“પી એમ કિસાન સમ્માન નિધિ" યોજનાનો ૨૪મો હપ્તો માન. વડાપ્રધાનશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના ભીલડી મુકામે ખાતે ૩૦ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ રીલીઝ કરવા માટેના “પી એમ કિસાન ઉત્સવ દિવસ " રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બહોળી સંખ્યામાં ખેડૂતો સહભાગી થનાર છે.
ગુજરાત રાજયમાં આ કાર્યક્રમનું આયોજન રાજય કક્ષાથી લઈ ગ્રામ્ય કક્ષા સુધી આયોજન કરવામાં આવનાર છે. જેમાં જિલ્લા કક્ષાના ૩૪ કાર્યક્રમ કરવામાં આવનાર છે અને ક્લસ્ટર કક્ષાના ૨૧૦૦થી વધુ કાર્યક્રમનું આયોજન થનાર છે. આ તમામ ક્રાર્યક્રમોમાં બહોળી સંખ્યામાં ખેડૂતો હાજર રહી ભાગ લેનાર છે.
બનાસકાંઠા જિલ્લાના ભીલડી મુકામે આયોજીત આ કાર્યક્રમમાં ભારતના માનનીય વડાપ્રધાનશ્રીના હસ્તે રૂ. ૩૨૮.૭૭ કરોડના ભારત બોવાઈન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર (BBRC), સંકુલનું મુખ્ય ઉદઘાટન અને બનાસ ડેરીના થરાદ અને રાધનપુરમાં નવા બે (૦૨) CBG (Compressed Biogas) પ્લાન્ટનું ભુમિ પુજન કરવાનું આયોજન છે, તેમજ બનાસ ડેરીના નવા પોટેટો એક્સપાન્શન અને UHT-ASRSનું ઈ-ઉદઘાટન પણ થનાર છે.
રાષ્ટ્રીય સ્તરના આ કાર્યક્રમનું પ્રસારણ દેશના તમામ રાજ્યોમાં વેબકાસ્ટ લીંક pmindiawebcast.nic.in પર Live Telecast કરવામાં આવનાર છે.
રાજ્યમાં જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષા, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો ખાતે તેમજ APMC, PACS, PMKSKS, FPO ખાતે આયોજીત આ કાર્યક્રમમાં માન. મંત્રીશ્રીઓ, માન. સંસદ સભ્યશ્રીઓ, પંચાયતી રાજ પ્રતિનીધિશ્રીઓ તથા અન્ય મહાનુભાવો, અધિકારીશ્રીઓ અને વૈજ્ઞાનિકશ્રીઓ ઉપસ્થિત રહેનાર છે. જેમાં બહોળી સંખ્યામાં ખેડૂતો સહભાગી થનાર છે.
ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે ખેડૂત કુટુંબોને સહાયરૂપ થવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના ફેબ્રુઆરી-૨૦૧૯ થી અમલમાં છે. જેમાં ખેડૂત કુટુંબને પ્રતિ વર્ષ રૂ ૬૦૦૦/- સહાય ચાર માસના અંતરે ત્રણ સમાન હપ્તામાં ડાયરેકટ બેનિફિટ માધ્યમ (ડી.બી.ટી.) મારફત તેમના બેંક ખાતામાં ચુકવણી કરવામાં આવે છે.
સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં ૧૧ કરોડથી વધુ ખેડૂત પરિવારોને જુદાં-જુદાં ૨૩હપ્તાઓ દ્વારા કુલ રૂ. ૪,૪૭,૦૦૦ કરોડથી વધુની સહાય ડી.બી.ટી. મારફત તેમના બેંક ખાતામાં ચુકવણી કરવામાં આવેલ છે.
૩૦ ઓકટોબર, ૨૦૨૬ના રોજ ૨૪મા હપ્તા પેટે સમગ્ર દેશના ૯.૩૪ કરોડથી વધુ ખેડૂત પરિવારોને રૂ. ૧૮,૬૮૦ કરોડથી વધુની સહાય ડી.બી.ટી. મારફત તેમના બેન્ક એકાઉન્ટમાં ચુકવણી કરવામાં આવનાર છે.
