Loading Date... Gold 24K: ₹90,661 | Silver 1kg: ₹106,966 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

દામનગર નગરપાલિકા સરકારી કચેરીમાં ભાજપની પક્ષીય બેઠક યોજાતા આમ આદમી પાર્ટી ના જે ડી કથીરિયા એ ઉઠાવ્યા સવાલો

દામનગર નગરપાલિકા સરકારી કચેરીમાં ભાજપની પક્ષીય બેઠક યોજાતા આમ આદમી પાર્ટી ના જે ડી કથીરિયા એ ઉઠાવ્યા સવાલો
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

દામનગર નગરપાલિકાની સરકારી કચેરીમાં ભાજપની પક્ષીય બેઠક યોજાતા સરકારી કચેરીના ઉપીયોગ સામે આમ આદમી પાર્ટી ના અગ્રણી એ ઉઠાવ્યા  સવાલો લાઠી વિધાનસભા વિસ્તારના દામનગર શહેરમાં આવેલી નગરપાલિકાની સરકારી કચેરીમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દ્વારા પક્ષીય બેઠક યોજવામાં આવી હોવાન...

દામનગર નગરપાલિકાની સરકારી કચેરીમાં ભાજપની પક્ષીય બેઠક યોજાતા સરકારી કચેરીના ઉપીયોગ સામે આમ આદમી પાર્ટી ના અગ્રણી એ ઉઠાવ્યા  સવાલો લાઠી વિધાનસભા વિસ્તારના દામનગર શહેરમાં આવેલી નગરપાલિકાની સરકારી કચેરીમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દ્વારા પક્ષીય બેઠક યોજવામાં આવી હોવાની આ કાર્યક્રમના ફોટોગ્રાફના આધારે સરકારી કચેરીનો ઉપયોગ રાજકીય પક્ષની બેઠક માટે કરવામાં ઉપીયોગ  ચર્ચા ઊભી થઈ છે.
શું સરકારી કચેરી ઓ રાજકીય પાર્ટી ઓના દફ્તરો છે? સરકારી કચેરીઓ અને જાહેર મિલકતોનો ઉપયોગ જનતાની સેવા તથા વહીવટી કામગીરી માટે થતો હોય છે. ત્યારે નગરપાલિકાની કચેરીમાં રાજકીય પક્ષની બેઠક યોજાઈ  સંબંધિત સત્તાધીશોએ સ્પષ્ટતા કરવી જોઈએ આ  બેઠક માટે કોની  પરવાનગી લેવામાં આવી? સરકારી કચેરી માં  કયા નિયમો હેઠળ મંજૂરી આપવામાં આવી હતી? સરકારી મિલકતનો ઉપયોગ નિયમો રાજકીય પાર્ટી ની બેઠક માટે કરવા કોને અધિકાર? સત્તા ના મદ માં ભાન ભૂલી જતા શાસકો સામે પગલાં લેવા પાલિકા અધિનિયમ 1963 થી  નિર્દીષ્ટ કરેલ નિયમ થી વિરૂધ્ધ રાજકીય પક્ષ ની બેઠક અંગે  કથીરિયા એ સંબંધિત વહીવટી તંત્રએ નિષ્પક્ષ તપાસ કરીને હકીકતો જાહેર કરવી જોઈએ, જેથી સરકારી કચેરીઓનો ઉપયોગ રાજકીય હેતુઓ માટે થતો હોવા અંગે ઊભા થયેલા સવાલોનો યોગ્ય જવાબ મળી શકે. દામનગર નગરપાલિકાની કચેરીમાં બેઠક યોજવા માટે મંજૂરી આપવામાં આવી હતી કે નહીં તેની તપાસ કરવામાં આવે.
બેઠક માટે પરવાનગી આપનાર જવાબદાર અધિકારી તથા લાગુ પડતા નિયમોની વિગતો જાહેર કરવામાં આવે સરકારી કચેરીઓ અને જાહેર મિલકતોનો ઉપયોગ નિયમો અનુસાર જ થાય તે સુનિશ્ચિત કરવામાં આવે.જનતાની મિલકત જનતાના હિત માટે છે. સરકારી કચેરીઓની નિષ્પક્ષતા અને જાહેર સંસ્થાઓની વિશ્વસનીયતા જળવાઈ રહે તે માટે વહીવટી તંત્રએ આ મામલે સ્પષ્ટતા કરવી જરૂરી છે.
તેમ જેડી કથીરિયા લાઠી વિધાનસભા સીટ આમ આદમી પાર્ટી અગ્રણી એ જણાવ્યું હતું 

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)