Loading Date... Gold 24K: ₹90,605 | Silver 1kg: ₹106,899 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

શ્રી કર્મયોગ વિદ્યાસંકુલ હબુકવડ માં નવરાત્રિ પર્વની ધામધૂમ થી કરવામાં આવી ઉજવણી.

શ્રી કર્મયોગ વિદ્યાસંકુલ હબુકવડ માં નવરાત્રિ પર્વની ધામધૂમ થી કરવામાં આવી ઉજવણી.
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

વિધાર્થીઓના ભક્તિભાવ થકી મહાઆરતી થી શિક્ષણધામ બન્યું શક્તિધામ.ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના હબુકવડ ગામે કાર્યરત શ્રી કર્મયોગ વિદ્યાસંકુલ હબુકવડ ભારતીય સંસ્કૃતિ અને ભારતીય પરંપરાને બાળકો સુધી પહોંચાડવાનો શ્રેષ્ઠ પ્રયત્ન કરે છે.

વિધાર્થીઓના ભક્તિભાવ થકી મહાઆરતી થી શિક્ષણધામ બન્યું શક્તિધામ.

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના હબુકવડ ગામે કાર્યરત શ્રી કર્મયોગ વિદ્યાસંકુલ હબુકવડ ભારતીય સંસ્કૃતિ અને ભારતીય પરંપરાને બાળકો સુધી પહોંચાડવાનો શ્રેષ્ઠ પ્રયત્ન કરે છે. શાળામાં વિવિધ કાર્યક્રમો દ્વારા શિક્ષણ સાથે સંસ્કારનો ઉત્તમ પ્રયાસ કરવામાં આવે છે.
    માઁ આદ્યશક્તિ ની ઉપાસના માટે  નવલા નોરતાની ઉજવણી શાળામાં દર વર્ષે ખાસ રીતે કરવામાં આવે છે.  ચાલુ વર્ષે પણ શાળાએ આ પરંપરા જાળવી રાખી હતી. પ્રાર્થના કાર્યક્રમમાં દરરોજ  શાળાના વિધાર્થીઓ દ્વારા  માતાજીની આરતી અને સ્તુતિ કરવામાં આવી હતી. શાળાના વિધાર્થીઓ ખુબ સરસ આરતી માટે થાળી શણગાર કરીને લાવતા તેમજ ખૂબ જ ભક્તિભાવથી આરતી કરતા હતા. છેલ્લા નોરતાના દિવસે શાળા પરિવાર દ્વારા માતાજીના રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાસ ગરબા ના કાર્યક્રમમાં શાળાના તમામ વિધાર્થી ભાઈઓ અને બહેનો ખૂબ ઉત્સાહ અને આનંદ સાથે જોડાયા હતા .
અંતમાં માઁ આદ્યશક્તિની મહા આરતી કરવામાં આવી . મહા આરતીના દીપ અને ધૂપ થી  શાળા આંગણમાં દિવ્યતા પ્રગટી હતી .પ્રસાદ સાથે કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો.
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)