Loading Date... Gold 24K: ₹90,589 | Silver 1kg: ₹106,881 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

અમરેલી જિલ્લા કૉંગ્રેસ સમિતિ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર સામે વિરોધ પ્રદર્શન અને 'સંગઠનાત્મક અગત્યની બેઠક'નું આયોજન કરતા પ્રતાપ દુધાત

અમરેલી જિલ્લા કૉંગ્રેસ સમિતિ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર સામે વિરોધ પ્રદર્શન અને 'સંગઠનાત્મક અગત્યની બેઠક'નું આયોજન કરતા પ્રતાપ દુધાત
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

અમરેલી જિલ્લા કૉંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી પ્રતાપ દૂધાતના માર્ગદર્શન હેઠળ આવતીકાલે સાવરકુંડલા ખાતે એક મહત્વપૂર્ણ કાર્યક્રમ અને અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમ અંતર્ગત મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર દ્વારા કરવામાં આવેલ મનસ્વી અને અયોગ્ય કારસાઓ/કરતૂતો સામે...

અમરેલી જિલ્લા કૉંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી પ્રતાપ દૂધાતના માર્ગદર્શન હેઠળ આવતીકાલે સાવરકુંડલા ખાતે એક મહત્વપૂર્ણ કાર્યક્રમ અને અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ અંતર્ગત મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર દ્વારા કરવામાં આવેલ મનસ્વી અને અયોગ્ય કારસાઓ/કરતૂતો સામે કૉંગ્રેસ પક્ષ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. તેની સાથે જ પક્ષના સંગઠનને વધુ મજબૂત કરવા માટે અને 'વોટ બચાવો દેશ બચાવો' અભિયાન અંતર્ગત ખાસ વિચારણા કરવા માટે સંગઠનાત્મક બેઠક યોજાશે.
આ બેઠક અને વિરોધ કાર્યક્રમમાં મધ્ય પ્રદેશ સરકારના પૂર્વ મંત્રી, કૉંગ્રેસ સંગઠન ઉપાધ્યક્ષ તેમજ સૌરાષ્ટ્ર ઝોન 'વોટ બચાવો દેશ બચાવો'ના ઇન્ચાર્જ માનનીય શ્રી સુખદેવ પાંસે જી ખાસ ઉપસ્થિત રહેશે.
કાર્યક્રમ અને બેઠકની વિગતો:
 * તારીખ: 25/10/2026 (રવિવાર)
 * સમય: બપોરે 3:30 કલાકે
 * સ્થળ: લોહાણા વિદ્યાર્થી ભવન, મહુવા રોડ, સાવરકુંડલા

આ અગત્યના કાર્યક્રમ અને બેઠકમાં અમરેલી જિલ્લાના તમામ તાલુકા અને શહેર કૉંગ્રેસના હોદ્દેદારો, પ્રભારીશ્રીઓ, તાલુકા-જિલ્લા પંચાયત અને નગરપાલિકા ચૂંટણીના જીતેલા તથા લડેલા ઉમેદવારો, તમામ ડિપાર્ટમેન્ટ તેમજ તમામ સેલના પ્રમુખો અને હોદ્દેદારો, ગામ પ્રમુખ સમિતિના હોદ્દેદારો તથા તમામ BLAઓએ સમયસર અને અચૂક હાજર રહેવા ખાસ વિનંતી કરવામાં આવેલ છે 
લોકશાહી બચાવો ની નેમ સાથે પ્રતાપ દૂધાત પ્રમુખશ્રી, અમરેલી જિલ્લા કૉંગ્રેસ સમિતિ દ્વારા આહવાન કરવામાં આવે છે
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)