જતા રૂપિયા ઉપડેલ ન હતા અને આ
ડેબીટ કાર્ડ બ્લોક થઇ ગયેલ હોય જેથી ફેકી દિઘેલ હોવાની હકિકત જણાવેલ.
(૭) આજથી આશરે અઢીએક મહીના પહેલા પકડાયેલ આરોપી અમરેલી જીલ્લાના
બગસરા, બસ સ્ટેન્ડની સામે આવેલ બજારમાં આવેલ એસ.બી.આઇ. બેંકના
એ.ટી.એમ. સેન્ટર ખાતે ગયેલ અને ત્યાં એક આશરે બાવીસેક વર્ષનો છોકરો
એ.ટી.એમ. સેન્ટરમાંથી ડેબીટ કાર્ડથી રૂપિયા ઉપાડતો હોય, જેથી પોતે તેની પાછળ
ઉભો રહી ગયેલ અને તે છોકરાને ડેબીટ કાર્ડનો પાસવર્ડ ટાઇપ કરતા જોઇ લીધેલ
અને તે પાસવર્ડ યાદ રાખી લીધેલ અને તે છોકરાને પોતાએ કહેલ કે, તમે કેન્સલ
ઓપ્શન દબાવો જેથી તે છોકરો કેન્સલ ઓપ્શન દબાવવા ગયેલ તે વખતે તેનુ
ડેબીટ કાર્ડ એ.ટી.એમ. મશીનમાંથી કાઢી લીધેલ અને પોતાની પાસે રહેલ બીજુ
એક એસ.બી.આઇ. બેંકનુ ડેબીટ કાર્ડ આ છોકરાને આપી દિધેલ અને ત્યાંથી પોતે
બીલખા ખાતે આવેલ અને આ છોકરાના ડેબીટ કાર્ડ અને પાસવર્ડ વડે
એસ.બી.આઇ. બેંકના એ.ટી.એમ સેન્ટરમાંથી રૂ.૨૮,૦૦૦/- ઉપાડેલ હતા અને પછી
આ છોકરાના બેંકના એકાઉન્ટમાં બેલેન્સ પુરૂ થઇ જતા આ ડેબીટ કાર્ડ ફેકી દિઘેલ
હોવાની હકિકત જણાવેલ.
(૮) આજથી આશરે બેઅક મહીના પહેલા પકડાયેલ આરોપી આણંદ જીલ્લાના સોજીત્રા
ખાતે આવેલ એસ.બી.આઇ. બેંકના એ.ટી.એમ. સેન્ટર ખાતે ગયેલ અને ત્યાં એક
છોકરો એ.ટી.એમ. સેન્ટરમાંથી ડેબીટ કાર્ડથી રૂપિયા ઉપાડતો હોય, જેથી પોતે તેની
પાછળ ઉભો રહી ગયેલ અને તે છોકરાને કાર્ડનો પાસવર્ડ ટાઇપ કરતા જોઇ લીધેલ
અને તે પાસવર્ડ યાદ રાખી લીધેલ અને તે છોકરાને પોતાએ કહેલ કે, તુ કેન્સલ
ઓપ્શન દબાવ જેથી તે છોકરો કેન્સલ ઓપ્શન દબાવવા ગયેલ તે વખતે તેનુ
ડેબીટ કાર્ડ એ.ટી.એમ. મશીનમાંથી કાઢી લીધેલ અને પોતાની પાસે રહેલ બીજુ
એક એસ.બી.આઇ. બેંકનુ ડેબીટ કાર્ડ આ છોકરાને આપી દિધેલ અને ત્યાંથી જતો
રહેલ હતો અને આ છોકરાના ડેબીટ કાર્ડ અને પાસવર્ડ વડે બીજા એ.ટી.એમ.