જે અંતર્ગત ગુજરાત રાજયના ૫૨.૩૩ લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂા.૧૦૫૧ કરોડથી વધુની સહાય તેમના બેન્ક એકાઉન્ટમાં જમા થનાર છે.
જે પૈકી ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી ૧ થી ૨૩ હપ્તાઓ મળી રાજ્યના કુલ ૬૯.૨૬ લાખથી વધુ લાભાર્થી ખેડૂત કુટુંબોને કુલ રૂા. ૨૪,૧૩૭ કરોડથી વધુની સહાય ડી.બી.ટી. મારફત તેમના બેંક ખાતામાં ચુકવણી કરવામાં આવેલ છે.
જે પૈકી અમરેલી જિલ્લામાં અત્યાર સુધી ૧ થી ૨૩ હપ્તાઓ મળી રાજ્યના કુલ ૨ (બે) લાખથી વધુ લાભાર્થી ખેડૂત કુટુંબોને કુલ રૂા. ૯૭૩.૨૨ કરોડથી વધુની સહાય ડી.બી.ટી. મારફત તેમના બેંક ખાતામાં ચુકવણી કરવામાં આવેલ છે.
અમરેલી જિલ્લામાં “પી.એમ કિસાન ઉત્સવ દિવસ”ની ઉજવણી જિલ્લા ક્ક્ષાએ -અમરેલી ખાતે અને ૩૪ જિલ્લા પંચાયત શીટ દિઠ -બે કાર્યક્રમ -એમ કુલ મળી ૬૮ કાર્યક્રમ નુ આયોજન જિલ્લા /તાલુકા વહીવટી તંત્ર દ્રારા આયોજન કરવામાં આવેલ છે.
જે અંતર્ગત અમરેલી જિલ્લામાં ૧,૯૩ લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂા. ૩૮.૭૧ કરોડથી વધુની સહાય તેમના બેન્ક એકાઉન્ટમાં જમા થનાર છે.
આ કાર્યક્રમમાં ૫૧૦૦થી વધુ વિવિધ યોજનાઓના લાભાર્થીઓને કુલ ૧૩.૦૦ કરોડની સહાયના સહાય મંજુરી પત્ર સ્થળ પર માન. મહાનુભવો/પદાધિકારીશ્રીઓના વરદ હસ્તે વિતરણ કરવામાં આવશે.
અમરેલી જિલ્લાનાં કુલ ૩૪ જિલ્લા પંચાયત શીટ દિઠ બે કાર્યક્રમ એમ કુલ ૬૮ જગ્યાઓએ કાર્યક્રમનુ આયોજન થયેલ છે જેમાં ખેતી ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરેલ ૩૪૦ થી વધુ પ્રગતિશિલ ખેડૂતોનુ સમ્માન કરવામાં આવશે.
ભારત સરકારશ્રી દ્વારા ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે ખેડૂત કુટુંબોને સહાયરૂપ થવા માટે “પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના” તા.૦૧.૦૨.૨૦૧૯ થી જાહેર કરવામાં આવેલ છે.
આ યોજનામાં ખેડૂત કુટુંબને પ્રતિ વર્ષ રૂ.૬૦૦૦/- સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડી.બી.ટી.) ના માધ્યમથી મળવાપાત્ર થાય છે, જે ત્રણ સમાન હપ્તામાં ચાર માસના અંતરે ચુકવવામાં આવે છે.
અગાઉ આ યોજના હેઠળ ખેડૂત કુટુંબના તમામ સભ્યોની સંયુકત માલિકીની ખેડાણલાયક જમીન બે હેકટર સુધી હોય તેવા ખેડૂત કુટુંબને સહાય આપવામાં આવતી હતી, જેમાં તા:૦૭.૦૬.૨૦૧૯ થી બે હેકટરની મર્યાદા દૂર કરી તમામ ખેડૂતોનો સમાવેશ કરવામાં આવેલ છે.
