અમરેલી તા.૨૬ ઓક્ટોબર,૨૦૨૬ – અમરેલી શહેરમાં બિનાકા ચોકથી સોમનાથ મંદિર સુધી રોડ બનાવવાનો હોય,
આથી તમામ વાહન ચાલકોએ વૈકલ્પિક રૂટ અનુસરવાના રહેશે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ ગુજરાત પોલીસ
અધિનિયમ-૧૯૫૧ની કલમ ૩૩(૧)(બી) વૈકલ્પિક રૂટ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
વૈકલ્પિક રૂટ-૧ મુજબ રાધેશ્યામ ચોકડીથી સોમનાથ મંદિર થઈ લાઠી રોડ તરફ જતા ભારે વાહનોએ રાધેશ્યામ ચોકડીથી
સાવરકુંડલા ચોકડી થઈ લાઠી રોડ પરથી પસાર થવાનું રહેશે.
વૈકલ્પિક રૂટ-૨ મુજબ જકાતનાકા તરફથી આવતા-જતા વાહનો સોમનાથ મંદિર થઈ લાઠી રોડ ચોકડી બાજુ જતા ભારે
વાહનોએ જકાતનાકાથી સોમનાથ મંદિરથી રાધેશ્યામ ચોકડીથી લાઠી રોડ પરથી પસાર થવું.
વૈકલ્પિક રૂટ-૩ મુજબ જકાતનાકા તેમજ રાધેશ્યામ ચોકડી તરફ આવતા નાના વાહનો સેન્ટર પોઈન્ટ સુધી જવા
જકાતનાકા તેમજ રાધેશ્યામ ચોકડીથી આવતા નાના વાહનો સોમનાથ મંદિરથી જુના જેલ તરફથી બી.આ.પી.એસ મંદિર
પાસે થઈ સેન્ટર પોઈન્ટ પરથી પસાર થવું.
વૈકલ્પિક રૂટ-૪ મુજબ ચાવંડ તેમજ લાઠી સાઇડથી સેન્ટર પોઈન્ટથી સોમનાથ મંદિર તરફ આવતા મોટા વાહનોએ લાઠી
ચોકડીથી રાધેશ્યામ ચોકડીથી સોમનાથ મંદિર રોડ પરથી પસાર થવાનું રહેશે.
આ જાહેરનામું તા. ૨૭.૧૧.૨૦૨૬ સુધી અમલમાં રહેશે. હુકમના ભંગ બદલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની
કલમ ૧૩૧ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
ધર્મેશ વાળા ૦૦૦૦૦૦૦૦૦
સમાચાર સંખ્યા ૮૭૬-૮૪
અમરેલી જિલ્લામાં દિવાળી તહેવારો દરમિયાન ફટાકડા વેચાણ અને ફટાકડા ફોડવા અંગે પ્રતિબંધાત્મક
માર્ગદર્શિકા, સૂચનાઓ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
૦૦૦૦૦૦૦
અમરેલી તા. ૨૬ ઓક્ટોબર,૨૦૨૬ – દિવાળીના તહેવાર અને અન્ય તહેવારો દરમિયાન ફોડવામાં આવતા ફટાકડાંના
કારણે આગ કે અકસ્માતના બનાવો ન બને તે માટે સૂચનાઓ, માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ભારતીય નાગરિક
સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ ૧૬૩ અન્વયે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા ગ્રીન તથા માન્યતા પ્રાપ્ત ફટાકડા કે જે ઓછા એમિશન ઉત્પન્ન કરે છે તેના ઉત્પાદન અને વેચાણની
પરવાનગી આપવામાં આવેલ છે, આ સિવાયના તમામ પ્રકારના ફટાકડાના ઉત્પાદન અને વેચાણ પર નામ.સુપ્રિમકોર્ટ
દ્વારા પ્રતિબંધ મુકવામાં આવેલ છે. ભારે ઘોંઘાટવાળા ફટાકડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોવાથી તથા વધુ
પ્રમાણમાં હવાનું પ્રદૂષણ અને ઘન કચરો પેદા કરતા બાંધેલા ફટાકડા (Joint firecrackers, Series crackers or
Laris) પર નામ.સુપ્રિમ કોર્ટ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવેલ છે. ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સધારક વેપારીઓ દ્વારા
જ કરવાનું રહેશે. આ વેપારીઓએ સુપ્રીમ કોર્ટના તા.૨૩/૧૦/૨૦૧૮ ના આદેશ મુજબ માન્ય રાખવામાં આવેલ
ફટાકડાઓનું જ વેચાણ કરવાનું રહેશે તેમજ વિદેશી ફટાકડાની આયાત પ્રતિબંધિત થયેલ હોય જેથી કોઈપણ પ્રકારના
વિદેશી ફટાકડાની આયાત તથા વેચાણ પર પ્રતિબંધ મુકેલ છે. તમામ ઇ-કોમર્સ વેબસાઇટોને ઓનલાઇન તમામ પ્રકારના
ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મુકેલ છે.
