ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી રાજેન્દ્ર અસારી સાહેબ નાઓએ ભાવનગર
રેન્જના જિલ્લાઓમાં બનતા અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય,
અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં બનવા
પામેલ મિલકત સબંધી ગુન્હાઓના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ
કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી
એલ.સી.બી. ટીમને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ.
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી સી.પી.વાઘેલા
નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ દ્રારા જાફરાબાદ તાલુકાના વઢેરા ગામે મંદીરની
દાનપેટ્ટીની ચોરી કરનાર ઇસમને ચોરી કરેલ દાનપેટ્ટી તથા રોકડ રકમ સાથે પકડી પાડી, જાફરાબાદ
ટાઉન પોલીસ સ્ટેશનનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરવામાં એલ.સી.બી. ટીમને સફળતા
મળેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
ભરતભાઇ અરજણભાઇ બાંભણીયા, ઉ.વ.૨૫, રહે.વઢેરા, વરૂડીમાતાના મંદીર પાસે,
તા.જાફરાબાદ, જિ.અમરેલી.
કબ્જે કરેલ મુદ્દામાલઃ-
રોકડા રૂ.૨,૧૦૦/- તથા એક દાનપેટ્ટી કિં.રૂ.૧,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૩,૧૦૦/- નો મુદ્દામાલ.
પકડાયેલ આરોપીએ ગુનાઓની આપેલ કબુલાત અને ડીટેકટ થયેલ ગુનાઓની વિગતઃ-
પકડાયેલ ઇસમની સઘન પુછપરછ કરતાં નીચે મુજબની ચોરી કરેલ હોવાની કબુલાત
આપેલ છે.
(૧) તા.૨૯/૧૦/૨૦૨૬ ના સાંજના આશરે પાંચેક વાગ્યાના અરસામા વઢેરા ગામે
દારીયાકાંઠે આવેલ કમલેશભાઇ વંશની વાડી પાસે એક દાન પેટી જોયેલ હોય,
જે દાન પેટીની ચોરી કરેલ હોવાની હકિકત જણાવેલ હોય, જે અંગે ખરાઇ કરતા
જાફરાબાદ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૨૪૨૬૦૪૧૨/૨૦૨૬ ભારતીય ન્યાય
સંહીતાની કલમ ૩૦૩(૨) મુજબ ગુનો રજી. થયેલ છે.
કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફઃ-
આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી સી.પી.વાઘેલા તથા પો.સ.ઇ.શ્રી
એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી જે.ડી.વાઘેલા તથા એ.એસ.આઇ. બહાદુરભાઇ વાળા
તથા હેડ કોન્સ. જનકભાઇ હીમાસીયા, લીલેશભાઇ બાબરીયા, ગોકુળભાઇ કળોતરા
તથા પો.કોન્સ. યુવરાજસિંહ વાળા દ્વારા કરવામાં આવેલ છે.