માન.વડાપ્રધાનશ્રી દ્રારા પીએમ કિસાન સન્માન નિધી (PM-KISAN) યોજના અંતર્ગત અત્યાર સુધીમાં દેશમાં ૧૧ કરોડથી વધુ ખેડૂત પરિવારોને ૧૯ હપ્તાઓ દ્વારા રૂ. ૩.૬૯ લાખ કરોડથી વધુની સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે.
“પી એમ કિસાન સમ્માન નિધિ" યોજનાનો ૨૪મો હપ્તો માન. વડાપ્રધાનશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના ભીલડી મુકામે ખાતે ૩૦ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ રીલીઝ કરવા માટેના “પી એમ કિસાન ઉત્સવ દિવસ " રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું જીવંત પ્રસારણ (Live Telecast) દેશના તમામ રાજ્યોમાં કરવામાં આવનાર છે.
જેમાં માન વડાપ્રધાનશ્રીના સંવાદ કાર્યક્રમનું જીવંત પ્રસારણનું આયોજન કરવામાં આવેલ છે.
રાજ્યમાં આ કાર્યક્રમના ભાગરૂપે જિલ્લા કક્ષાના કાર્યક્રમો જિલ્લા વહીવટ તંત્રએ નિયત કરેલ જગ્યાએ યોજાનાર છે. આ ઉપરાંત જિલ્લા પંચાયત સીટ દીઠ ૨(બે) કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.
જિલ્લા કક્ષાના કાર્યક્રમોમાં માન. મંત્રીશ્રીઓ, માન. સાંસદશ્રીઓ, માન. ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી તથા અન્ય પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહી ખેડૂતોનો ઉત્સાહ વધારશે.
આ કાર્યક્રમમાં પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થીઓ તેમજ કેન્દ્ર અને રાજય સરકારની કૃષિ વિભાગની વિવિધ યોજનાઓ હેઠળના લાભાર્થી, પ્રગતિશીલ ખેડૂતોને પણ સન્માનિત કરવાનું આયોજન છે.
જો કોઇ તા.૦૧.૦૨.૨૦૧૯ પહેલાના જમીન ધારકના મૃત્યુના કારણે વારસાઇથી જમીન ધારણ કરેલ હોય તેવા લાભાર્થીઓ, હાલ યોજનાનો લાભ મેળવવા રજીસ્ટ્રેશન કરી શકે છે.
અગાઉ બે દાયકા પહેલાના સમયમાં એક રૂપિયો ઘસાતો ઘસાતો ખેડૂત સુધી પૈસો થઇને પહોંચતો હતો. હાલ આ સહાય પૂરેપૂરી સીધી ખેડૂતના બેંક ખાતામાં ડીબીટીના માધ્યમથી જમા થાય છે. જેના માટે ખેડૂતને કોઇ કચેરીના ધક્કા ખાવા પડતા નથી.
સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં ૧૧ કરોડથી વધુ ખેડૂત પરિવારોને જુદાં-જુદાં ૨૩હપ્તાઓ દ્વારા કુલ રૂ. ૪,૪૭,૦૦૦ કરોડથી વધુની સહાય ડી.બી.ટી. મારફત તેમના બેંક ખાતામાં ચુકવણી કરવામાં આવેલ છે.
૩૦ ઓકટોબર, ૨૦૨૬ના રોજ ૨૪મા હપ્તા પેટે સમગ્ર દેશના ૯.૩૪ કરોડથી વધુ ખેડૂત પરિવારોને રૂ. ૧૮,૬૮૦ કરોડથી વધુની સહાય ડી.બી.ટી. મારફત તેમના બેન્ક એકાઉન્ટમાં ચુકવણી કરવામાં આવનાર છે.
જે અંતર્ગત ગુજરાત રાજયના ૫૨.૩૩ લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂા.૧૦૫૧ કરોડથી વધુની સહાય તેમના બેન્ક એકાઉન્ટમાં જમા થનાર છે.
