Loading Date... Gold 24K: ₹90,550 | Silver 1kg: ₹106,835 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

અમરેલીમાં સિનિયર સિટીઝન રમતગમત સ્પર્ધાનું આયોજન: ૧૫ નવેમ્બર સુધીમાં ફોર્મ ભરવાના રહેશે

અમરેલીમાં સિનિયર સિટીઝન રમતગમત સ્પર્ધાનું આયોજન: ૧૫ નવેમ્બર સુધીમાં ફોર્મ ભરવાના રહેશે
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

ચાલુ વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સમગ્ર ગુજરાતમાં ૬૦ વર્ષથી ઉપરના ભાઈઓ અને બહેનો માટે સિનિયર સિટીઝન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

ચાલુ વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સમગ્ર ગુજરાતમાં ૬૦ વર્ષથી ઉપરના ભાઈઓ અને બહેનો માટે 'સિનિયર સિટીઝન સ્પર્ધા'નું આયોજન કરવામાં આવ્યું છે. સિનિયર સિટીઝનનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને તેઓ રમતગમતની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રહે તેવા ઉદ્દેશ્ય સાથે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ અંતર્ગત અમરેલી જિલ્લામાં જિલ્લા રમત ગમત અધિકારી દ્વારા એથ્લેટીક્સ, વોલીબોલ, યોગાસન, ચેસ, કેરમ, રસ્સાખેંચ અને ટેનીસબોલ ક્રિકેટ સહિત કુલ ૭ રમતોનું આયોજન કરવામાં આવનાર છે.

 

આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા અમરેલી જિલ્લાના સિનિયર સિટીઝન ખેલાડીઓએ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી ખાતેથી અરજી ફોર્મ મેળવી લેવાના રહેશે. સંપૂર્ણ વિગતો સાથે ભરેલા આ ફોર્મ તા. ૧૫/૧૧/૨૦૨૬ સુધીમાં જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ગોળ દવાખાનાની બાજુમાં, ચિત્તલ રોડ, અમરેલી ખાતે રૂબરૂ આવીને જમા કરાવવાના રહેશે. આ રમતગમત કાર્યક્રમની ચોક્કસ તારીખ અને સ્થળની વિગતવાર જાણ ખેલાડીઓની એન્ટ્રીઓ મળ્યા બાદ કરવામાં આવશે. આ સ્પર્ધા અંગે વધુ માહિતી કે પૂછપરછ માટે ટેલીફોન નંબર ૦૨૭૯૨-૨૯૯૦૬૧ ઉપર સંપર્ક કરવો તેમ જિલ્લા રમત ગમત અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)