ફટાકડા બનાવવા માટે બેરીયમનાં ઉપયોગ પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મુકેલ છે. દિવાળી તથા અન્ય તહેવારો કે જેમાં
ફટાકડા ફોડવામાં આવે છે તેમાં ફટાકડા રાત્રિના ૨૦:૦૦ થી ૨૨:૦૦ કલાક સુધી તેમજ નૂતન વર્ષનાં તહેવાર દરમિયાન
રાત્રીના ૨૩:૫૫ થી ૦૦:૩૦ કલાક સુધી જ ફોડી શકાશે. હાનિકારક ધ્વનિ પ્રદૂષણ રોકવા માટે માત્ર PESO સંસ્થા
દ્વારા અધિકૃત બનાવટવાળા અને માન્ય ધ્વનિ સ્તર (ડેસીબલ લેવલ)વાળા જ ફટાકડા વેચી/વાપરી શકાશે. PESO
સંસ્થા દ્વારા એવા અધિકૃત/માન્ય ફટાકડાના દરેક બોક્સ પર "PESO" ની સૂચના પ્રમાણેનું માર્કિંગ હોવું જોઈએ.
હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોની ૧૦૦ મીટરની ત્રિજ્યાના
વિસ્તારને સાયલેન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યાં કોઈપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહિ. કોઈપણ પ્રકારના
વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહિ, રાખી શકાશે નહિ કે વેચાણ કરી શકાશે નહિ. લોકોને અગવડ ઉભી ન થાય અને
કોઈ પણ ભયજનક પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે અમરેલી જિલ્લાના તમામ વિસ્તારોના બજારો, શેરીઓ,
ગલીઓ, જાહેર રસ્તાઓ, પેટ્રોલ પંપ, એલ.પી.જી. બોટલીંગ પ્લાન્ટ, એલ.પી.જી.ગેસના સ્ટોરેજ અન્ય સળગી ઉઠે તેવા
પદાર્થોને સંગ્રહ કરેલા ગોદામો તથા હવાઈ મથકની નજીક ફટાકડા દારૂખાનું ફોડી શકાશે નહિ. કોઈપણ પ્રકારના સ્કાય
લેન્ટર્ન (ચાઈનીઝ તુક્કલ/આતિશબાજી બલુન)નું ઉત્પાદન તથા વેચાણ કરી શકાશે નહિ તેમજ કોઈપણ સ્થળે ઉડાડી
શકાશે નહિ.
National Green Tribunal ના તા.૦૯/૧૧/૨૦૨૦ ના હુકમ મુજબ પ્રદૂષણનું પ્રમાણ વધે નહિ તે માટે
સાવચેતીનાં પગલા લેવા તથા માત્ર Green Crakers તથા ઓછા એમિશન કરે તેવા ફટાકડાનું ઉત્પાદન તથા વેચાણ
કરવાનું રહેશે. નામ. ગુજરાત હાઇકોર્ટ સમક્ષની રીટ પીટીશન (PIL) નં. ૨૫૩/૨૦૧૬ કેસમાં થયેલ નામદાર કોર્ટનાં
તા. ૧૩/૦૧/૨૦૧૭ ના આદેશ અનુસાર ચાઈનીઝ તુક્કલ/લેન્ટર્ન જેવા પ્રતિબંધિત સાધનસામગ્રીના ઉત્પાદન, વેચાણ,
સંગ્રહ પર પ્રતિબંધ રહેશે.
આ જાહેરનામું આગામી તા. ૨૫.૧૧.૨૦૨૬ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર સામે
ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ તથા 'EXPLOSIVE ACT, ૧૮૮૪' ની જોગવાઈઓ તેમજ
ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ જોગવાઈઓ હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તથા તે
હેઠળ સજાને પાત્ર થશે. આ હુકમનો ભંગ કરનાર ઇસમો સામે ફરીયાદ માંડવા માટે ફરજ પરના કોઈપણ હેડ કોન્સટેબલ
તથા તેનાથી ઉપરના અમરેલી જિલ્લાના પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવે છે.