જે પૈકી ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી ૧ થી ૨૩ હપ્તાઓ મળી રાજ્યના કુલ ૬૯.૨૬ લાખથી વધુ લાભાર્થી ખેડૂત કુટુંબોને કુલ રૂા. ૨૪,૧૩૭ કરોડથી વધુની સહાય ડી.બી.ટી. મારફત તેમના બેંક ખાતામાં ચુકવણી કરવામાં આવેલ છે.
જે પૈકી અમરેલી જિલ્લામાં અત્યાર સુધી ૧ થી ૨૩ હપ્તાઓ મળી રાજ્યના કુલ ૨ (બે) લાખથી વધુ લાભાર્થી ખેડૂત કુટુંબોને કુલ રૂા. ૯૭૩.૨૨ કરોડથી વધુની સહાય ડી.બી.ટી. મારફત તેમના બેંક ખાતામાં ચુકવણી કરવામાં આવેલ છે.
જે અંતર્ગત અમરેલી જિલ્લામાં ૧,૯૩ લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂા. ૩૮.૭૧ કરોડથી વધુની સહાય તેમના બેન્ક એકાઉન્ટમાં જમા થનાર છે.
આઇ.ટી. ટેકનોલોજીનો કૃષિમાં ઉપયોગ
ફાર્મર રજીસ્ટ્રીમાં આધાર આઈડી ની જેમ ૧૧ ડિજિટનો યુનિક ફાર્મર આઈડી આપવા માટે ખેડૂત ખાતેદારના લેંડ રેકર્ડને યુનિક આઈડી સાથે લીંક કરવાનું કામ ચાલુ છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ લગત વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ રાજ્યના તમામ ખેડૂતોને સરળ, પારદર્શક અને સમયસર પૂરો પાડવાનો છે.
જેમાં ફાર્મર રજીસ્ટ્રી હેઠળ ખેડૂતોની નોંધણી કરનાર ગુજરાત રાજ્ય દેશમાં પ્રથમ ક્રમાંકે હતું. અત્યાર સુધી રાજ્યના ૫૬ લાખથી વધુ ખેડૂતોની નોંધણી ફાર્મર રજીસ્ટ્રી હેઠળ કરવામાં આવેલ છે. કૃષિ વિભાગ દ્વારા જિલ્લા વિસ્તરણ તંત્ર મારફત વધુમાં વધુ ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
ભવિષ્યમાં યુનિક ફાર્મર આઈડી ખેડૂતોને ખાતર વેચાણ, યોજનાકીય સહાય, ટેકાના ભાવે ખરીદી જેવી બાબતોમાં ઉપયોગી થશે. જેથી ફાર્મર રજીસ્ટ્રી હેઠળ રાજ્યના તમામ ખેડૂતોને અચૂક નોંધણી કરાવવા આ કાર્યક્રમના માધ્યમથી મારો અનુરોધ છે.
રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષથી નવું આઇ ખેડૂત પોર્ટલ ૨.૦ વિકસાવવામાં આવ્યું છે.
રાજ્ય સરકારશ્રી દ્વારા કૃષિ ભવન, ગાંધીનગર ખાતે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે.
ખેડુતોના વિકાસ અને કૃષિ પ્રવૃતિને વેગ મળે તે માટે ડિજિટલ કૃષિને મજબૂત બનાવતી પહેલમાં આ પ્રોજેકટમાં “કૃષિ પ્રગતિ” કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર, “કૃષિ પ્રગતિ” વેબ પોર્ટલ અને “કૃષિ પ્રગતિ” મોબાઇલ એપ્લીકેશન તૈયાર કરવામાં આવેલ છે.
જે થકી ખેડૂતોના રોજ-બરોજના ખેતી વિષયક કાર્યોમાં ઉદભવતા પ્રશ્નો/મુઝવણોનો સત્વરે અને સચોટ નિકાલ થશે.
કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખેડૂતોને સચોટ અને સમયસરની સલાહ પૂરી પાડશે, સતત ખેડૂતો અને અધિકારીઓ સાથે જોડાયેલું રહશે, જેથી કૃષિ સંબંધિત દરેક પ્રશ્ન માટે ઝડપી અને અસરકારક નિદાન મળી શકે.
ખેડૂતોના રોગ જીવાતના પ્રશ્નો અન્વયે સેન્ટર ખાતે નિયત કરેલ કૃષિ નિષ્ણાતો મારફત ખેડૂતોને રોગ જીવાતની સચોટ માહિતી અને નિવારણના પગલાંઓની જાણકારી “કૃષિ પ્રગતિ” મોબાઈલ એપ મારફત આપવામાં આવશે.
મોબાઈલ એપ થકી મળનાર રોગ જીવાતના વિસ્તારોની લોકેશન થકી ઓળખ થયેલ વિસ્તારો ની સબંધિત જિલ્લા ના અધિકારીઓ ને એલર્ટ મોકલી તે વિસ્તારમાં ત્વરિત નિવારણના પગલાં માટે સૂચના આપી શકાશે.
હાલના આ સ્માર્ટ યુગમાં રાજ્યના દરેક ખેડૂતના સ્માર્ટફોનમાં આ “કૃષિ પ્રગતિ” મોબાઈલ એપ ડાઉનલોડ કરેલી હોવી જ જોઇએ. જો ના કરેલ હોય તો આજે જે આ એપ ડાઉનલોડ કરી લેશો. જેથી રાજ્ય સરકારના કૃષિ અને ખેડૂત હિતલક્ષી આવા પ્રોજેક્ટોનો લાભ મેળવી શકો અને ખરા અર્થમાં મારા રાજ્યનો ખેડૂત સ્માર્ટ કહેવાય.
ટ્રેક્ટર અને કૃષિ યાંત્રિકીકરણના વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય માટેની યોજનાના બજેટમાં માતબર વધારો :
ખેડથી લઇ કાપણી અને થ્રેસીંગ સુધીના દરેક કાર્યો વૈજ્ઞાનિક ઢબે સમયસર પૂર્ણ કરવા, ખેત મજુરોની અછતને પહોંચી વળવા કૃષિમાં યાંત્રિકરણના ઉપયોગને સરકારે હંમેશા પ્રાયોરીટી આપી છે જે માટે ચાલુ વર્ષે ૪૨,૧૭૭ લાભાર્થી ખેડૂતોને ૧૨૩ કરોડથી વધુની રકમની ઓનલાઇન પૂર્વ મંજૂરી આપવામાં આવેલ છે જે મુજબ ખેડૂતો સાધનની ખરિદિ કરીને સહાય મેળવી શકશે.
ટ્રેક્ટર ખરીદી માટે સહાયનું ધોરણ રૂ. ૪૫,૦૦૦/- થી રૂ.૬૦,૦૦૦/- હતું જે વધારીને વર્ષ ૨૦૨૫-૨૬ થી રૂ. ૧,૦૦,૦૦૦/- કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જે પૈકી ચાલુ વર્ષે અમરેલી જિલ્લાના કુલ ૪૫૦૦થી વધુ અરજદાર ખેડુતોને નવિન આઇ. ખેડુત પોર્ટલ ૨.૦ દ્વારા રૂ. ૩૫ કરોડની નવા ટ્રેકટર ખરીદી માટે ખેતીવાડી શાખા દ્વારા પૂર્વ મંજૂરી આપવામાં આવેલ છે જે પાત્રતા ધરાવતા કુલ ૧૨૯૦ ખેડૂતોને ૧૨.૯૦ કરોડની ચુકવણી પુર્ણ કરેલ છે.
પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનામાં સહાયનું ધોરણ રૂ. ૭૫,૦૦૦થી વધારીને એક લાખ થી બે લાખ કરવામાં આવેલ છે.
