Loading Date... Gold 24K: ₹90,460 | Silver 1kg: ₹106,729 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે માલવણ મુકામે રૂ. ૯૮.૫૪ લાખના ખર્ચે નિર્માણ થનારા પુલનું ખાતમુહૂર્ત

ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે માલવણ મુકામે રૂ. ૯૮.૫૪ લાખના ખર્ચે નિર્માણ થનારા પુલનું ખાતમુહૂર્ત
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

 અમરેલી જિલ્લામાં માર્ગ અને પાયાની સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવાની દિશામાં વધુ એક વિકાસકાર્ય હાથ ધરવામાં આવ્યું છે. ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે માલવણ મુકામે રૂ.

 અમરેલી જિલ્લામાં માર્ગ અને પાયાની સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવાની દિશામાં વધુ એક વિકાસકાર્ય હાથ ધરવામાં આવ્યું છે. ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે માલવણ મુકામે રૂ. ૯૮.૫૪ લાખના ખર્ચે નિર્માણ થનારા પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

 

માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા નિર્માણ થનારા આ પુલની લંબાઈ ૬ મીટર રહેશે અને તેમાં બે સ્પાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પુલના નિર્માણથી સ્થાનિક વિસ્તારના નાગરિકો તેમજ વાહનચાલકોને અવરજવરમાં સુવિધા મળશે અને માર્ગ વ્યવહાર વધુ સુગમ બનશે.

 

રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ અને પાયાની માળખાકીય સુવિધાઓના વિકાસને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આ દિશામાં માલવણ ખાતે હાથ ધરાયેલું પુલ નિર્માણકાર્ય સ્થાનિક લોકોની અવરજવરને વધુ સુવિધાજનક બનાવવામાં ઉપયોગી બનશે.

 

આ પ્રસંગે જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી ડેનીભાઇ પરમાર, જિલ્લા  પંચાયતના સભ્ય શ્રી આશિષ ભાઈ અકબરી, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, અગ્રણી શ્રી મધુભાઈ હરખાણી, શ્રી પી. વી. વસાણી, સ્થાનિક સરપંચ શ્રી તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)