Loading Date... Gold 24K: ₹90,627 | Silver 1kg: ₹106,925 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

એમ. એલ. શેઠ સ્કૂલમાં નવરાત્રિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી: ગરબે ઘૂમતા બાળકોને પ્રોત્સાહક ઇનામો એનાયત કરાયા

એમ. એલ. શેઠ સ્કૂલમાં નવરાત્રિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી: ગરબે ઘૂમતા બાળકોને પ્રોત્સાહક ઇનામો એનાયત કરાયા
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

સાવરકુંડલા શહેરમાં આવેલ ​શ્રી કૃષ્ણકુમારસિંહજી વ્યાયામમંદિર સંચાલિત, મહુવા રોડ સ્થિત એમ. એલ.

સાવરકુંડલા શહેરમાં આવેલ ​શ્રી કૃષ્ણકુમારસિંહજી વ્યાયામમંદિર સંચાલિત, મહુવા રોડ સ્થિત એમ. એલ. શેઠ સ્કૂલ ખાતે આદ્યશક્તિની આરાધનાના પવિત્ર પર્વ નવરાત્રિ મહોત્સવની ભવ્ય અને ભાવસભર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ પરંપરાગત પ્રાચીન તથા અર્વાચીન રાસ-ગરબાના રંગબેરંગી પોશાકમાં સજ્જ થઈને ઉત્સાહભેર ગરબે ઘૂમ્યા હતા.
​બાળકોના ઉત્સાહ અને  પર્ફોર્મન્સને બિરદાવવા માટે રાસ-ગરબા સ્પર્ધાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલૈયાઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
​આ ઉજવણી પ્રસંગે સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર શ્રી બિપીનભાઈ પાંધી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે રાસ-ગરબામાં ભાગ લેનાર તમામ બાળકોની કળા, લયબદ્ધતા અને ઉત્સાહની મુક્ત મને પ્રશંસા કરી હતી. કાર્યક્રમના અંતે પત્રકાર શ્રી બિપીનભાઈ પાંધી, કેમ્પસ ડાયરેક્ટર શ્રી પરેશભાઈ જોષી તેમજ આચાર્યશ્રીના વરદહસ્તે તમામ વિજેતા ખેલૈયાઓને પ્રોત્સાહક ઈનામો એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
​સમગ્ર નવરાત્રિ મહોત્સવને સફળ બનાવવા માટે શાળાના કેમ્પસ ડાયરેક્ટર શ્રી પરેશભાઈ જોષી, આચાર્યશ્રી તથા સમગ્ર શિક્ષકગણ અને કર્મચારી પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી. આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને શાળાના ટ્રસ્ટીગણ દ્વારા હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આયોજનની ભવ્યતા અને બાળકોના અદભુત ઉત્સાહથી સમગ્ર સ્કૂલ કેમ્પસ ભક્તિમય અને ઉત્સવમય વાતાવરણમાં ગુંજી ઊઠ્યું હતું.
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)