Loading Date... Gold 24K: ₹90,625 | Silver 1kg: ₹106,923 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ને દર્દી નારાયણો માટે દ્વારકાધીશ ધુન મંડળ, સુ૨ત દ્વારા આર્થિક સહયોગ

સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ને દર્દી નારાયણો માટે દ્વારકાધીશ ધુન મંડળ, સુ૨ત દ્વારા આર્થિક સહયોગ
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

ભાવનગર ઉમરાળા સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગર) માં અનુદાન આપનાર દ્વારકાધીશ ધુન મંડળ, સુ૨ત ના કાર્યદક્ષ, સમાજસેવામાં વ્યસ્ત એવા ઉત્સાહી યુવાનો કે જે રાત્રીનાં સમયે ધુન-ભજન કાર્યક્રમ આયોજન કરી તેમા એકત્રિત થતી ધનરાશી ગૌસેવા તેમજ સમાજસેવા કરતી સેવા...

ભાવનગર ઉમરાળા સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગર) માં અનુદાન આપનાર "દ્વારકાધીશ ધુન મંડળ, સુ૨ત” ના કાર્યદક્ષ, સમાજસેવામાં વ્યસ્ત એવા ઉત્સાહી યુવાનો કે જે રાત્રીનાં સમયે ધુન-ભજન કાર્યક્રમ આયોજન કરી તેમા એકત્રિત થતી ધનરાશી ગૌસેવા તેમજ સમાજસેવા કરતી સેવાભાવી સંસ્થાઓને અર્પણ કરી એક સરાહનીય અને પ્રેરણાદાયી કાર્ય કરી ૨હયાં છે.
"દ્વારકાધીશ ધુન મંડળ, સુ૨ત” ના યુવાનો મારફત આપણી હોસ્પિટલને તા.૨૭.૧૦,૨૦૨૬ ના રોજ રૂા.૫,૦૫,૧૦૦/- અંકે રૂપિયા પાંચ લાખ પાંચ હજાર એકસો પુરા નું અનુદાન અર્પણ કરી સરાહનીય કાર્ય કરેલ છે.આ તકે હોસ્પિટલનાં ટ્રસ્ટીશ્રીઓ-શ્રી બી.એલ. રાજપરા તથા શ્રી તુષારભાઈ વિરડીયા અને સગુરૂદેવનાં અનન્ય ભકત શ્રી જયેશભાઈ સાલિયા દ્વારા “દ્વારકાધીશ ધુન મંડળ, સુ૨ત" નાં પ્રમુખ શ્રી હાર્દિકભાઈ માંડાણી, શ્રી રમેશભાઈ સોજીત્રા અને શ્રી ગોવિંદભાઈ મેઘાણી તેમજ સાથી સભ્યશ્રીઓનો સુરત મુકામે બ્ર.પ.પૂ. સદ્ગુરૂદેવ લિખીત પુસ્તક 'જીજ્ઞાસુ પિયુષ' અને શાલ અર્પણ કરી સન્માનિત કરી આભાર વ્યક્ત કરેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે તેઓશ્રીએ અનુકુળતાએ ટીંબી હોસ્પિટલમાં અનુદાન અર્પણ ક૨વાનો શુભસંકલ્પ કરેલ છે.
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)