મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં સિંધુભવન રોડ પર બેંગોલ કલ્ચરલ એસોસિએશન દ્વારા આયોજિત 89મી કાલીબાડી દુર્ગાપૂજા મહોત્સવમાં ભાવપૂર્વક સહભાગી થયા હતા.
મુખ્યમંત્રીશ્રીએ મા દુર્ગાની આરતી ઉતારીને રાજ્યના લોકોના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ દુર્ગાપૂજા મહોત્સવમાં સહભાગી થયેલા બંગાળી લોકોનું અભિવાદન ઝીલીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.
આ દુર્ગાપૂજા મહોત્સવમાં બેંગોલ કલ્ચરલ એસોસિએશનના વાઈસ પ્રેસિડેન્ટ શ્રી સોમેન મુખરજી, સેક્રેટરી શ્રી અનલ મુખરજી, વાઇસ ચેરમેન શ્રી ઇન્દ્રજીત મિત્રા, જોઇન્ટ સેક્રેટરી શ્રી આનંદ સરકાર સહિતના અગ્રણીઓએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેને આવકાર્યા હતા અને મુખ્યમંત્રીશ્રી સાથે આરતીમાં સહભાગી થયા હતા. આ પ્રસંગે અમ્યુકોના પદાધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓ અને બંગાળી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.