સાવરકુંડલાના નુરાની નગર ખાતે રહેતા ફારૂક જીભાઈ જાદવનો મોબાઈલ ફોન વિજપડી ગામ ખાતે સાંજે આશરે ૪ વાગ્યાના સુમારે ગુમ થઈ ગયો હતો. આ અંગે તેમણે જનપ્રતિનિધિ ઉવૈજ કાદરી (સદસ્ય પ્રતિનિધિ, વોર્ડ નંબર ૯, સાવરકુંડલા નગરપાલિકા) નો સંપર્ક કરી સમગ્ર વિગતથી માહિતગાર કર્યા હતા.
જનપ્રતિનિધિ ઉવૈજ કાદરી દ્વારા આ બાબતે તાત્કાલિક સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. બનાવની ગંભીરતાને ધ્યાને લઈને સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પી.આઈ. સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ કર્મચારી ધર્મેશભાઈ રાઠોડ તથા સુરેશભાઈ કુંઢડીયા દ્વારા ત્વરિત અને સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.
પોલીસ ટીમની સતર્કતા અને પ્રશંસનીય કામગીરીના પરિણામે માત્ર ૨૪ કલાકના ટૂંકા ગાળામાં ગુમ થયેલો મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યો હતો અને તેના મૂળ માલિકને પરત સોંપવામાં આવ્યો હતો.
પોલીસની આ ઝડપી, નિષ્ઠાપૂર્વકની અને સરાહનીય કામગીરી બદલ સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નં. ૯ ના સદસ્ય પ્રતિનિધિ ઉવૈજ કાદરી દ્વારા સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પી.આઈ. સાહેબ તેમજ પોલીસ કર્મચારી ધર્મેશભાઈ રાઠોડ અને સુરેશભાઈ કુંઢડીયાનો એક જનપ્રતિનિધિ તરીકે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.