વિશ્વ ટપાલ દિવસ’ નિમિત્તે ગુજરાત પોસ્ટ વિભાગ અને ગુજરાત પોલીસ વચ્ચે ‘digiPost’ પહેલ અંતર્ગત હવે ટ્રાફિકના ઈ-ચલણ પોસ્ટમેન દ્વારા ઘરે પહોંચાડવા માટે વિશેષ MoU કરવામાં આવ્યા…
આ નવીન ‘Phygital’ (ફિજિટલ) મેઈલ સેવા થકી ઈ-ચલણ ડિજિટલ માધ્યમથી ઇન્ડિયા પોસ્ટને મળશે અને સ્થાનિક પોસ્ટમેન દ્વારા સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવામાં આવશે. આ સાથે જ આગામી સમયમાં પોસ્ટ ઑફિસ ખાતેથી જ ચલણ ભરી શકાય તેવી સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે..