લાઠી લબ્ધપ્રતિષ્ઠીત હિરા ઉદ્યોગપતિ શ્રી ઘનશ્યામભાઈ શંકર વર્ષોથી લાઠીની સામાજિક સંસ્થાઓ અને પરંપપરાગત ગરબી મંડળોને પ્રોત્સાહન શ્રી ઘનશ્યામભાઈ શંકર શ્રી વલ્લભભાઈ રિબડીયા ‘શાયર’ પ્રવિણભાઈ વાવડીયા, રમેશભાઈ શંકર એલ.બી ભાઈ ધોળીયા, મહેશભાઈ માલવીયા સાથે નવમા નોરતે લાઠી શહેરની લોક સાહિત્યની ધરોહર પંરપરા અને ગૌરવ ગણી શકાય એવી વિવિધ ગરબીની મુલાકાત અને દર્શન આરતીનો લ્હાવો મળ્યો…
શંકર પરિવારના ઈષ્ટદેવી અંબાજી માતાજીના મંદિરે દર્શન આરતીનો લ્હાવો મળ્યો લાઠીના સુપ્રસિદ્ધ લોકસાહિત્યકાર શ્રી વલ્લભભાઈ શાયરના બુલંદ અવાજમાં પ્રાચિન ગરબો સાંભળવા મળ્યો ત્યાંથી
દુખભંજન મહાદેવ મંદિરની ગરબીના દર્શન કર્યા નાની દિકરીઓ જોગમાયાના વેશમાં પ્રાચિન ગરબા રમતા જોઈ બહુ આનંદ થયો ત્યાંથી લાઠી પોલીસ લાઈનમાં પોલીસ પરિવારો વર્ષોથી નવરાત્રી માં ગરબીનું સ્થાપન કરે છે અને આજુબાજુના વિસ્તારમાં થી સહપરિવાર લોકો માતાજીની ભક્તિનો લ્હાવો લેય છે, અમને સૌને પણ આરતી ઉતારવાનો લાભ મળ્યો ત્યાંથી લાઠીની જૂની પરંપરાગત નવરાત્રી એટલે કે દરબારી ચોકની નવદૂર્ગા નવરાત્રી મંડળ આયોજીત ગરબી મહોત્સવ અને ખોખા ડાંગરના ચોરાની ગરબી માં માતાજીના દર્શન અને નાની દિકરીઓના સુંદર ગરબા જોવા મળ્યા શ્રી ખોડિયાર ગરબી મંડળ પણ વર્ષોથી નવરાત્રીમાં ગરબી સ્થાપન કરે છે અને દરવર્ષે દેશભક્તિની થીમ પર સુંદર પ્રદર્શન ગોઠવે છે આ વર્ષે પણ ભારતીય સૈન્યના શોર્યને દર્શાવતું સુંદર પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું એ જોઈને અમે સૌ બહુ ખુશ થયા હતા
લાઠીની સૌથી જૂની અને ગૌરવ લઈ શકાયા એવી પરંપરા એટલે ૧૬૦ માં વર્ષમાં પ્રવેશેલી મહાકાળી નવરાત્રિ નાટક મંડળ આજે ત્રીજી અને ચોથી પેઢીના દિકરાઓ ઐતિહાસિક પાત્રોને જિવંત કરવા સુંદર નાટકો તૈયાર કરે છે અને ભજવે છે અમને સૌને સાવરકુંડલાના યોગી પુરુષ એવા જોગીદાસ ખૂમાણના નાટક જોવાનો લ્હાવો મળ્યો જિવદયાના ઉત્તમ વિચારને મુર્તિમંત કરતી અને પંખીઓના ચણ માટે ફંડ જમા કરતી આ સેવા પણ સુચારુ રૂપે મહાકાળી નવરાત્રિ નાટક મંડળ દ્વારા થાય છે બધાને બહુ આનંદ થયો…
આપણાં સૌના આદરણીય અને લાઠીના લબ્ધપ્રતિષ્ઠીત હિરા ઉદ્યોગપતિ શ્રી ઘનશ્યામભાઈ શંકર વર્ષોથી લાઠીની સામાજિક સંસ્થાઓ અને પરંપપરાગત ગરબી મંડળોને પ્રોત્સાહન આપવા પોતાના વ્યસ્ત સ્કેડ્યુલ માંથી પણ સમયકાઢીને રુબરુ હાજર રહે છે અને દરેક ગરબી મંડળની ગરબીમાં દિવેલ પૂરીને સૌનો ઉત્સાહ વધારે છે, તેમના અનુદાનથી આ કળા અને સંસ્કૃતિને યોગ્ય બળ મળે છે, બધા બહુ રાજી થાય છે શ્રી ઘનશ્યામભાઈ શંકરને ખૂબ ધન્યવાદ આપ વતનનું ઋણ ચૂકવવાના સંનિષ્ઠ પ્રયાસો કરો છો અને ઉત્તમ સેવાકિય પ્રવૃતિઓ કરો છો પરમાત્મા આપને સદાય સમૃદ્ધ રાખે એવી પ્રાર્થના અને આવીજ આધ્યાત્મિક ધર્મયાત્રાઓનો લ્હાવો રાજેશ પટેલ