Loading Date... Gold 24K: ₹90,460 | Silver 1kg: ₹106,729 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

ઊર્જા રાજ્યમંત્રીxકૌશિકભાઈ વેકરીયાના હસ્તે કેરાળા-મોટા માંડવડા માર્ગના રિસર્ફેસિંગ કામનું ખાતમુહૂર્ત

ઊર્જા રાજ્યમંત્રીxકૌશિકભાઈ વેકરીયાના હસ્તે કેરાળા-મોટા માંડવડા માર્ગના રિસર્ફેસિંગ કામનું ખાતમુહૂર્ત
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

અમરેલી વિધાનસભા ક્ષેત્રના કેરાળા ગામે ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે અંદાજિત રૂ. ૮૦ લાખના ખર્ચે નવનિર્મિત થનાર કેરાળા-મોટા માંડવડા માર્ગના રિસર્ફેસિંગ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

અમરેલી વિધાનસભા ક્ષેત્રના કેરાળા ગામે ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે અંદાજિત રૂ. ૮૦ લાખના ખર્ચે નવનિર્મિત થનાર કેરાળા-મોટા માંડવડા માર્ગના રિસર્ફેસિંગ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સાંસદ શ્રી ભરતભાઈ સુતારીયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમથી ગ્રામ્ય વિસ્તારની માર્ગ સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ કામગીરીનો પ્રારંભ થયો છે.

 

કેરાળા-મોટા માંડવડા માર્ગના રિસર્ફેસિંગથી બંને ગામો વચ્ચેનું પરિવહન વધુ સરળ, ઝડપી અને સલામત બનશે. આ માર્ગના નવીનીકરણથી સ્થાનિક ખેડૂતો, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોને રોજિંદા આવાગમનમાં નોંધપાત્ર સુવિધા મળશે. માર્ગની સ્થિતિ સુધરવાથી કૃષિ પ્રવૃત્તિઓ, શિક્ષણ અને અન્ય દૈનિક કામગીરી માટેની અવરજવર વધુ સુગમ બનશે.

 

રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં પાયાની સુવિધાઓના વિકાસ અને માર્ગ માળખાને વધુ મજબૂત બનાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કેરાળા-મોટામાંડવડા માર્ગનું રિસર્ફેસિંગ કાર્ય આ દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું બની રહેશે.

 

આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય શ્રી આશિષભાઈ અકબરી, સરપંચ શ્રી હરેશભાઈ રાઠોડ, અગ્રણી શ્રી મધુભાઈ હરખાણી સહિતના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)