સેન્ટરમાંથી રૂ.૧૧,૦૦૦/- જેટલા ઉપાડેલ હતા અને આ ડેબીટ કાર્ડ પોતાની પાસે
રાખેલ હોવાની હકિકત જણાવેલ.
(૯) આજથી પોણા આશરે બેએક વર્ષ પહેલા પકડાયેલ આરોપી વડોદરા, મકરપુરા ખાતે
આવેલ એસ.બી.આઇ. બેંકના એ.ટી.એમ. સેન્ટર ખાતે ગયેલ અને ત્યાં એક ભાઇ
એ.ટી.એમ. સેન્ટરમાંથી ડેબીટ કાર્ડથી રૂપિયા ઉપાડતા હોય, જેથી પોતે તેની પાછળ
ઉભો રહી ગયેલ અને તે ભાઇને ડેબીટ કાર્ડનો પાસવર્ડ ટાઇપ કરતા જોઇ લીધેલ
અને તે પાસવર્ડ યાદ રાખી લીધેલ અને તે ભાઇને પોતાએ કહેલ કે, તુ કેન્સલ
ઓપ્શન દબાવ જેથી તે ભાઇ કેન્સલ ઓપ્શન દબાવવા ગયેલ તે વખતે તેનુ
ડેબીટ કાર્ડ એ.ટી.એમ. મશીનમાંથી કાઢી લીધેલ અને પોતાની પાસે રહેલ બીજુ
એક એસ.બી.આઇ. બેંકનુ ડેબીટ કાર્ડ આ ભાઇને આપી દિધેલ અને ત્યાંથી જતો
રહેલ હતો અને આ ભાઇના ડેબીટ કાર્ડ અને પાસવર્ડ વડે અલગ અલગ ત્રણ
એ.ટી.એમ. સેન્ટરમાંથી રૂ.૩૦,૦૦૦/- જેટલા ઉપાડેલ હતા અને આ ડેબીટ કાર્ડ
પોતાએ ફેકી દિૅધેલ હોવાની હકિકત જણાવેલ.
(૧૦) આજથી આશરે છએક મહીના પહેલા પકડાયેલ આરોપી સુરેન્દ્રનગર, બહુચર હોટલ
પાસે આવેલ એસ.બી.આઇ. બેંકના એ.ટી.એમ. સેન્ટર ખાતે ગયેલ અને ત્યાં એક
મોટી ઉંમરના દાદા એ.ટી.એમ. સેન્ટરમાંથી ડેબીટ કાર્ડથી રૂપિયા ઉપાડતા હોય,
જેથી પોતે તેની પાછળ ઉભો રહી ગયેલ અને તે દાદાને ડેબીટ કાર્ડનો પાસવર્ડ
ટાઇપ કરતા જોઇ લીધેલ અને તે પાસવર્ડ યાદ રાખી લીધેલ અને તે દાદાને
પોતાએ કહેલ કે, તમે કેન્સલ ઓપ્શન દબાવો જેથી તે દાદા કેન્સલ ઓપ્શન
દબાવવા ગયેલ તે વખતે તેનુ ડેબીટ કાર્ડ એ.ટી.એમ. મશીનમાંથી કાઢી લીધેલ
અને પોતાની પાસે રહેલ બીજુ એક એસ.બી.આઇ. બેંકનુ ડેબીટ કાર્ડ આ દાદાને
આપી દિધેલ અને ત્યાંથી જતો રહેલ હતો અને આ દાદાના ડેબીટ કાર્ડ અને
પાસવર્ડ વડે અલગ અલગ એ.ટી.એમ. સેન્ટરમાંથી રૂ. ૨૮,૦૦૦/- જેટલા ઉપાડેલ
હતા અને આ ડેબીટ કાર્ડ ફેકી દિૅધેલ હોવાની હકિકત જણાવેલ.