જે પૈકી ચાલુ વર્ષે અમરેલી જિલ્લાના કુલ ૭૪૬ અરજદાર ખેડુતોને નવિન આઇ. ખેડુત પોર્ટલ ૨.૦ દ્વારા રૂ. ૬.૬૨ કરોડની પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના માટે ખેતીવાડી શાખા દ્વારા પૂર્વ મંજૂરી આપવામાં આવેલ છે.
કિસાન પરિવહન યોજના અંતર્ગત માલ વાહક વાહન ઉપરાંત ટ્રેક્ટર ટ્રેલરનો નવા ઘટક તરીકે ૩૫૦ થી વધુ ખેડૂતોને મંજૂરી આપવામાં આવેલ છે.
આજે પંજાબ અને હરિયાણા જેવા રાજ્યમાં પરારી બાળવાના કારણે હવા પ્રદુષણના જે પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે, તેના સ્થાને ગુજરાત રાજ્યના ખેડૂતો બેલરના ઉપયોગથી ડાંગર અને ઘઉંના પરાળની ગાંસડીઓ બનાવી ગાંસડી દીઠ ૫૦ થી ૬૦ રૂપિયાની આવક મેળવી રહ્યા છે અને પર્યાવરણનું રક્ષણ કરે છે. તે જ રીતે કંબાઇન હાર્વેસ્ટર, થ્રેસર, રોટાવેટર, ઓટોમેટીક ઓરણી જેવા સાધનો ઉપલબ્ધ થવાને કારણે ખેતી કાર્યમાં ખૂબ ઝડપ આવેલી છે અને ઓછા ખર્ચે ખેતી કાર્ય પૂર્ણ થઈ રહેલ છે.
રાજય સરકારશ્રી દ્રારા ખાતેદાર ખેડુત અક્સ્માત વીમા યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ૩૭૩૩૧ જેટલા દાવાઓ મંજુર કરી રૂ. ૪૮૦.૬૩ કરોડથી વધુની સહાયની ચુકવણી કરવામાં આવેલ છે.
નેનો ફર્ટીલાઇઝ૨ અને નવીન ડ્રોન ટેકનોલોજી
હાલના સમયમાં ખેડૂતો રાસાયણિક ખાતરોનો અતિરેક ભર્યો ઉપયોગ કરી રહ્યા છે. અને રાસાયણિક ખાતરના આડેધડ ઉપયોગથી જમીન, પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય – તમામને નુકશાન થઇ રહ્યું છે.
આપ સૌ ખેડૂતોને અંદાજ પણ નહીં હોય કે કેન્દ્ર સરકાર બે (૨) લાખ કરોડથી વધુની વાર્ષિક સબસીડી દેશના ખેડૂતોને રાસાયણિક ખાતર માટે આપી રહી છે. યુરિયા જેવા ખાતરો બહારથી આયાત કરવા પડે છે.
ખાતરો માટે સ્વનિર્ભર બનવા નેનો ફર્ટીલાઇઝર તરફ વળવું અને પ્રાકૃતિક ખેતી અપનાવવી એ જ એક ઉપાય છે.
કૃષિ પાકોમાં છંટકાવ માટે ડ્રોન ટેકનોલોજીનો વધુનો વધુ વપરાશ વધે એ માટે ભારત સરકારશ્રી દ્વારા “ડ્રોન દીદી” યોજના પણ દાખલ કરવામાં આવેલી છે. જેમાં મહિલાઓના સશક્તિકરણ સાથે સ્વરોજગારી વધે તે તેનો મુખ્ય ઉદ્દેશ છે.
યોજના હેઠળ સહાય મેળવવા આપ સૌ ખેડૂતો મળી ડ્રોન દ્વારા છંટકાવ કરતી સંસ્થાઓનો સંપર્ક કરી પોતાના ખેતરમાં છંટકાવ કરાવી અસરકારક પરિણામો મેળવી શકો છે.
સમગ્ર દેશમાં અને રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે.
