ભાવનગરમાં પ્રથમવાર ભારતીય વાયુસેનાના પ્રખ્યાત ‘સૂર્યકિરણ’ એર-શોનું આયોજન તા. ૧ નવેમ્બર ૨૦૨૬ ને
રવિવારના રોજ સવારે 9 વાગ્યે થવા જઈ રહ્યું છે ત્યારે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા દ્વારા એર- શો
અંગેની તૈયારીઓ માટે અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક સર્કિટ હાઉસ ખાતે યોજી હતી.
આ તકે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા એ જણાવ્યું હતું કે આ આયોજનથી ભાવનગરના ઇતિહાસમાં
એક નવું પ્રકરણ ઉમેરાવાની સાથે નગરજનોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ભારતીય વાયુસેનાની
‘સૂર્યકિરણએરોબેટિક ટીમ આકાશમાં પોતાના અદભુત હવાઈ કરતબો અને શિસ્તબદ્ધ ઉડાન માટે જાણીતી છે. ટીમના
વિમાનો દ્વારા આકાશમાં વિવિધ રચનાઓ અને રોમાંચક પ્રસ્તુતિઓ કરવામાં આવશે, જે બાળકો, યુવાઓ અને વડીલો
માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. ભાવનગરમાં ભવ્ય એર-શોના આયોજનથી ભારતીય વાયુસેનાની ક્ષમતા, સાહસ,
શિસ્ત અને રાષ્ટ્રસેવાની ભાવનાને નજીકથી જાણવાની તક મળશે ત્યારે મંત્રીશ્રીએ વિવિધ લાઈન ડિપાર્ટમેન્ટ ની આ
અંગે કરેલી તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત મંત્રીશ્રી એ જરૂરી સૂચનો પણ કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરીએ એર- શો ના આયોજન અને તૈયારીઓ અંગે માહિતી આપી
હતી.
બેઠકમાં મેયર શ્રીમતી ઉષાબેન તલરેજા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી અશોકભાઈ લાધવા, ધારાસભ્ય શ્રીમતી
સેજલબેન પંડ્યા, ડેપ્યુટી મેયરશ્રી અશોકભાઈ બારૈયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી કિશનભાઈ મહેતા, અગ્રણીશ્રી
કુમારભાઇ શાહ, નગરપાલિકાની કચેરીના કમિશનર શ્રી સુનીલ, નિવાસી અધિક કલેક્ટર એન. ડી. ગોવાણી સહિત
સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.