શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી કે.કે. હાઈસ્કૂલ, સાવરકુંડલા ખાતે 'રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ' અંતર્ગત તમાકુ વિરોધી વકૃત્વ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને યુવા પેઢીમાં તમાકુના સેવનથી થતા શારીરિક, માનસિક તથા સામાજિક નુકસાન અંગે જાગૃતિ લાવવાનો અને તમાકુમુક્ત સમાજના નિર્માણ માટે પ્રેરિત કરવાનો હતો.
સ્પર્ધા દરમિયાન શાળાના વિદ્યાર્થીઓએ તમાકુના ગંભીર દુષ્પરિણામો, આરોગ્ય પર થતી વિપરીત અસરો અને તમાકુમુક્ત સ્વસ્થ જીવનના મહત્ત્વ વિશે પોતાના વિચારો અત્યંત અસરકારક રીતે રજૂ કર્યા હતા.
આ પ્રસંગે વિશેષ મહેમાન તરીકે ડો. જિજ્ઞાબેન પટેલ, શ્રીમતી રોજીબેન તથા શ્રી આફતાબભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનોએ વિદ્યાર્થીઓને વ્યસનની બદીથી દૂર રહેવા અને સમાજમાં વ્યસનમુક્તિનો સંદેશ ફેલાવવા માટે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
સ્પર્ધાના અંતે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિજેતા વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જેમાં:
પ્રથમ ક્રમ: ખોખર સુહાના
દ્વિતીય ક્રમ: ચૌહાણ મહેંદી
તૃતીય ક્રમ: ચાવડા કેવલ
કાર્યક્રમનું રસપ્રદ અને સુંદર સંચાલન શ્રીમતી તૃપ્તિબેન ભરાડ અને શ્રી જયંતીભાઈ ખડદિયા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સમગ્ર શિક્ષકગણ અને શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.
શાળાના આચાર્ય શ્રી ચેતનકુમાર ગુજરીયાએ વિદ્યાર્થીઓને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને વ્યસનમુક્ત સમાજ ઘડતરમાં સક્રિય યોગદાન આપવા માટે પ્રેરિત કર્યા હતા. આ તકે શ્રી નૂતન કેળવણી મંડળના પ્રમુખ શ્રીમતી ચંદ્રિકાબેન ઘેલાણી, ઉપપ્રમુખ શ્રી કનુભાઈ ગેડિયા, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મુકુંદભાઈ નાગ્રેચા, સમગ્ર ટ્રસ્ટી મંડળ તથા શાળા પરિવારે આવા જાગૃતિ લાવતા સરાહનીય પ્રયાસોને બિરદાવ્યા હતા.
છેલ્લે, “તમાકુથી દૂર રહો, સ્વસ્થ જીવન જીવો અને તમાકુમુક્ત સમાજના નિર્માણમાં સહભાગી બનો” એવા ઉમદા સંદેશ સાથે કાર્યક્રમનું સફળ સમાપન થયું હતું.