ભાવનગર રેન્જ આઇ.જી.પી. શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ ભાવનગર
રેન્જના જિલ્લાઓમા ગંભીર ગુનાઓ કરી નાસતા ફરતા તથા ફરાર આરોપીઓને પકડી
પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ તથા મદદનીશ
પોલીસ અધિક્ષકશ્રી જયવીર ગઢવી સાહેબ નાઓએ ડુંગર પો.સ્ટે. વિસ્તારમાં બનેલ ખૂનના ગંભીર
ગુનાના આરોપીને પકડી પાડવા અમરેલી એલ.સી.બી. તથા ડુંગર પોલીસને સુચનાઓ
આપેલ હોય,
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી સી.પી.વાઘેલા તથા
એલ.સી.બી. ટીમ તથા ડુંગર પોલીસ દ્રારા ખુનનો ગંભીર ગુનો કરનાર આરોપીને બાતમી
હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે ગણતરીની કલાકોમાં પકડી પાડી, આગળની કાર્યવાહી
થવા ડુંગર પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે.
પકડેલ આરોપીની વિગતઃ-
રૂસ્તમભાઇ રાજેભાઇ બેલીમ ઉ.વ.૪૦ રહે.મોરંગી, પ્લોટ વિસ્તાર, તા.રાજુલા,
જિ.અમરેલી.
ગુનાની વિગતઃ-
ગઇ તા.૧૭/૧૦/૨૦૨૬ નાં સવારના આશરે સાડા આઠેક વાગ્યા
આસપાસ રમજાનભાઇ ભીખુભાઇ સમા રહે.મોરંગી તા.રાજુલા જિ.અમરેલી વાળાના પિતાજી
ભીખુભાઇ નનુભાઇ સમા જેઓ પોતાના ગામે નરશીભાઇની દુકાને બેઠેલ ત્યાં આરોપી રૂસ્તમ
રાજેભાઇ બેલીમ રહે.મોરંગી તા.રાજુલા વાળાએ આવી અંગત અદાવતમા રમજાનભાઇના
પિતાજી ભીખુભાઇ સાથે બોલાચાલી કરી ઉગ્ર થઇ આરોપીએ તેની પાસે રહેલ છરીથી
ભીખુભાઇને સાથળના ભાગે છરીનો મરણતોલ એક ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી મોત
નિપજાવી ગુનો કરેલ હોય આ અંગે ફરીયાદી રમજાનભાઇ ભીખુભાઇ સમા રહે.મોરંગી
તા.રાજુલા જિ.અમરેલી વાળાએ આરોપી વિરૂધ્ધ ફરીયાદ જાહેર કરતા ડુંગર પો.સ્ટે.
ગુ.ર.નં.૧૧૧૯૩૦૬૨૨૬૦૩૦૦/ ૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા(BNS) ૨૦૨૩ ની કલમ
૧૦૩(૧) તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબનો ગુનો તા.૧૭/૧૦/૨૦૨૬ નાં કલાક
૧૩/૪૫ વાગ્યે રજી. થયેલ.
કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફઃ-
આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી સી.પી.વાઘેલા તથા પો.સ.ઇ.શ્રી
એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી જે.ડી.વાઘેલા તથા એ.એસ.આઇ. બહાદુરભાઇ વાળા તથા
હેડ કોન્સ. ગોકળભાઇ કળોતરા, લીલેશભાઇ બાબરીયા, જનકભાઇ હીમાસીયા તથા
પો.કોન્સ.યુવરાજસિંહ વાળા તેમજ ડુંગર પો.સ્ટે. પોલીસ ઇન્સ.શ્રી વી.એસ.પલાસા તથા હેડ
કોન્સ. વનરાજભાઇ ધાખડા, મધુભાઇ ભેરડા, ભરતભાઇ પરમાર તથા પો.કોન્સ. કનુભાઇ
મોભ, જયદીપભાઇ ધાખડા દ્વારા કામગીરી કરવામાં આવેલ છે.