(૧૧) આજથી આશરે બેએક મહીના પહેલા પકડાયેલ આરોપી વીસનગર ખાતે આવેલ
એક એસ.બી.આઇ. બેંકના એ.ટી.એમ. સેન્ટર ખાતે ગયેલ અને ત્યાં એક ભાઇ
એ.ટી.એમ. સેન્ટરમાંથી ડેબીટ કાર્ડથી રૂપિયા ઉપાડતા હોય, જેથી પોતે તેની પાછળ
ઉભો રહી ગયેલ અને તે ભાઇને ડેબીટ કાર્ડનો પાસવર્ડ ટાઇપ કરતા જોઇ લીધેલ
અને તે પાસવર્ડ યાદ રાખી લીધેલ અને તે ભાઇને પોતાએ કહેલ કે, તમે કેન્સલ
ઓપ્શન દબાવો જેથી તે ભાઇ કેન્સલ ઓપ્શન દબાવવા ગયેલ તે વખતે તેનુ
ડેબીટ કાર્ડ એ.ટી.એમ. મશીનમાંથી કાઢી લીધેલ અને પોતાની પાસે રહેલ બીજુ
એક એસ.બી.આઇ. બેંકનુ ડેબીટ કાર્ડ આ ભાઇને આપી દિધેલ અને ત્યાંથી જતો
રહેલ હતો અને આ ભાઇના ડેબીટ કાર્ડ અને પાસવર્ડ વડે બીજા એ.ટી.એમ.
સેન્ટરમાંથી રૂ.૧૮,૦૦૦/- જેટલા ઉપાડેલ હતા અને આ ડેબીટ કાર્ડ ફેકી દિૅધેલ
હોવાની હકિકત જણાવેલ.
(૧૨) આજથી આશરે ત્રણેક મહીના પહેલા પકડાયેલ આરોપી નવસારી ખાતે આવેલ એક
એસ.બી.આઇ. બેંકના એ.ટી.એમ. સેન્ટર ખાતે ગયેલ અને ત્યાં એક છોકરો
એ.ટી.એમ. સેન્ટરમાંથી ડેબીટ કાર્ડથી રૂપિયા ઉપાડતો હોય, જેથી પોતે તેની પાછળ
ઉભો રહી ગયેલ અને તે છોકરાને ડેબીટ કાર્ડનો પાસવર્ડ ટાઇપ કરતા જોઇ લીધેલ
અને તે પાસવર્ડ યાદ રાખી લીધેલ અને તે છોકરાને પોતાએ કહેલ કે, તુ કેન્સલ
ઓપ્શન દબાવ જેથી તે છોકરો કેન્સલ ઓપ્શન દબાવવા ગયેલ તે વખતે તેનુ
ડેબીટ કાર્ડ એ.ટી.એમ. મશીનમાંથી કાઢી લીધેલ અને પોતાની પાસે રહેલ બીજુ
એક એસ.બી.આઇ. બેંકનુ ડેબીટ કાર્ડ આ છોકરાને આપી દિધેલ અને ત્યાંથી જતો
રહેલ હતો અને આ છોકરાના ડેબીટ કાર્ડ અને પાસવર્ડ વડે બીજા એ.ટી.એમ.
સેન્ટરમાંથી રૂ.૨૧,૦૦૦/- જેટલા ઉપાડેલ હતા અને આ ડેબીટ કાર્ડ ફેકી દિૅધેલ
હોવાની હકિકત જણાવેલ.
પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસઃ-
પકડાયેલ આરોપી રાજવીર ઉર્ફે ચીન્ટુ હસમુખભાઇ ભટ્ટ, રહે.અમદાવાદ હાલ રહે. મુંબઇ
વાળા વિરૂધ્ધ નીચે મુજબના ગુનો રજી. થયેલ છે.
(૧) ડીસા સાઉટ પો.સ્ટે. (બનાસકાંઠા) ફ.ગુ.ર.નં.૨૭/૨૦૧૫, ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦.
(૨) સલાબતપુરા પો.સ્ટે. (સુરત શહેર) ફ.ગુ.ર.નં.૧૮૪/૨૦૧૫, ઇ.પી.કો. કલમ ૪૦૬,
૪૨૦.
(૩) ઝઘડીયા પો.સ્ટે. (ભરૂચ) ફ.ગુ.ર.નં.૧૧૦/૨૦૧૫, ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦.
(૪) બોરસદ સીટી પો.સ્ટે. (આણંદ) ફ.ગુ.ર.નં.૭૯/૨૦૧૫, ઇ.પી.કો. કલમ ૪૨૦, ૧૧૪.
(૫) ડભોઇ પો.સ્ટે. (વડોદરા ગ્રામ્ય) ફ.ગુ.ર.નં.૧૪૧/૨૦૧૫, ઇ.પી.કો. કલમ ૪૨૦,
૧૧૪.
(૬) તારાપુર પો.સ્ટે. (આણંદ) ફ.ગુ.ર.નં.૯૮/૨૦૧૫, ઇ.પી.કો. કલમ ૪૨૦, ૧૧૪ .
(૭) ઇડર પો.સ્ટે. (સાબરકાંઠા) ફ.ગુ.ર.નં.૧૦૯/૨૦૧૫, ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦.
(૮) ઉમરા પો.સ્ટે. (સુરત શહેર) ફ.ગુ.ર.નં.૨૬૯/૨૦૧૫, ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦.
(૯) સુરથાણા પો.સ્ટે. (સુરત શહેર) ફ.ગુ.ર.નં.૨૬૯/૨૦૧૫, ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦.
(૧૦) અંકલેશ્ર્વર પો.સ્ટે. (ભરૂચ) ફ.ગુ.ર.નં.૩૦/૨૦૧૬, ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦.
(૧૧) ભરૂચ સીટી એ ડીવી પો.સ્ટે. (ભરૂચ) ફ.ગુ.ર.નં.૦૭/૨૦૧૬, ઇ.પી.કો. કલમ ૪૦૬,
૪૨૦ વિ.
(૧૨) હિંમતનગર બી ડીવી પો.સ્ટે. (સાબરકાંઠા) ફ.ગુ.ર.નં.૮૩ /૨૦૧૯, ઇ.પી.કો. કલમ
૪૦૬, ૪૧૯ વિ.
(૧૩) વાપી ટાઉન પો.સ્ટે. (વલસાડ) ગુ.ર.નં.૧૧૨૦૦૦૪૮૨૦૦૩૫૧/૨૦૨૦, ઇ.પી.કો.
કલમ ૪૦૬,૪૨૦.
(૧૪) સાબરમતી પો.સ્ટે.(અમદાવાદ
શહેર)ગુ.ર.નં.૧૧૧૯૧૦૩૯૨૦૧૪૫૦/૨૦૨૦,ઇ.પી.કો.કલમ ૪૦૬,૪૨૦.
(૧૫) બારડોલી પો.સ્ટે. (સુરત ગ્રામ્ય) ગુ.ર.નં.૧૧૨૧૪૦૦૮૨૦૨૬૭૪/૨૦૨૦, ઇ.પી.કો.
કલમ ૪૦૬,૪૨૦.
(૧૬) નડીયાદ ટાઉન પો.સ્ટે. (ખેડા) ગુ.ર.નં.૧૧૨૦૪૦૪૬૨૦૧૯૯૩ /૨૦૨૦, ઇ.પી.કો.
કલમ ૪૨૦.
(૧૭) વરાછા પો.સ્ટે. (સુરત શહેર)ગુ.ર.નં.૧૧૨૧૦૦૬૦૨૦૨૨૮૮ /૨૦૨૦, ઇ.પી.કો.
કલમ ૪૦૬, ૪૨૦.
(૧૮) ઇસનપુર પો.સ્ટે.(અમદાવાદ શહેર) ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૨૨૦૧૬૫૭/૨૦૨૦,
ઇ.પી.કો.કલમ ૪૦૬, ૪૨૦.
