Loading Date... Gold 24K: ₹90,602 | Silver 1kg: ₹106,896 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS

સાવરકુંડલામાં મમતા ઘર ખાતે સરદાર જયંતિ ઉજવાઈ

સાવરકુંડલામાં મમતા ઘર ખાતે સરદાર જયંતિ ઉજવાઈ
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

સાવરકુંડલામાં ૩૧ ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે મમતા ઘર ખાતે બાળકો માટે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.​આ આનંદમય કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, રાજકોટના પ્રાચાર્ય નિલેશભાઈ ચાંપાનેરી અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા.

સાવરકુંડલામાં ૩૧ ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે 'મમતા ઘર' ખાતે બાળકો માટે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.
​આ આનંદમય કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, રાજકોટના પ્રાચાર્ય નિલેશભાઈ ચાંપાનેરી અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા. જાણીતા બાળવાર્તાકાર વાસુદેવભાઈ સોઢાએ બાળકોને રસપ્રદ વાર્તાઓ સંભળાવી હતી અને સુધીરભાઈ મહેતાએ સુંદર બાળગીતો ગવડાવ્યા હતા. આ પ્રસંગે નાનાભાઈ ત્રિવેદી અને મનીષભાઈ વિઝુંડા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
​કાર્યક્રમ દરમિયાન ડૉ. અભિજીત જેબલીયા દ્વારા બાળકોના દાંતની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી હતી અને દુષ્યતભાઈ સોલંકી દ્વારા જરૂરિયાત મુજબ દવાઓનું વિતરણ કરાયું હતું. બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ઇનામો પણ આપવામાં આવ્યા હતા, જેનાથી સમગ્ર આયોજન જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી બન્યું હતું.
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)