Loading Date... Gold 24K: ₹90,811 | Silver 1kg: ₹107,143 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

વિકસિત ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી-૨૦૨૬ અને RAMP પહેલ અંગે ભાવનગરમાં જિલ્લા આઉટરીચ કાર્યક્રમ યોજાયો

વિકસિત ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી-૨૦૨૬ અને RAMP પહેલ અંગે ભાવનગરમાં જિલ્લા આઉટરીચ કાર્યક્રમ યોજાયો
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

ભાવનગર કલેક્ટર કચેરી ખાતે આજે MSME કમિશનર શ્રીમતી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને વિકસિત ગુજરાતઇન્ડસ્ટ્રીયલ પોલિસી-૨૦૨૬, RAMP પહેલ અને ઔદ્યોગિક એસોસિએશનોની રજૂઆતો સંદર્ભે જિલ્લા આઉટરીચકાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી દ્વારા તા.

ભાવનગર કલેક્ટર કચેરી ખાતે આજે MSME કમિશનર શ્રીમતી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને વિકસિત ગુજરાત

ઇન્ડસ્ટ્રીયલ પોલિસી-૨૦૨૬, RAMP પહેલ અને ઔદ્યોગિક એસોસિએશનોની રજૂઆતો સંદર્ભે જિલ્લા આઉટરીચ

કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી દ્વારા તા. ૧૫ જૂન, ૨૦૨૬ના રોજ જાહેર કરવામાં આવેલી વિકસિત ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ

પોલિસી-૨૦૨૬ અંતર્ગત નાના અને મધ્યમ ઉદ્યોગોને મળવાપાત્ર વિવિધ નાણાકીય સહાય તથા પ્રોત્સાહનો અંગે

MSME કમિશનરશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત, RAMP પહેલ હેઠળ ભાવનગર જિલ્લામાં હાથ ધરવામાં

આવેલી કામગીરી અને ઉદ્યોગોના વિકાસ માટે ઉપલબ્ધ તકો અંગે માહિતી આપવામાં આવી હતી.

આ પ્રસંગે શ્રીમતી ક્ષિપ્રા આગ્રેએ ઉદ્યોગકારોને સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા તેમજ નવા ઉદ્યોગોની

સ્થાપના અને હાલના ઉદ્યોગોના વિસ્તરણ માટે ઉપલબ્ધ તકોનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. ઔદ્યોગિક

એસોસિએશનો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોના નિરાકરણ માટે સંબંધિત સરકારી કચેરીઓ અને વિભાગો સાથે

સંકલન સાધીને જરૂરી કાર્યવાહી કરવા પણ તેમણે ખાતરી આપી હતી.

કાર્યક્રમમાં જિલ્લાના સંબંધિત અધિકારીઓ અને ઔદ્યોગિક એસોસિએશનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)