Loading Date... Gold 24K: ₹90,837 | Silver 1kg: ₹107,173 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

મરેલી જિલ્લામાં તા. ૩૦ ઓક્ટોબરના રોજ "પી.એમ. કિસાન ઉત્સવ દિવસ"ની ઉજવણી અંતર્ગત જિલ્લા અને તાલુકા કક્ષાએ વિવિધ કાર્યક્રમો યોજાશે

મરેલી જિલ્લામાં તા. ૩૦ ઓક્ટોબરના રોજ "પી.એમ. કિસાન ઉત્સવ દિવસ"ની ઉજવણી અંતર્ગત જિલ્લા અને તાલુકા કક્ષાએ વિવિધ કાર્યક્રમો યોજાશે
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

ખેડૂતોની આવક વધારવા અને તેમને આર્થિક સહાય પૂરી પાડવાના હેતુથી અમલમાં મૂકવામાં આવેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (પી.એમ.-કિસાન) યોજના અંતર્ગત યોજનાનો ૨૪મો હપ્તો તા.

ખેડૂતોની આવક વધારવા અને તેમને આર્થિક સહાય પૂરી પાડવાના હેતુથી અમલમાં મૂકવામાં આવેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (પી.એમ.-કિસાન) યોજના અંતર્ગત યોજનાનો ૨૪મો હપ્તો તા. ૩૦ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ જાહેર કરવામાં આવશે. માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતે રાષ્ટ્રીય કક્ષાના "પી.એમ. કિસાન ઉત્સવ દિવસ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના અનુસંધાને અમરેલી જિલ્લામાં પણ જિલ્લા અને તાલુકા કક્ષાએ વિવિધ કાર્યક્રમો યોજાશે.

અમરેલી જિલ્લામાં યોજાનારા કાર્યક્રમ અંતર્ગત ૧.૯૩ લાખથી વધુ ખેડૂત પરિવારોના બેંક ખાતામાં રૂ. ૩૮.૭૧ કરોડથી વધુની સહાય જમા કરવામાં આવશે. આ ઉપરાંત, વિવિધ સરકારી યોજનાઓના ૫,૧૦૦થી વધુ લાભાર્થીઓને કુલ રૂ. ૧૩ કરોડની સહાયના મંજૂરીપત્રો મહાનુભાવો અને પદાધિકારીઓના હસ્તે વિતરણ કરવામાં આવશે. ખેતી ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનારા ૩૪૦થી વધુ પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન પણ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ફેબ્રુઆરી-૨૦૧૯થી અમલમાં છે. આ યોજના હેઠળ પાત્ર ખેડૂત પરિવારોને દર વર્ષે રૂ. ૬,૦૦૦ની સહાય ત્રણ સમાન હપ્તામાં, દર ચાર મહિને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડી.બી.ટી.)ના માધ્યમથી સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં ૧૧ કરોડથી વધુ ખેડૂત પરિવારોને યોજનાના પ્રથમ ૨૩ હપ્તાઓ હેઠળ કુલ રૂ. ૪.૪૭ લાખ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે.

તા. ૩૦ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ જાહેર થનારા ૨૪મા હપ્તા હેઠળ દેશના ૯.૩૪ કરોડથી વધુ ખેડૂત પરિવારોને રૂ. ૧૮,૬૮૦ કરોડથી વધુની સહાય ડી.બી.ટી.ના માધ્યમથી ચૂકવવામાં આવનાર છે. ગુજરાત રાજ્યમાં પણ ૫૨.૩૩ લાખથી વધુ ખેડૂત પરિવારોના બેંક ખાતામાં રૂ. ૧,૦૫૧ કરોડથી વધુની સહાય જમા થનાર છે. રાજ્યમાં પ્રથમથી ૨૩મા હપ્તા સુધીમાં ૬૯.૨૬ લાખથી વધુ લાભાર્થી ખેડૂત પરિવારોને કુલ રૂ. ૨૪,૧૩૭ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે.

બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતે યોજાનારા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં ભારતના માનનીય વડાપ્રધાનશ્રીના હસ્તે રૂ. ૩૨૮.૭૭ કરોડના ખર્ચે ભારત બોવાઈન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર (BBRC) સંકુલનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ ઉપરાંત, બનાસ ડેરીના થરાદ અને રાધનપુર ખાતેના બે કમ્પ્રેસ્ડ બાયોગેસ (CBG) પ્લાન્ટનું ભૂમિપૂજન તેમજ બનાસ ડેરીના નવા પોટેટો એક્સપાન્શન અને UHT-ASRS પ્રકલ્પોનું ઈ-ઉદ્ઘાટન પણ કરવામાં આવશે.

રાષ્ટ્રીય કક્ષાના આ કાર્યક્રમનું દેશનાં તમામ રાજ્યોમાં વેબકાસ્ટિંગ દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવશે. ખેડૂતો અને નાગરિકો pmindiawebcast.nic.in વેબસાઇટ પર કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળી શકશે. રાજ્યમાં જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, APMC, PACS, PMKSK અને FPO ખાતે પણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમોમાં મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, પંચાયતી રાજના પ્રતિનિધિઓ, અધિકારીઓ, વૈજ્ઞાનિકો તથા મોટી સંખ્યામાં ખેડૂતો સહભાગી થશે.

આમ, જિલ્લામાં કુલ ૬૮ સ્થળોએ કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમો દ્વારા ખેડૂતોને સરકારની વિવિધ યોજનાઓની માહિતી, આર્થિક સહાય અને કૃષિ ક્ષેત્રે પ્રોત્સાહન પૂરું પાડવાની સાથે પ્રગતિશીલ ખેડૂતોની કામગીરીને બિરદાવવામાં આવશે.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)