સમગ્ર દેશમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ વધારવા માટે ભારત સરકાર દ્વારા નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અમલમાં મુકવામાં આવેલ છે. જેમાં ત્રણ ગ્રામપંચાયત દીઠ એક ક્લસ્ટરની રચના કરી દરેક ક્લસ્ટરમાં ખેડૂત જાગૃતિ તથા તાલીમોનું આયોજન કરવામાં આવી રહેલ છે.
દરેક ક્લસ્ટરને એક તાલીમ સંસ્થા જેવી કે કૃષિ યુનિવર્સીટી, તેના સંશોધન કેન્દ્રો, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો તથા સ્થાનિક તાલીમ સંસ્થાઓ સાથે જોડવામાં આવેલ છે.
જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરવા ઇચ્છતા ખેડૂતોને પ્રેકટીકલ તાલીમ મળે તે માટે ૧૨૭ જેટલા મોડલ ફાર્મનું નિર્માણ કરવામાં આવેલ છે.
ખેડૂતો પાસે દેશી ગાય ન હોય તેઓને બીજામૃત, જીવામૃત,ઘન જીવામૃત તેમજ રોગ-જીવાત નિયંત્રણ માટે બ્રહમાસ્ત્ર, નિમાસ્ત્ર વિગેરે જેવા બાયો ઇનપુટ મળી રહે તે માટે બાયો ઇનપુટ રીસોર્સ સેન્ટર ઉભા કરવામાં સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
મિત્રો આજે સમાજમાં ઝેર મુક્ત ઉત્પાદનો માટે એક જાગૃતતા આવેલી છે અને માંગમાં પણ સતત વધારો થઇ રહેલ છે.
સામાન્ય રીતે શાકભાજીમાં જંતુનાશક દવાઓનો ખુબ ઉપયોગ થાય છે અને જંતુનાશક દવા છાંટ્યાના ટૂંક જ સમયમાં એને તોડી લઈ બજારમાં મૂકવામાં આવતું હોય છે. જે સ્વાસ્થય માટે ખુબ જોખમી અને હાનિકારક સાબિત થઇ શકે છે.
આ સંજોગોમાં શાકભાજી અને ફળ પાકોમાં વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી અપનાવાય તે હિતાવહ છે. જેથી કરી પોષણયુક્ત અને ઝેરમુક્ત શાકભાજી અને ફળફળાદી ઉપલબ્ધ થઈ શકે.
રાજય સરકારશ્રી દ્વારા પ્રાકૃતિક કૃષિ અંતર્ગત તૈયાર થયેલ કૃષિ ઉત્પાદનોની એક અલગ જ ઓળખ ઉભી થાય તથા ઉપભોકતાઓનો વિશ્વાસ વધે તે હેતુસર પ્રાકૃતિક કૃષિ ભારત (પ્રભા) બ્રાન્ડ નક્કી કરવામાં આવેલ છે.
સ્માર્ટ અને પ્રિસીઝન ફાર્મિંગ :
અંતર્ગત ખેતીમાં આપવાના થતા રાસાયણિક ખાતર, પાણી વગેરેની માપણી કરતા ઓટોમેટીક યંત્રો ઉપલબ્ધ થયેલ છે કે જે જમીનમાં ભેજની અછત સમયે અને પાકની તત્વોની જરૂરિયાત આધારિત ઓટોમેટિક ગણતરી કરી અને છોડને પાણી અને જરૂરી
મિલેટસ :
આંતરરાષ્ટ્રીય મિલેટ ઇયરની ઉજવણીના કારણે લોકોમાં શારીરિક રોગપ્રતિકારકતા વધારવામાં અને વિવિધ તત્વોની ઉણપને દૂર કરનાર મિલેટ્સ પરત્વે જાગૃતિ વધેલ છે અને તેની માંગમાં ખુબ વધારો થયેલો છે. ખેડુતો ઓછી ઉપજાવ જમીનમાં મિલેટ્સ ઉગાડી મિલેટ્સના ઉત્પાદનમાં વધારો કરી શકે છે. ઘણી બધી ખાનગી કંપનીઓ દ્વારા મિલેટ્સ આધારિત પાપડ, ફ્રાયમ્સ, બિસ્કીટ જેવી અનેકવિધ વસ્તુઓનું ઉત્પાદન પણ શરૂ કરવામાં આવેલું છે. રાજ્ય સરકાર દ્વારા પણ યોજના અમલમાં છે.
