Loading Date... Gold 24K: ₹90,625 | Silver 1kg: ₹106,923 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

દુષ્કાળ રાહત પેકેજ અપૂરતું, ખેડૂતોને ન્યાયસંગત સહાય આપો : આમ આદમી પાર્ટી અમરેલી

દુષ્કાળ રાહત પેકેજ અપૂરતું, ખેડૂતોને ન્યાયસંગત સહાય આપો : આમ આદમી પાર્ટી અમરેલી
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા દુષ્કાળ રાહત પેકેજને અપૂરતું ગણાવી આજે આમ આદમી પાર્ટી દ્વારા અમરેલી ખાતે જિલ્લા કક્ષાની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે ઓછા વરસાદને કારણે ખેડૂતો, ખેતમજૂરો, ભાગિયાઓ અને પશુપાલકો મુશ્કેલીમાં છે.

ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા દુષ્કાળ રાહત પેકેજને અપૂરતું ગણાવી આજે આમ આદમી પાર્ટી દ્વારા અમરેલી ખાતે જિલ્લા કક્ષાની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.

આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે ઓછા વરસાદને કારણે ખેડૂતો, ખેતમજૂરો, ભાગિયાઓ અને પશુપાલકો મુશ્કેલીમાં છે. સરકાર દ્વારા પ્રતિ હેક્ટર માત્ર ₹8,500 અને વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં સહાય જાહેર કરવામાં આવી છે, જે ખેડૂતોના વાસ્તવિક નુકસાનની સરખામણીએ પૂરતી નથી.

પાર્ટીએ સરકાર સમક્ષ સહાયની રકમ વધારવા, પાકના નુકસાનનું યોગ્ય સર્વેક્ષણ કરવા, પશુપાલકોને ઘાસચારો અને પાણી પૂરાં પાડવા તથા ખેતમજૂરો અને ભાગિયાઓ માટે વિશેષ રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરી હતી.

*આ ઉપરાંત, સોમવાર, તા. 2 નવેમ્બર, 2026ના રોજ અમરેલી જિલ્લામાં મોટી સંખ્યામાં ખેડૂતોની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર મારફતે મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપવામાં આવશે, તેમ જણાવવામાં આવ્યું હતું.*

*પ્રેસ કોન્ફરન્સમાં નિકુંજભાઈ સાવલિયા (ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી), રાહુલભાઈ હરખાણી (અમરેલી જિલ્લા પ્રમુખ), કાંતિભાઈ સતાસિયા (અમરેલી લોકસભા ઇન્ચાર્જ), સુખાભાઈ વાળા (અમરેલી લોકસભા સંગઠન મંત્રી), જયદીપભાઈ પાંચાણી (અમરેલી વિધાનસભા સંગઠન મંત્રી) અને હિરેનભાઈ વિરડીયા (અમરેલી જિલ્લા મહામંત્રી) ઉપસ્થિત રહ્યા હતા.*

આમ આદમી પાર્ટીનો સ્પષ્ટ સંદેશ છે કે ખેડૂતોને રાહતના નામે નજીવી સહાય નહીં, પરંતુ તેમનો હક અને ન્યાયસંગત વળતર મળવું જોઈએ.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)