Loading Date... Gold 24K: ₹90,460 | Silver 1kg: ₹106,729 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

રવિ-પુષ્યામૃત યોગનું વિશેષ મહત્ત્વ: ચોપડા અને સોનાની ખરીદી માટે આ શુભ મુહૂર્તો રહેશે શ્રેષ્ઠ

રવિ-પુષ્યામૃત યોગનું વિશેષ મહત્ત્વ: ચોપડા અને સોનાની ખરીદી માટે આ શુભ મુહૂર્તો રહેશે શ્રેષ્ઠ
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

​સાવરકુંડલા સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના ભૂતપૂર્વ સંસ્કૃત શિક્ષક અને હાલ સોમનાથ ખાતે નિવાસ કરતા પ્રકાંડ વિદ્વાન બ્રાહ્મણ શ્રી મધુકાંતભાઈ પાઠક દ્વારા આગામી રવિ-પુષ્યામૃત યોગ અંગે શાસ્ત્રોક્ત માહિતી અને શુભ મુહૂર્તો જણાવવામાં આવ્યા છે.  ​શાસ્ત્રોમાં પુષ્ય નક્ષત્...

​સાવરકુંડલા સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના ભૂતપૂર્વ સંસ્કૃત શિક્ષક અને હાલ સોમનાથ ખાતે નિવાસ કરતા પ્રકાંડ વિદ્વાન બ્રાહ્મણ શ્રી મધુકાંતભાઈ પાઠક દ્વારા આગામી રવિ-પુષ્યામૃત યોગ અંગે શાસ્ત્રોક્ત માહિતી અને શુભ મુહૂર્તો જણાવવામાં આવ્યા છે.  
​શાસ્ત્રોમાં પુષ્ય નક્ષત્રના ગુણગાન ગાતાં જણાવાયું છે કે:
​"સિંહૉ યથા સર્વ ચતુષ્પદાનાં, તથૈવ પુષ્યૉ બલવાનુડુનામ્"
  
​જેવી રીતે ચાર પગ વાળા તમામ પ્રાણીઓમાં સિંહ સૌથી બળવાન છે, તેવી જ રીતે તમામ નક્ષત્રોમાં પુષ્ય નક્ષત્ર સર્વશ્રેષ્ઠ અને બળવાન ગણાય છે. વધુમાં, જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો ચંદ્ર કે ગોચર અશાંત અથવા અનિષ્ટ હોય, તોપણ પુષ્ય નક્ષત્રમાં હાથ ધરાયેલું કાર્ય ચોક્કસપણે સિદ્ધ થાય છે. પરંતુ શાસ્ત્રની મર્યાદા મુજબ વિવાહ (લગ્ન) જેવા કાર્યોમાં પુષ્ય નક્ષત્ર વર્જિત (બિંદુ) ગણાય છે.  
​વિજય સંવત ૨૦૮૨ આસો વદ-૭, તારીખ ૧-૧૧-૨૬ રવિવારના રોજ રવિ-પુષ્યામૃત યોગ બની રહ્યો છે. આ શુભ દિવસે ચોપડા ખરીદવા, સોનું ખરીદવું તથા અન્ય નવી વસ્તુઓની ખરીદી કરવા માટે વિશેષ શુભ મુહૂર્તો નીચે મુજબ રહેશે:  
​સવારે ૮ થી ૯-૩૦વાગ્યા સુધી ચલ ચોઘડિયું (શુભ)  
​ત્યારબાદ સવારે ૯-૩૦ થી ૧૨ - ૩૦ સુધી: લાભ અને અમૃત ચોઘડિયું (શુભ)  
​આથી તમામ શ્રદ્ધાળુઓ તથા વેપારી ભાઈઓને આ સર્વશ્રેષ્ઠ રવિ-પુષ્યામૃત યોગ અને શુભ મુહૂર્તનો લાભ લેવા જણાવાયું છે.
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)