Loading Date... Gold 24K: ₹90,589 | Silver 1kg: ₹106,881 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

સાવરકુંડલાના શ્રી મહિલા અધ્યાપન મંદિરમાં 'વેલકમ ડે'ની ભવ્ય ઉજવણી: ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની પ્રેરણાદાયી ઉપસ્થિતિ

સાવરકુંડલાના શ્રી મહિલા અધ્યાપન મંદિરમાં 'વેલકમ ડે'ની ભવ્ય ઉજવણી: ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની પ્રેરણાદાયી ઉપસ્થિતિ
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

સાવરકુંડલા સ્થિત શ્રી મહિલા અધ્યાપન મંદિર ખાતે પ્રથમ વર્ષમાં નવપ્રવેશ મેળવેલ તાલીમાર્થી બહેનો માટે દ્વિતીય વર્ષની બહેનો દ્વારા વેલકમ ડે (આગમન પર્વ)ની અત્યંત હર્ષોલ્લાસ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.​આ ઉત્સવમય પ્રસંગે સાવરકુંડલા  ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, નગરપા...

સાવરકુંડલા સ્થિત શ્રી મહિલા અધ્યાપન મંદિર ખાતે પ્રથમ વર્ષમાં નવપ્રવેશ મેળવેલ તાલીમાર્થી બહેનો માટે દ્વિતીય વર્ષની બહેનો દ્વારા ‘વેલકમ ડે’ (આગમન પર્વ)ની અત્યંત હર્ષોલ્લાસ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
​આ ઉત્સવમય પ્રસંગે સાવરકુંડલા  ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, નગરપાલિકા પ્રમુખ તેમજ ભાજપ અગ્રણીઓ સમેત  નૂતન કેળવણી મંડળના ટ્રસ્ટીઓ વિનુભાઈ રાવળ, મુકુંદભાઈ નાગ્રેચા, શ્રી મહિલા મંડળના પ્રમુખ નીલાબેન વાઘાણી, ઉપપ્રમુખ નિરંજનાબેન, કાન્તાબેન સાવલિયા, મનીષાબેન, દેવીબેન ઓઝા તેમજ બટુકભાઈ સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
​કાર્યક્રમ દરમિયાન પ્રાસંગિક ઉદ્બોધન આપતાં ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ સંસ્થા સાથેની પોતાની આત્મીયતા વ્યક્ત કરી હતી અને તાલીમાર્થી બહેનોને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહિત કરી હતી. તેમણે શરદપૂર્ણિમાના રાસ-ગરબા મહોત્સવમાં ભાગ લેવા માટે બહેનોને ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું હતું તથા છાત્રાલયની દીકરીઓ માટે વિનામૂલ્યે પાસની સુવિધા પૂરી પાડવાની ઉમદા જાહેરાત કરી હતી. આ સાથે જ તેમણે સંસ્થાના સર્વાંગી વિકાસ માટે તમામ શક્ય સહયોગ આપવાની ખાતરી પણ ઉચ્ચારી હતી.
​આ પ્રસંગે દ્વિતીય વર્ષની તાલીમાર્થી બહેનો દ્વારા મનમોહક સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેણે ઉપસ્થિત સૌ કોઈના મન મોહી લીધા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન અને સંચાલન અધ્યાપન મંદિરના સ્ટાફગણ તથા તાલીમાર્થી બહેનોની જહેમતથી શાનદાર રીતે સંપન્ન થયું હતું.એમ રવિ જોષીની એક યાદીમાં જણાવાયું હતું
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)