Loading Date... Gold 24K: ₹90,556 | Silver 1kg: ₹106,842 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

અમરેલી સ્થિત ઠેબી ડેમ વિસ્તારમાં વૃક્ષારોપણ થકી પર્યાવરણ જતનનો સંદેશ પ્રસરાવતા કાયદો અને ઊર્જા રાજ્યમંત્રીકૌશિકભાઈ વેકરીયા

અમરેલી સ્થિત ઠેબી ડેમ વિસ્તારમાં વૃક્ષારોપણ થકી પર્યાવરણ જતનનો સંદેશ પ્રસરાવતા કાયદો અને ઊર્જા રાજ્યમંત્રીકૌશિકભાઈ વેકરીયા
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

આજરોજ અમરેલી સ્થિત ઠેબી ડેમ વિસ્તારમાં પર્યાવરણ સંરક્ષણના ઉમદા હેતુ સાથે ઇકો અર્થ ફાઉન્ડેશનના નેજા હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજરોજ અમરેલી સ્થિત ઠેબી ડેમ વિસ્તારમાં પર્યાવરણ સંરક્ષણના ઉમદા હેતુ સાથે ઇકો અર્થ ફાઉન્ડેશનના નેજા હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા, રાજુલા વિસ્તારના ધારાસભ્ય શ્રી હિરાભાઈ સોલંકી, ધારી-બગસરા વિસ્તારના ધારાસભ્ય શ્રી જે.વી.કાકડીયા સહિતના મહાનુભાવોએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જતનનો અનેરો સંદેશ પ્રસરાવ્યો હતો.

 

આ તકે રાજ્યમંત્રીશ્રીએ પ્રકૃતિના જતન માટે વૃક્ષોનું મહત્વ સમજાવી, ઉપસ્થિત યુવાનો અને નાગરિકોને વધુમાં વધુ વૃક્ષો વાવવા તેમજ પર્યાવરણની સુરક્ષા માટે સક્રિય સહભાગી બનીને સમાજમાં એક અનેરો સકારાત્મક સંદેશ પ્રસરાવવા અપીલ કરી હતી.

 

પર્યાવરણ સંરક્ષણની ઝુંબેશના ભાગરૂપે, ઇકો અર્થ ફાઉન્ડેશન દ્વારા ‘ફ્રી ધ ટ્રી મુવમેન્ટ’ શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત વૃક્ષોને તાર, જાળીઓની પકડ અને બ્લોક ક્રોંક્રિટના બાંધકામોથી મુક્તિ આપવાનું લક્ષ્યાંક છે.

 

ઇકો અર્થ ફાઉન્ડેશનના ‘પ્રોજેક્ટ નવજીવન’ના ભાગરૂપે અમરેલી વિસ્તારમાં એક નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત માત્ર નવા છોડ રોપવા પૂરતું મર્યાદિત ન રહેતા, વિસ્તારના વર્ષો જૂના અને વિકસિત થઈ ચૂકેલા વૃક્ષોની યોગ્ય જાળવણી, સાચવણી તેમજ વૈજ્ઞાનિક પદ્ધતિથી માવજત કરવાના વિશેષ કાર્યો કરવામાં આવી રહ્યા છે. ફાઉન્ડેશનના પ્રયાસો અમરેલીના હરિયાળા વાતાવરણને ટકાઉ બનાવવામાં ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થશે.

 

ઉલ્લેખનીય છે કે, ક્લાઇમેટ ચેન્જની વૈશ્વિક સમસ્યાઓ સામે લડવા માટે જરૂરી ગ્રીન કવર વિકસિત કરવું, નવા વૃક્ષો રોપણની સાથે હયાત જૂના વૃક્ષોની જાળવણી પણ મહત્વની છે. આ હયાત વૃક્ષો વધુ ઓક્સિજન પૂરું પાડે છે. વૃક્ષોની વધુ સારી રીતે માવજત અને જાળવણી કરીને વધુમાં વધુમાં ઓક્સિજન ઉત્સર્જન કરવા માટેની સમગ્ર પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ બનાવવાનું લક્ષ્યાંક છે.

 

ઠેબી ડેમ સાઇટ વિસ્તારમાં વૃક્ષારોપણ બાદ રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા તેમજ અમરેલી શહેરના વિવિધ સંગઠનોના હોદ્દેદારો અને આગેવાનો તેમજ સ્થાનિક અગ્રણીઓ, કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ નું સામૂહિક શ્રવણ કરવામાં આવ્યું હતું.

 

આ તકે રાજ્યમંત્રીશ્રી અને ઉપસ્થિત સર્વે મહાનુભાવોએ વડાપ્રધાનશ્રી દ્વારા દેશના વિવિધ ભાગોમાં ચાલતા પ્રેરણાદાયી કાર્યો, સામાજિક ક્રાંતિ, સ્વચ્છતા અને વૃક્ષારોપણ પ્રવૃત્તિઓ, પર્યાવરણના સંરક્ષણને લગતા કાર્યો, જલ શક્તિ અને સ્વનિર્ભરતાના નવતર વિચારોને ખૂબ જ રસપૂર્વક શ્રવણ કરી, કાર્યક્રમ નિહાળીને રાષ્ટ્રનિર્માણના આ મહાઅભિયાનમાં સક્રિય યોગદાન આપવાનો દ્રઢ સંકલ્પ દોહરાવ્યો હતો.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)