અમરેલી News - City Watch News
રાજ્યના ઉર્જા અને કાયદો રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના વરદ હસ્તે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના વીરપુર મુકામે રૂ. ૧૨ કરોડથી વધુના ખર્ચે નવનિર્માણ પામનારા ૬૬ કે.વી. સબસ્ટેશનનું ભવ્ય ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી જે.વી. કાકડીયાની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય શ્રી જે.વી. કાકડિયા સહિતના અગ્રણીઓ, પદાધિકારીઓ તથા જેટકો (GETCO) અને પીજીવીસીએલ (PGVCL)ના ઉચ્ચ અધિકારીઓ […]...
બગસરાના મોટા મુંજીયાસર સેજામાં સમાવિષ્ટ ગામોના મહેસૂલી તલાટી સોમવાર થી બુધવાર મોટા મુંજીયાસર મુકામે, ગુરૂવારે મામલતદાર કચેરી-બગસરા, શુક્રવાર અને શનિવારે સેજાના ગામોની ક્ષેત્રીય કામગીરી માટે ઉપસ્થિત રહેશે. બગસરાના શીલાણા સેજામાં સમાવિષ્ટ ગામોના મહેસૂલી તલાટી સોમવાર થી બુધવાર શીલાણા મુકામે, ગુરૂવારે મામલતદાર કચેરી-બગસરા, શુક્રવાર અને શનિવારે સેજાના ગામોની ક્ષેત્રીય કામગીરી માટે ઉપસ્થિત રહેશે. બગસરાના હડાળા સેજામાં […]...
ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા સંચાલિત શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત અમરેલી શહેરમાં નાગનાથ મંદિર ખાતે કડિયા નાકા પાસે શરૂ કરવામાં આવેલા શ્રમિક અન્નપૂર્ણા બૂથનું રાજ્યના ઊર્જા અને કાયદા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ પોતાના હાથે શ્રમિકોને ભોજન પીરસીને બૂથનો પ્રારંભ કરાવ્યો હતો. “શ્રમિક અન્નપૂર્ણા […]...
ટેબલ ટેનિસ, બેડમિન્ટન અને હવે લોન ટેનીસમાં પણ ખેલ મહાકુંભમાં જીિલ્લામાં સર્વપ્રથમ સ્થાન પ્રાપ્ત કરતાં ડો. ભરત કાનાબાર. લોકોના પ્રશ્નો હોય કે ખેડૂતોની વેદના હોય, રેતી ચોરીનું દૂષણ હોય કે તંત્રમાં ચાલતાં ભ્રષ્ટાચારની બાબત હોય – હરહંમેશ નિભિંકતાથી અવાજ ઉઠાવતા ડો. ભરત કાનાબાર સ્પોર્ટસમાં પણ એટલા જ સક્રિય છે. વાંચન, સંગીતની જેમ રમતગમત પણ તેમનો […]...
સાવરકુંડલા સ્થિત શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા પન્ના નાયક અને નટવર ગાંધીના સૌજન્યથી ‘પન્ના નાયક ફ્રી પેડ વિતરણ’ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકીય ઉપક્રમ હેઠળ શાળાની ૮૫૦થી વધુ વિદ્યાર્થીનીઓને વિનામૂલ્યે સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન કિશોરીઓમાં માસિક ધર્મ અને વ્યક્તિગત સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવાય તે […]...
સાવરકુંડલા શહેરમાં નવરાત્રિ પર્વની ઉજવણી અંતર્ગત આગામી સોમવાર, તારીખ ૧૯/૧૦ (નવમાં નોરતે) રાત્રે ૧૦:૦૦ કલાકે શ્રીપંચ દશનામ જુના અખાડાના આંતરરાષ્ટ્રીય મહામંડલેશ્વર પરમ પૂજ્ય ૧૦૦૮ જયઅંબાનંદગીરી માતાજી (હિંગળાજ સંન્યાસ આશ્રમ, રાજસ્થળી ગીર) પધારશે. પોતાના પ્રવાસ દરમિયાન પૂજ્ય માતાજી સાવરકુંડલાના વિવિધ મંડળો દ્વારા સ્થાપિત આકર્ષક અને દિવ્ય મૂર્તિઓના દર્શન કરશે: ભગતસિંહ યુવા ગ્રુપ (જયશ્રી ટોકીઝ પાસે): મા […]...
સાવરકુંડલા શહેરના દેવળા ગેટ વિસ્તારમાં આવેલી ‘એરોગેસ એજન્સી’ ખાતે છેલ્લા થોડા સમયથી રાંધણગેસના બોટલ મેળવવામાં ગ્રાહકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો અને લોકોમાં રોષ તથા અસંતોષ જોવા મળ્યો હતો. આ બાબતને ધ્યાને લઈને સાવરકુંડલા મામલતદાર તથા પ્રાંત અધિકારી દ્વારા ઉક્ત એરોગેસ એજન્સીને સસ્પેન્ડ કરવા તેમજ તેના ગ્રાહકોને અન્ય નજીકની ગેસ એજન્સી ખાતે ટ્રાન્સફર […]...