એફ.પી.ઓ. :
ખેડૂતો દ્વારા એફ.પી.ઓ. દ્વારા સંગઠનો બનાવી અને પોતાના કૃષિ ઉત્પાદનોને વેલ્યુ એડીશન, ગ્રેડિંગ શોર્ટિંગ કે પ્રોસેસિંગ કરી પોતાના જ ખેત ઉત્પાદનોનું વ્યવસ્થાપન કરી વેચાણ કરે, આર્થિક ફાયદો મેળવી શકે તે માટે ભારત સરકારશ્રી અને રાજ્ય સરકારશ્રી દ્વારા યોજના દાખલ કરેલી છે. આજે રાજ્યમાં ૪૨૦ થી વધુ એફપીઓ સ્થપાયેલા છે. જેમાં કેટલાક એપીઓ તો માત્ર પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો સાથે સંકળાયેલા છે.
ગુજરાત રાજ્યની દેશમાં ભાગીદારી ....
રાષ્ટ્રીય સ્તરે ગુજરાતના ખેતી પાકોના સ્થાનની વાત કરીએ તો
દિવેલા પાકમાં વાવેતર, ઉત્પાદન અને પ્રતિ હેક્ટર ઉત્પાદનમાં પ્રથમ સ્થાને,
મગફળી પાકમાં વાવેતર અને ઉત્પાદનમાં પ્રથમ સ્થાને અને મગફળી પ્રતિ હેક્ટર ઉત્પાદનમાં દ્વિતીય સ્થાને
કપાસના ઉત્પાદન અને પ્રતિ હેક્ટર ઉત્પાદનમાં પ્રથમ સ્થાને અને કપાસના વાવેતરમાં દ્વિતીય સ્થાને,
ચણા, સોયાબીન અને રાયડાના પ્રતિ હેક્ટર ઉત્પાદનમાં પ્રથમ સ્થાને,
તલ પાકના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને અને પ્રતિ હેક્ટર ઉત્પાદનમાં દ્વિતીય સ્થાને
બાજરીના પ્રતિ હેક્ટર ઉત્પાદનમાં દ્વિતીય સ્થાને,
ગુજરાત પાસે દેશ-વિદેશમાં પ્રસિદ્ધિ પામેલ કૃષિની પ્રોડક્ટ્સ છે જેને વૈશ્વિક સ્તરે આગવું સ્થાન અને GI-Tag મળેલ છે. જેમાં ભાલીયા ઘઉં, ગીરની કેસર કેરી, કચ્છી ખારેક સાથે નવસારી જિલ્લાના “અમલસાડી ચીકુ” નો પણ સમાવેશ થાય છે.
રાષ્ટ્રીય સ્તરે ગુજરાતના બાગાયતી પાકોના સ્થાનની વાત કરીએ તો ગુજરાત ફળ પાકોના ઉત્પાદનમાં સમગ્ર દેશમાં ચોથા ક્રમે, શાકભાજી પાકોના ઉત્પાદનમાં છઠ્ઠા કમે તેમજ મસાલા પાકોના ઉત્પાદનમાં ત્રીજા ક્રમે છે.
પપૈયા, ચીકુ, લીંબુ, ભીંડા અને વરિયાળીના વાવેતર વિસ્તારમાં દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે.
વધુમાં પપૈયા, ચીકુ, અને ભીંડાના ઉત્પાદનમાં દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે. જયારે બટાટાની ઉત્પાદકતામાં પ્રથમ અને ડુંગળીની ઉત્પાદકતામાં દ્વીતીય સ્થાન ધરાવે છે.
જય જય ગરવી ગુજરાત
જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન અને જય અનુસંધાન