Loading Date... Gold 24K: ₹90,167 | Silver 1kg: ₹106,383 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 માટે ચેન્નાઈમાં રોડ-શો યોજાયો,રોડ-શોમાં ઔદ્યોગિક સહયોગ માટેની તકો પર ભાર મુકાયો

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 માટે ચેન્નાઈમાં રોડ-શો યોજાયો,રોડ-શોમાં ઔદ્યોગિક સહયોગ માટેની તકો પર ભાર મુકાયો
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

ચેન્નાઈની તાજ કોરોમંડલ હોટેલ ખાતે યોજાયેલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2027ના રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતની ઔદ્યોગિક તાકાત કેન્દ્રસ્થાને રહી હતી.

ચેન્નાઈની તાજ કોરોમંડલ હોટેલ ખાતે યોજાયેલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2027ના રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતની ઔદ્યોગિક તાકાત કેન્દ્રસ્થાને રહી હતી. રોડ-શોમાં રોકાણ, ટેક્નોલોજી ભાગીદારી અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે સહયોગ માટે નવી તકો શોધવા અગ્રણી ઉદ્યોગપતિઓ અને સરકારી પ્રતિનિધિઓ ભેગા થયા હતા.


રોડ શો પહેલાં, ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ રાજ્ય મંત્રી ડૉ. મનિષા વકીલ તેમજ ગુજરાત સરકારના અર્બન ડેવલપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી શ્રી એમ. થેન્નારસન, IAS,ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન (GSEM)ના મિશન ડાયરેક્ટર શ્રીમતી નેહા કુમારી, IAS અને ગુજરાતના અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવોએ ચેન્નાઈની 21 અગ્રણી સંસ્થાઓ અને ઉદ્યોગ પ્રતિનિધિઓ સાથે બેઠકો યોજી હતી. આ બેઠકમાં રાણે (મદ્રાસ) લિમિટેડ, ફુસો ગ્લાસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, ફ્લોસિલ-બેટ કોટિંગ્સ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ, અશોક લેલેન્ડ લિમિટેડ, પોન પ્યોર કેમિકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, સેન્ટ-ગોબેન, જીએચ ઇન્ડક્શન ઇન્ડિયા, કેવિન કેર, જેકે ફિનર ઇન્ડિયા લિમિટેડ, ઈઆઈડી પેરી લિમિટેડ, કેએલએ, ઓર્બિટએડ એરોસ્પેસ પ્રાઇવેટ લિમિટેડ, સાલકોમ્પ મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયા, આઈઆઈટી મદ્રાસ પ્રવર્તક, અગ્નિકૂલ કોસ્મોસ, ટેકિકનોવ, કોસ્મિક કોમ્પ્લાયન્સ ટેસ્ટ લેબ,GRT હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ, કોન એલિવેટર ઇન્ડિયા, ડેનફોસ અને રાજહંસ ઇમ્પેક્સના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં ગુજરાત અને તમિલનાડુ વચ્ચે ઔદ્યોગિક સહકાર, ઉભરતી ટેક્નોલોજી અને સંભવિત ભાગીદારી અંગેના આદાન-પ્રદાન કરવાની ચર્ચા કરવામાં આવી હતી.


રોડ શોમાં અર્બન ડેવલપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી શ્રી એમ. થેન્નારસન, IAS દ્વારા VGGS 2027 પર એક પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું , આ સાથે જ ગુજરાતની સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને દર્શાવતી એક વિશેષ શોર્ટ ફિલ્મ પણ બતાવવામાં આવી હતી. ઉદ્યોગ પ્રતિનિધિઓએ રાજ્યમાં વ્યવસાયિક તકો અને ઔદ્યોગિક વિકાસ અંગેના પોતાના પ્રેક્ટિકલ અનુભવો અને મંતવ્યો પણ રજૂ કર્યા હતા.

સભાને સંબોધતા ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ રાજ્ય મંત્રી ડૉ. મનિષા વકીલે બંને રાજ્યો વચ્ચે મજબૂત ઔદ્યોગિક સહકારની સંભાવનાઓ પર ભાર મુકયો હતો. ડૉ. મનિષા વકીલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે “તમિલનાડુએ ઓટોમોટિવ મેન્યુફેક્ચરિંગ, ઇલેક્ટ્રોનિક્સ, એન્જિનિયરિંગ અને ટેક્નોલોજી ક્ષેત્રે અગ્રણી કેન્દ્ર તરીકે પોતાની ઓળખ બનાવી છે. જ્યારે ગુજરાત ઔદ્યોગિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બંદરો, સેમિકન્ડક્ટર, રિન્યુએબલ એનર્જી અને ગ્લોબલ કનેક્ટિવિટી ક્ષેત્રે પોતાની મજબૂત ક્ષમતાઓ ધરાવે છે. મને દ્રઢ વિશ્વાસ છે કે આપણા ઉદ્યોગો, સાહસિકો અને યુવા પ્રતિભાઓને સાથે લાવીને, આપણે નવીનતા, રોજગારી અને સહિયારી સમૃદ્ધિ માટે નવી તકોનું સર્જન કરી શકીશું. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના દુરદર્શી નેતૃત્વ હેઠળ, આપણા સામુહિક પ્રયાસો 'વિકસિત ભારત @2047' તરફની યાત્રાને વધુ મજબૂત બનાવશે,” .


ગુજરાત ભારતના મેન્યુફેક્ચરિંગ આઉટપુટમાં 17% અને માલસામાન નિકાસમાં 25% યોગદાન આપે છે. આ સંદર્ભમાં ચર્ચા દરમિયાન તમિલનાડુની સ્થાપિત ઓટોમોટિવ, ઇલેક્ટ્રોનિક્સ અને એન્જિનિયરિંગ ઇકોસિસ્ટમને ગુજરાતની ઉભરતી સેમિકન્ડક્ટર, અદ્યતન મેન્યુફેક્ચરિંગ અને લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડવાની તકો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.


11મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 10 થી 12 જાન્યુઆરી, 2027 દરમિયાન ગાંધીનગર ખાતે “વિકસિત ગુજરાત - શેપિંગ ગ્લોબલ ફ્યુચર” (વિકસિત ગુજરાત - વૈશ્વિક ભવિષ્યનું ઘડતર) થીમ હેઠળ યોજાશે, જે ઉદ્યોગો, નીતિઓ બનાવનાર અને ઉદ્યોગ અગ્રણીઓને એક મંચ હેઠળ લાવશે.


ચેન્નાઈનો આ રોડ શો ગુજરાત અને તમિલનાડુ વચ્ચેના ઔદ્યોગિક સંબંધોને માત્ર વાતચીત પૂરતા સીમિત ન રાખતા અર્થપૂર્ણ વ્યવસાયિક સહયોગ તરફ આગળ લઈ જવાની એક ઉત્તમ તક સાબિત થયો છે. VGGS 2027ની તૈયારીઓ આગળ વધી રહી છે ત્યારે, ચેન્નાઈ અને સમગ્ર તમિલનાડુના સાહસો, સ્ટાર્ટઅપ્સ અને ઔદ્યોગિક સંસ્થાઓને તેમની કુશળતા, વિચારો અને ભાગીદારીની પ્રાથમિકતાઓ સાથે ગાંધીનગર પધારવા તેમજ આંતર-રાજ્ય મૂલ્ય શૃંખલા (વેલ્યુ ચેઇન) અને ભારતના આગામી તબક્કાના ઔદ્યોગિક વિકાસમાં યોગદાન આપવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)