(૧૯) સરખેજ પો.સ્ટે. (અમદાવાદ શહેર) ગુ.ર.નં.૧૧૧૯૧૦૪૮૨૨૧૩૩૯/૨૦૨૨,
ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦.
(૨૦) આણંદ ટાઉન પો.સ્ટે. (આણંદ) ગુ.ર.નં.૧૧૨૧૫૦૦૨૨૨૧૪૧૧/૨૦૨૨, ઇ.પી.કો.
કલમ ૩૭૯ .
(૨૧) વેજલપુર પો.સ્ટે.(અમદાવાદ
શહેર)ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૮૨૦૨૦૦૩/૨૦૨૨,ઇ.પી.કો.કલમ ૪૦૬,૪૨૦ વિ
(૨૨) સુરથાણા પો.સ્ટે. (સુરત શહેર) ગુ.ર.નં.૧૧૨૧૦૦૦૮૨૩૦૦૦૧ /૨૦૨૩, ઇ.પી.કો.
કલમ ૩૭૯ વિ.
(૨૩) ઓઢવ પો.સ્ટે.(અમદાવાદ શહેર)ગુ.ર.નં.૧૧૧૯૧૦૩૭૨૩૦૦૦૪/૨૦૨૩,
ઇ.પી.કો.કલમ ૪૦૬,૪૨૦ વિ.
(૨૪) સીટી એ ડીવી
પો.સ્ટે.(જામનગર)ગુ.ર.નં.૧૧૨૦૨૦૦૮૨૫૦૬૨૬/૨૦૨૫,બી.એન.એસ.કલમ ૩૧૮(૪)
ગુનો કરવાની રીતઃ-
પકડાયેલ આરોપી પોતાની પાસે અલગ અલગ બેન્કના એ.ટી.એમ. ડેબીટ કાર્ડ રાખતો
અને અલગ અલગ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં આવેલ ભીડભાડ વાળા
એ.ટી.એમ. મશીનમાં રેકી કરતો, આ દરમિયાન કોઇ ઉંમર લાયક વ્યકિત અથવા તો
નાની ઉમરના છોકરા એ.ટી.એમ.માં પૈસા ઉપાડવા આવે ત્યારે પોતે પણ એ.ટી.એમ.
મશીનમાં જતો અને પાછળ ઉભો રહી ચોરી છુપીથી એ.ટી.એમ.ના પાસવર્ડ જોઇને યાદ
રાખી લેતો. બાદ એ.ટી.એમ. મશીનમાં પૈસા ઉપાડતા લોકોને કેન્સલ ઓપ્શન આપવાનું
કહી નજર ચુકવી, એ.ટી.એમ. મશીનમાંથી કાર્ડ પોતે કાઢી પોતાની પાસે રહેલ કાર્ડની
અદલાબદલી કરી, બાદમાં કાર્ડ લઇ અન્ય જગ્યાએ જતો રહેતો અને યાદ રાખેલ પાસવર્ડ
આધારે એ.ટી.એમ. મશીનથી પૈસા ઉપાડી છેતરપીંડી કરી ગુનાઓ કરવાની ટેવવાળો છે.
કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફઃ-
આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી સી.પી.વાઘેલા તથા પો.સ.ઇ.શ્રી
એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી જે.ડી.વાઘેલા તથા એ.એસ.આઇ. યુવરાજસિંહ રાઠોડ,
ઘનશ્યામભાઇ મકવાણા, જીજ્ઞેશભાઇ અમરેલીયા તથા હેડ કોન્સ. દશરથસિંહ સરવૈયા,
કિશનભાઇ આસોદરીયા, તુષારભાઇ પાંચાણી, રાહુલભાઇ ઢાપા દ્વારા કરવામાં આવેલ છે.