Loading Date... Gold 24K: ₹90,661 | Silver 1kg: ₹106,966 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

સુરતના કૃષ્ણગઢ ગામની સખી મંડળની બહેનો ની કરુણા સભર પહેલ ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા સાથે વૃક્ષારોપણ અભિયાન

સુરતના કૃષ્ણગઢ ગામની સખી મંડળની બહેનો ની કરુણા સભર પહેલ ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા સાથે વૃક્ષારોપણ અભિયાન
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

સુરતના કૃષ્ણગઢ ગામની સખી મંડળની માનવતા અને કરુણા સભર પહેલ  ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા સાથે એક વૃક્ષારોપણ ની  અનોખી પહેલ કરાય  સુરતના કૃષ્ણગઢ ગામની સખી મંડળની બહેનોએ આજે માનવતા અને કરુણાનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું છે.

સુરતના કૃષ્ણગઢ ગામની સખી મંડળની માનવતા અને કરુણા સભર પહેલ  ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા સાથે એક વૃક્ષારોપણ ની  અનોખી પહેલ કરાય  સુરતના કૃષ્ણગઢ ગામની સખી મંડળની બહેનોએ આજે માનવતા અને કરુણાનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થાના સહયોગથી આજરોજ 26 વૃક્ષોનું રોપણ કરીને સમસ્ત જીવાત્માનું જીવન પર્યંત કલ્યાણ થાય એવા પવિત્ર હેતુ સાથે એક ઉમદા કાર્ય હાથ ધર્યું છે.આ માત્ર વૃક્ષો વાવવાનું કામ નથી, આ આવનારી પેઢી માટે શ્વાસ વાવવાનું કામ છે. આજે વાવેલા આ વૃક્ષો આવતીકાલે ઓક્સિજન, છાંયડો અને હજારો પક્ષીઓ માટે ઘર બનશે. સખી મંડળે વિચાર્યું છે પોતાના માટે નહીં, પણ આવનારી પેઢી માટે.
કૃષ્ણગઢ ગામની સખી મંડળની આ બહેનોને હૃદયથી વંદન છે. તમે બતાવી દીધું કે નારી શક્તિ ધારે તો ધરતીને હરિયાળી બનાવી શકે છે. તમારું આ સત્કાર્ય હંમેશા યાદ રહેશે.આજના આ વૃક્ષારોપણનું કાર્ય સમગ્ર શહેર માટે એક પ્રેરણાનો સ્ત્રોત બની રહ્યું છે. ત્યારે ગ્રીન આર્મી સુરતના તમામ નાગરિકોને હૃદયપૂર્વક અપીલ કરે છે કે, આપ પણ ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ સાથે જોડાઓ, એક વૃક્ષ વાવો અને ધરતી માતાને હરિયાળી બનાવવાના આ પુણ્ય કાર્યમાં સહભાગી બનો ની હદયસ્પર્શી અપીલ કરી હતી વર્ષ ના  364 દિવસ દૈનિક વહેલી સવારે નિસ્વાર્થ વૃક્ષારોપણ અને વૃક્ષ ઉછેર ની દરકાર લેતી ગ્રીન આર્મી ટ્રસ્ટ સુરત ની સંસ્થાન સાથે કૃષ્ણગઢ સખી મંડળ ની બહેનો એ શ્રમદાન સેવા આપી સંતોષ વ્યક્ત કર્યો હતો 
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)