અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પરિવહન અને માળખાકીય સવલતો વધુ સુદ્રઢ બનાવવાના ભાગરૂપે આજરોજ કમિગઢ મુકામે એક મહત્વપૂર્ણ વિકાસકાર્યનો પ્રારંભ થયો છે. રાજ્યના કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે બ્રિજ (પુલ)ના નિર્માણ કાર્યનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ માટે માર્ગ અને મકાન વિભાગ-પંચાયત હેઠળની ગ્રાન્ટમાંથી અંદાજે કુલ રૂ. ૧.૬૩ કરોડની માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે. આ માતબર ગ્રાન્ટના ઉપયોગથી બ્રિજનું કામ ગુણવત્તાયુક્ત અને સમયસર પૂર્ણ થાય તે માટે આગોતરું આયોજન કરી દેવામાં આવ્યું છે.
ગ્રામીણ વિસ્તારોનો સર્વાંગી વિકાસ એ સરકારની પ્રાથમિકતા રહી છે, જેના ભાગરૂપે ગ્રામ્ય માળખાકીય સુવિધાઓને મજબૂત કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. ગામડાઓમાં પાકા રસ્તા, વીજળી અને પાણીની સુવિધા સાથે આધુનિક કનેક્ટિવિટી પૂરી પાડવાથી સ્થાનિક અર્થતંત્રને વેગ મળે છે. કમિગઢ ખાતે આ નવનિર્મિત બ્રિજ ગ્રામ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં એક નવું સીમાચિહ્ન સાબિત થશે, જે ગ્રામીણ જનજીવનના સ્તરને વધુ ઊંચું લાવશે.
આ બ્રિજની સુવિધા ઉપલબ્ધ થવાથી કમિગઢ અને તેની આસપાસના વિસ્તારના લોકોને ચોમાસા દરમિયાન પડતી હાલાકીમાંથી કાયમી મુક્તિ મળશે. અગાઉ નદી કે નાળા પર પાણી ફરી વળવાના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ જતો હતો, પરંતુ હવે આ પાકા બ્રિજના નિર્માણથી કોઈપણ ઋતુમાં સુરક્ષિત અને ઝડપી પરિવહન શક્ય બનશે. આ સુવિધાથી ખાસ કરીને વિદ્યાર્થીઓ, ખેડૂતો પણ મોટો ફાયદો થશે.
કમિગઢ મુકામે આયોજિત આ ખાતમુહૂર્ત પ્રસંગે તાલુકા પંચાયત હોદ્દેદારો, અગ્રણીઓ, સરપંચશ્રી અને પંચાયત સભ્યશ્રીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.