Loading Date... Gold 24K: ₹90,605 | Silver 1kg: ₹106,899 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

વૈષ્ણોદેવી, અમરનાથ, શંકરાચાર્યજી અને કશ્યપ ઋષિ એ આ ક્ષેત્રના સ્વસ્તિક : શ્રી મોરારિબાપુ

વૈષ્ણોદેવી, અમરનાથ, શંકરાચાર્યજી અને કશ્યપ ઋષિ એ આ ક્ષેત્રના સ્વસ્તિક : શ્રી મોરારિબાપુ
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

કન્યાકુમારીથી પ્રસ્થાન થયેલ રામકથા યાત્રા કેદારનાથ જતાં જમ્મુમાં રહ્યો મુકામકુંઢેલી : કન્યાકુમારીથી પ્રસ્થાન થયેલ રામકથા યાત્રા કેદારનાથ જતાં જમ્મુમાં મુકામ રહ્યો, જ્યાં શ્રી મોરારિબાપુએ વૈષ્ણોદેવી, અમરનાથ, શંકરાચાર્યજી અને કશ્યપ ઋષિ એ આ ક્ષેત્રના સ્વસ્તિક ગણાવ્યાં.જમ્મુ કાશ...

કન્યાકુમારીથી પ્રસ્થાન થયેલ રામકથા યાત્રા કેદારનાથ જતાં જમ્મુમાં રહ્યો મુકામ

કુંઢેલી : કન્યાકુમારીથી પ્રસ્થાન થયેલ રામકથા યાત્રા કેદારનાથ જતાં જમ્મુમાં મુકામ રહ્યો, જ્યાં શ્રી મોરારિબાપુએ વૈષ્ણોદેવી, અમરનાથ, શંકરાચાર્યજી અને કશ્યપ ઋષિ એ આ ક્ષેત્રના સ્વસ્તિક ગણાવ્યાં.

જમ્મુ કાશ્મીર ભૂમિમાં રેલયાત્રા  સાથે ઐતિહાસિક 'ભારત સ્વસ્તિક યાત્રા' રામકથા આગમન થયું. જમ્મુમાં આ કથા યાત્રાના અગિયારમાં દિવસનું ગાન શાસ્ત્ર, લોકસાહિત્ય, સંગીત અને હળવા ચિંતન સંદેશ સાથે કર્યું.

શ્રી મોરારિબાપુએ વૈષ્ણોદેવી, અમરનાથ, શંકરાચાર્યજી અને કશ્યપ ઋષિ એ આ ક્ષેત્રના સ્વસ્તિક ગણાવ્યાં. સ્વસ્તિક સ્વરૂપ અને સ્થાન વિશે શ્રી મોરારિબાપુએ માતૃદેવો ભવ: એ વૈષ્ણોદેવી, પિતૃદેવો ભવ: એ અમરનાથ, આચાર્યદેવો ભવ: એ શંકરાચાર્યજી અને અતિથિદેવો ભવ: એ કશ્યપ ઋષિ એમ રૂપક ચિંતન પ્રસ્તુત કર્યું.

રામકથા ગાન કરતાં શ્રી મોરારિબાપુએ ભરતજીના સ્વભાવ ઉલ્લેખ કરતાં શાંત, શક્તિ, ભક્તિ, નિર્મળ, મસ્તી વગેરેનું નિરૂપણ સમજાવ્યું. ક્થા પ્રસંગોમાં વિશ્વામિત્ર યજ્ઞ, જનકપુર યાત્રા સાથે ધનુષ્યભંગ અને સીતા સ્વયંવર  સાથે અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ વગેરે પ્રસંગો વર્ણવ્યા. રામેશ્વર મહાદેવ વંદના સાથે આજની ક્થા સમાપન થયેલ.

ક્થા પ્રારંભે અહીંયા દશેરા પર્વ ઉલ્લેખ સાથે પાછલા દિવસે અમૃતસર પાસે વાઘા અટારી સરહદ પર લેવાયેલ નિદર્શન મુલાકાત સંદર્ભે સેનાની રાષ્ટ્ર ફરજ અને કવાયતનો રાજીપો વ્યક્ત કર્યો. શ્રી મોરારિબાપુએ કેદારનાથ યાત્રામાં પ્રાકૃતિક પડકારો હોઈ સક્ષમ ભાવિકોને જ સાથે રહેવાં ભારપૂર્વક અનુરોધ કરી, બાકીના સૌની ક્થાયાત્રા પહોંચી ગયાનો હળવો ભાવ વ્યક્ત કર્યો.

રામકથા યાત્રાના જમ્મુમાં મુકામ રહ્યો, આજના અગિયારમાં દિવસની ક્થા અહીંયા જમ્મુમાં ગવાયા બાદ આગામી શુક્રવારે આ યાત્રા ઉત્તરાખંડમાં કેદારનાથ ધામ પહોંચશે, જ્યાં 'ભારત સ્વસ્તિક યાત્રા' રામકથા પ્રથમ તબક્કાનું સમાપન થશે.
 
ક્થા યાત્રા પૈકી કેટલાંક યાત્રિકો જમ્મુથી પરત ઋષિકેશ હરિદ્વાર પહોંચેલ અને કેટલાંક યાત્રિકો હિમાલય સ્થાનમાં આ ક્થા લાભ લેવા રવાના થયાં.
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)