Loading Date... Gold 24K: ₹90,811 | Silver 1kg: ₹107,143 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

ચાઈનીઝ કાચવાળી (કાચ પાયેલી) દોરી-તુક્કલ, ચાઈનીઝ માંઝા, પ્લાસ્ટીક દોરીના ખરીદ-વેચાણ સંગ્રહ પર પ્રતિબંધિત

ચાઈનીઝ કાચવાળી (કાચ પાયેલી) દોરી-તુક્કલ, ચાઈનીઝ માંઝા, પ્લાસ્ટીક દોરીના ખરીદ-વેચાણ સંગ્રહ પર પ્રતિબંધિત
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એ.એ ડોડિયાએ ભારતીય નાગરિક સુરક્ષાસંહિતાની કલમ-૧૬૩ અંતર્ગત પ્રતિબંધાત્મક આદેશ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.અમરેલી જિલ્લામાં ચાઈનીઝ માંઝા, નાયલોન પ્લાસ્ટિક દોરી, ગ્લાસ કોટેડ નાઇલોન થ્રેડ (કાચ પાયેલી) તથા અન્યહાનિકારક પદાર્થોથી કોટીં...

અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એ.એ ડોડિયાએ ભારતીય નાગરિક સુરક્ષા

સંહિતાની કલમ-૧૬૩ અંતર્ગત પ્રતિબંધાત્મક આદેશ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

અમરેલી જિલ્લામાં ચાઈનીઝ માંઝા, નાયલોન પ્લાસ્ટિક દોરી, ગ્લાસ કોટેડ નાઇલોન થ્રેડ (કાચ પાયેલી) તથા અન્ય

હાનિકારક પદાર્થોથી કોટીંગ ધરાવતી હોય તેવી દોરી તેમજ પતંગ ચગાવવા માટે ઉપયોગમાં લેવાતા હાનિકારક પદાર્થોના

વેચાણ, ખરીદી કે ઉપયોગ પ્રતિબંધિત છે.

જિલ્લામાં ચાઈનીઝ સ્કાય લેન્ટર્ન તુક્કલ, મીણના ચોસલા બળતણ તરીકે વપરાયા હોય, આગ ઉત્પન્ન કરે તેવા તુક્કલ,

પતંગ ઉડાડવાના હેતુસર ધાતુના તાર કે મેગ્નેટિક ઓડિયો ટેપ કે તેવી હાનિકારક કોઇ વસ્તુઓની ખરીદી, વેચાણ, બક્ષિસ

કે ભેટ તરીકે ઉપયોગ કરવી કે ઉડાડી શકશે નહિ. જિલ્લાના વેપારીઓ, વ્યક્તિ કે સંસ્થાઓએ આ બાબતે ધ્યાન રાખવાનું

રહેશે.

વ્યક્તિને જાનનું જોખમ થાય તેવી રીતે જાહેરમાર્ગ-રસ્તા-ફૂટપાથ, ભયજનક ધાબા-અગાશી-છત પર પતંગ ઉડાડવા નહિ કે

પતંગને પકડવા દોડવું નહીં.

જનતાની લાગણી દુભાય તે પ્રકારના ઉશ્કેરણીજનક લખાણો પતંગ પર લખવા નહિ, આવું લખાણ હોય તો તેવા પતંગ

ઉડાડવા નહીં. કપાયેલા પતંગ અને દોરાઓ મેળવવા માટે હાથમાં લાંબા ઝંડાઓ, વાંસના બાંબુઓ-પટ્ટીઓ, લોખંડ કે

કોઈપણ ધાતુના તારના લંગર બનાવીને આમ-તેમ શેરીઓ, ગલીઓ જાહેર રસ્તાઓ પર દોડાદોડી કરવા પર તેમજ

ટેલિફોન કે ઇલેક્ટ્રિકના તાર પર લોખંડ કે કોઈપણ ધાતુના તાર, લંગર નાખવા નહિ કે તારમાં ભરાઇ ગયા હોય તેવા પંતગ

કે દોરીઓ કાઢવા પ્રયત્નો કરવા નહિ.

જાહેર માર્ગો પર ઘાસચારાનું વેચાણ કરવું નહિ. જાહેર રસ્તા પર ગાય-પશુઓને ઘાસચારો નાખી ટ્રાફિક અવરોધવો નહિ.

જનતાને ત્રાસ થાય તે રીતે ખૂબ મોટા અવાજમાં લાઉડ સ્પીકર વગાડવા નહિ.

પતંગ ઉડાડવા-ચગાવવાના હેતુથી ચોખના લોટ, મેંદો, છોડ આધારિત ગુંદર અને અન્ય સમાન ઘટકો જેવા કુદરતી

એડહેસિવની મદદથી કાચના પાવડરનું કોટિંગ કરેલ ઓછી તીક્ષ્ણ શક્તિ ધરાવતો કોટન માંજો, જે સંપૂર્ણપણે તુટી શકે

તેવા હોય અને પરંપરાગત પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવેલા હોય તથા તેમાં તમામ ઘટકો-બાયોડિગ્રેડેબલ પદાર્થો હોવા

જોઈએ તથા કોટનના દોરા પર કોટીંગ માટેનો કાચનો પાવડર ૧૦ ટકાથી વધુ ન હોવો જોઈએ તથા કોટનના દોરા પર

કોટીંગ માટેનો કાચનો પાવડર ૧૦ ટકાથી વધુ ન હોવો જોઈએ, જ્યારે ઉકાળેલા ચોખાના સ્ટાર્ચ ૩૦ ટકા, મેંદો ૩૬ ટકા,

કુદરતી ગુંદર અને રંગ ૨૪ ટકા કોટેડ સામગ્રીનો હોઈ શકે તથા કાચનો પાવડર જે કોટીંગ પદાર્થનો ૧૦ ટકા હોઈ શકે છે,

પરંતુ કોટનના માંજાનું કુલ વજનના ૦૫ ટકાથી વધુ ન હોવું જોઈએ તેવો કોટનનો માંજો/દોરી વાપરી શકાશે.

આ હુકમ તા.૧૨ ડિસેમ્બર, ૨૦૨૬ સુધી અમલી રહેશે. હુકમનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની

કલમ-૨૨૩ની જોગવાઈઓ હેઠળ કાનૂની કાર્યવાહી થશે, તે સજાપાત્ર થશે.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)