ગુજરાત પ્રદેશ ભાજપની સૂચના અનુસાર આજરોજ અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે "સરદાર જયંતિ" એટલે કે
"રાષ્ટ્રીય એકતા દિવસ" ની ઉજવણીનાં આયોજન અંતર્ગત બેઠક યોજવામાં આવી હતી.
અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ બેઠકમાં આગામી તા.૩૧
ઓક્ટોબરનાં રોજ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ દિવસ રાષ્ટ્રીય એકતા દિવસે યોજાનાર કાર્યક્રમ અને તા.૨૫ ઓક્ટોબરનાં
રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવતી "મન કી બાત" કાર્યક્રમ બાબતે વિગતવાર માહીતી અને જરૂરી
જાણકારી આપવામાં આવેલ. આ બેઠકમાં જીલ્લા ભાજપ મહામંત્રી મયુરભાઈ માંજરિયા, રાજુભાઈ ભુતૈયા, પ્રદેશ ભાજપ બક્ષીપંચ
મોરચાનાં ઉપાધ્યક્ષ ભુપેન્દ્રભાઈ બસિયા, જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ મેહુલભાઈ ધોરાજીયા, દિપકભાઈ વઘાસિયા, દિલીપભાઈ
જોષી, મંત્રી પ્રવિણભાઈ સાવજ, ક્રિષ્નાબેન મકવાણા, અલકાબેન ગોંડલિયા, ડેનીભાઈ પરમાર સહિત જીલ્લા ભાજપનાં
હોદ્દેદારો, રાષ્ટ્રીય એકતા દિવસ કાર્યક્રમ ઉજવણીની જીલ્લા ટીમનાં સભ્યો, મંડલનાં પ્રમુખ અને પ્રભારીઓ, જીલ્લા મોરચાનાં
પ્રમુખ-મહામંત્રી તેમજ અપેક્ષિત આગેવાનો ઉપસ્થિત રહેલ તેમ મીડિયા ઈન્ચાર્જ વિપુલ ભટ્ટીએ જણાવ્યું છે.