Loading Date... Gold 24K: ₹90,661 | Silver 1kg: ₹106,966 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

કાયદો માત્ર કમજોરો માટે જ છે? માર્ગ સલામતી ની વાતો કરતી સરકાર ના જન પ્રતિનિધિ ઓજ નિયમો ના ઉલાળિયો કરશે તો જનતા માં શું સંદેશ જશે? આમ આદમી પાર્ટી ના કથીરિયા ની RTO સમક્ષ રજુઆત

કાયદો માત્ર કમજોરો માટે જ છે? માર્ગ સલામતી ની વાતો કરતી સરકાર ના જન પ્રતિનિધિ ઓજ નિયમો ના ઉલાળિયો કરશે તો જનતા માં શું સંદેશ જશે? આમ આદમી પાર્ટી ના કથીરિયા ની RTO સમક્ષ રજુઆત
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

લાઠી કાયદો માત્ર કમજોરો માટે જ છે? જનપ્રતિનિધિ ઓને કાયદો વ્યવસ્થા નિયમો તોડવા ની છૂટ ?

લાઠી કાયદો માત્ર કમજોરો માટે જ છે? જનપ્રતિનિધિ ઓને કાયદો વ્યવસ્થા નિયમો તોડવા ની છૂટ ? ધારાસભ્ય જનક તળાવીયાની ટ્રાફિક નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરવાની માંગ સાથે અમરેલી RTO કચેરીમાં લેખિત રજૂઆત અમરેલી, તા. 12 ઓક્ટોબર, 2026 આમ આદમી પાર્ટીના લાઠી વિધાનસભા વિસ્તારના STI ઇન્ચાર્જ જેડી કથીરિયા દ્વારા અમરેલી જિલ્લાના લાઠી વિધાનસભાના ધારાસભ્ય શ્રી જનક તળાવીયા તથા તેમની સાથે બાઇક રેલીમાં જોડાયેલા લોકો દ્વારા ટ્રાફિક નિયમોના કથિત ભંગ અંગે અમરેલી RTO અધિકારી સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતની નકલ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તથા વાહનવ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવીને પણ રવાના કરવામાં આવી છે.રજૂઆતમાં જણાવ્યા મુજબ, તારીખ 7 ઓક્ટોબર, 2026ના રોજ સત્તાપક્ષ દ્વારા યોજાયેલી બાઇક રેલી દરમિયાન બાબરા થી અમરેલી વચ્ચે કેટલાક બાઇકચાલકો હેલ્મેટ વિના વાહન ચલાવતા હોવાના દૃશ્યો સામે આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રજૂઆતમાં ધારાસભ્ય  જનક તળાવીયા તથા રેલીમાં જોડાયેલા અન્ય લોકો માટે ટ્રાફિકના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં તેની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે માર્ગ સલામતી ની વાતો કરતી સરકાર માં ચૂંટાયેલ જનપ્રતિનિધિ આવો કરશે તો જનતા માં શું મેસેજ જશે? જેડી કથીરિયાએ જણાવ્યું હતું કે કાયદો દરેક નાગરિક માટે સમાન હોવો જોઈએ. સામાન્ય નાગરિક હેલ્મેટ વિના વાહન ચલાવે ત્યારે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે, તો જાહેર જીવનમાં જવાબદારી ધરાવતા લોકોએ પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જરૂરી છે. કાયદાનું પાલન કરાવવાની જવાબદારી ધરાવતા લોકોએ પોતે પણ કાયદાનું સન્માન કરવું જોઈએ. રજૂઆતમાં કરવામાં આવેલી મુખ્ય માંગણીઓ રેલી દરમિયાન હેલ્મેટ વિના વાહન ચલાવનારા તમામ વાહનચાલકોની ઓળખ કરીને મોટર વાહન અધિનિયમ મુજબ નિયમસર કાર્યવાહી કરવામાં આવે. રેલીમાં ઉપયોગમાં લેવાયેલા વાહનોના નંબર પરથી વીમા, PUC તથા અન્ય જરૂરી દસ્તાવેજોની નિયમ મુજબ તપાસ કરવામાં આવે. ટુ-વ્હીલર ચલાવનારા તમામ વાહનચાલકો પાસે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ છે કે નહીં તેની તપાસ કરવામાં આવે અને નિયમભંગ જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. રેલીના ફોટા અને વીડિયો સહિત ઉપલબ્ધ પુરાવાની નિષ્પક્ષ તપાસ કરીને જવાબદાર વ્યક્તિઓ સામે કાયદા મુજબ પગલાં લેવામાં આવે.કરવામાં આવેલી તપાસ અને કાર્યવાહી અંગે રજૂઆતકર્તાને લેખિતમાં જાણ કરવામાં આવે.
જેડી કથીરિયાએ વધુમાં જણાવ્યું હતું કે આ રજૂઆત કોઈ વ્યક્તિગત વિરોધ માટે નહીં, પરંતુ કાયદાનું સમાન અમલીકરણ થાય અને સામાન્ય નાગરિકોમાં કાયદા પ્રત્યે વિશ્વાસ જળવાઈ રહે તે હેતુથી કરવામાં આવી છે. તેમણે સંબંધિત અધિકારીઓને રજૂઆતમાં જણાવેલા મુદ્દાઓની નિષ્પક્ષ તપાસ કરી, પુરાવાના આધારે યોગ્ય કાર્યવાહી કરવા અનુરોધ કર્યો છે.
જેડી કથીરિયા સીટ  ઇન્ચાર્જ, લાઠી વિધાનસભા
અમરેલી જિલ્લો, ગુજરાત સંપર્ક: 96625 18300 / 82008 56406
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)