વરસાદની ખેંચ વચ્ચે વીજળીના અનિયમિત પુરવઠાથી ખેડૂતો પરેશાન, ઉભા પાકને બચાવવા તાત્કાલિક યોગ્ય પગલાં ભરવાની માંગ*
*જાફરાબાદ તાલુકાના ટીંબી ફીડર હેઠળ આવતા અનેક ગામોમાં ખેતીવાડી માટે પૂરતા પ્રમાણમાં અને નિયમિત વીજળીનો પુરવઠો ન મળતા ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. એક તરફ વરસાદની ખેંચને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, તો બીજી તરફ અપૂરતા અને અનિયમિત વીજ પુરવઠાને કારણે ખેડૂતો પોતાના મહામહેનતે ઉછેરેલા ઉભા પાકને બચાવવા માટે મુશ્કેલીમાં મુકાયા છે*
*આ ગંભીર મુદ્દે અમરેલી જિલ્લા કોંગ્રેસ ઉપાધ્યક્ષ શ્રી ટીંકુભાઈ વરૂએ સંબંધિત વીજ વિભાગ અને જવાબદાર તંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆત કરતાં જણાવ્યું છે કે ટીંબી ફીડર* *હેઠળ આવતા ગામોના ખેડૂતોને ખેતી માટે પૂરતા સમય સુધી વીજળી આપવામાં આવે* *અડધા-અડધા કલાકના ટૂંકા પુરવઠાથી ખેડૂતોને સિંચાઈ કરવામાં મુશ્કેલી પડે છે અને સમયસર પાણી ન મળવાથી પાકને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે.*
*ખેડૂતો બિયારણ, ખાતર, દવા, મજૂરી અને અન્ય ખેતી ખર્ચ કરીને પાક તૈયાર કરે છે. હાલ વરસાદની અછત વચ્ચે કૂવામાં ઉપલબ્ધ પાણીનો ઉપયોગ કરીને પાકને બચાવવો જરૂરી બન્યો છે. પરંતુ વીજળી નિયમિત ન મળવાથી ખેડૂતોની મહેનત અને ખર્ચ પર જોખમ ઊભું થયું છે. આવી પરિસ્થિતિમાં જવાબદાર અધિકારીઓએ ખેડૂતોની મુશ્કેલીને ગંભીરતાથી લઈને તાત્કાલિક ઉકેલ લાવવો જોઈએ*
*ટીંકુભાઈ વરૂએ વધુમાં માંગ કરી છે કે ટીંબી ફીડર હેઠળના તમામ ગામોમાં ખેતીવાડી માટે નિયમિત અને પૂરતા સમય સુધી વીજળી આપવામાં આવે, વીજ લાઈનો અને ફીડરમાં ઊભી થતી ખામીઓનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેમજ સંબંધિત કર્મચારીઓને ખેડૂતોની ફરિયાદોનો ઝડપથી નિકાલ કરવા જરૂરી સૂચનાઓ આપવામાં આવે*.
*ખેડૂતોના હિતની વાતો કરવી પૂરતી નથી, પરંતુ મુશ્કેલીના સમયે તેમની પડખે ઊભા રહેવું જરૂરી છે. જો સમયસર વીજ પુરવઠો નહીં મળે તો ખેડૂતોના ઉભા પાકને નુકસાન થઈ શકે છે અને ખેડૂતોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તેથી વીજ વિભાગ અને સરકાર આ પ્રશ્નને પ્રાથમિકતા આપીને તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરે અને ખેડૂતોને રાહત આપે તેવી અમરેલી જિલ્લા કોંગ્રેસ ઉપાધ્યક્ષ શ્રી ટીંકુભાઈ વરૂએ ઉગ્ર માંગ કરી છે*.
— *શ્રી ટીંકુભાઈ વરૂ*
જાફરાબાદના ટીંબી ફીડરમાં ખેડૂતોને પૂરતી વીજળી આપો: અમરેલી જિલ્લા કોંગ્રેસ ઉપાધ્યક્ષ ટીંકુભાઈ વરૂની ઉગ્ર રજૂઆત
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો)
AEO Verified
વરસાદની ખેંચ વચ્ચે વીજળીના અનિયમિત પુરવઠાથી ખેડૂતો પરેશાન, ઉભા પાકને બચાવવા તાત્કાલિક યોગ્ય પગલાં ભરવાની માંગ**જાફરાબાદ તાલુકાના ટીંબી ફીડર હેઠળ આવતા અનેક ગામોમાં ખેતીવાડી માટે પૂરતા પ્રમાણમાં અને નિયમિત વીજળીનો પુરવઠો ન મળતા ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story: