Loading Date... Gold 24K: ₹90,625 | Silver 1kg: ₹106,923 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

સરકારના શાળાઓ માં પ્રેસ મીડિયા પ્રતિબંધ ના નિર્ણય સામે પત્રકાર એકતા પરિષદ નો પડકાર..!

સરકારના શાળાઓ માં પ્રેસ મીડિયા પ્રતિબંધ ના નિર્ણય સામે પત્રકાર એકતા પરિષદ નો પડકાર..!
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

સરકારના શાળાઓ માં પ્રેસ મીડિયા પ્રતિબંધ ના નિર્ણય સામે પત્રકાર એકતા પરિષદ નો પડકાર..!શું સરકારે સ્વીકારી લીધું કે હવે અમારી શાળા કે શિક્ષણ બતાવવા જેવું નથી..?છેડતી ની ઘટનાઓ વધી છે,સી સી ટી વી કેમેરા લગાવવા ના બદલે મીડિયા પર પ્રતિબંધ..??શું શિક્ષણ વિભાગ પણ ગૃહ ના હવાલે કરી સર...

સરકારના શાળાઓ માં પ્રેસ મીડિયા પ્રતિબંધ ના નિર્ણય સામે પત્રકાર એકતા પરિષદ નો પડકાર..!

શું સરકારે સ્વીકારી લીધું કે હવે અમારી શાળા કે શિક્ષણ બતાવવા જેવું નથી..?

છેડતી ની ઘટનાઓ વધી છે,સી સી ટી વી કેમેરા લગાવવા ના બદલે મીડિયા પર પ્રતિબંધ..??

શું શિક્ષણ વિભાગ પણ ગૃહ ના હવાલે કરી સરમુખત્યારશાહી સ્થાપિત કરશો..??

દેશમાં કે રાજ્યમાં વગર વિચાર્યા નિર્ણયો લેતા મૂર્ખાઓનો પાર નથી, જ્યારે આવો નિર્ણય લીધો ત્યારે શું શિક્ષણ મંત્રીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી..? કે એમના દરખાસ્ત થી આ સરમુખત્યારશાહી નો ઉદય થયો છે..? પત્રકારો નુ કામ તંત્ર સામે ગેર રીતિ કે કોઈ અસુવિધાઓ કે કથળતી શિક્ષણ વ્યવસ્થા માટે કોની બેદરકારી તેના અહેવાલો પ્રસિદ્ધ કરી સરકાર કે ઉચ્ચ અધિકારીઓ ને જગાડવાનું કામ છે,પરંતુ જ્યારે સરકારી શાળા માં મીડિયા નો પ્રવેશ નહીં,આચાર્ય ની મંજૂરી લેવી, પરંતુ આચાર્ય પ્રમાણિક હોય તો કોઈ ક્ષતિઓ ન હોય,પણ ક્ષતિઓ હોય તો આચાર્ય પ્રમાણિક ન હોય ત્યારે,પત્રકાર ની ફરજ ચાલુ થાય છે,શું ભ્રષ્ટ,આળસુ,બેદરકાર, નિષ્કાળજી વાળા સ્ટાફ ને સલામતી પૂરી પાડવા કે એમના કરતૂતો બહાર ન આવવા દેવા સરકારે આવો આદેશ કર્યો છે..?
   શું શિક્ષણ મંત્રીઓ નિષ્ફળ રહ્યા છે,કે ગૃહ મંત્રીના હવાલે શિક્ષણની નિષ્ફળતાઓ છુપાવવાનો પ્રયાસ છે,જે ગૃહ મંત્રી ગુન્હાખોરી ઉપર નિયંત્રણ લાવી ન શક્યા હોય,તે શિક્ષણ માં પત્રકારો ના પ્રવેશનો પ્રતિબંધ ફરમાવી શિક્ષણ ને પણ ગુન્હાખોરી નું ધામ બનાવવા માંગે છે..? શું પ્રેસ મીડિયા સાથે ગૃહ મંત્રી ને દુશ્મનાવટ છે..? કે સત્ય બહાર આવે તે સહન થતું નથી..?
    આઝાદ ભારતમાં ગુલામીનો પ્રારંભ શિક્ષણ સંકુલો થી થઈ રહ્યો હોવાના અણસાર મળી રહ્યા છે,જેને બુદ્ધિનો છાંટો પણ હોય એ આવા ફરમાન જારી ન કરે,પણ બુદ્ધિનું દેવાળું કાઢવા બેઠેલા શાસકો ને કોણ સમજાવે..? તમે તો દેખરેખ નથી રાખતા એટલે શિક્ષણ ખાડે ગયું છે,છેડતી ની ઘટનાઓ,માર માર્યાની ઘટનાઓ સામે આવે છે,શું આ સત્ય પ્રજા સમક્ષ રજૂ ન કરવાનો આ તઘલખી નિર્ણય છે..? ભાઈ સાહેબ હવે પાછા વળો તો સારું છે,આ ક્રાંતિ કરનારા જૈન જી થી ફાટીને ધુમાડે ગઈ છે..? એટલે બાળપણ થી ગુલામી નો અહેસાસ કરાવવાનો પ્રારંભ કર્યો છે..? શિક્ષણ મંત્રીઓ ભણેલા છે,છતાં અભણ હોય એવા નિર્ણયો કેમ કરી રહ્યા છે,એવા ફરમાન કે ફતવા કેમ સ્વીકારી રહ્યા છે.તમને શોખ હોય તો ગુલામી કરો,પણ પ્રજાને તો આઝાદી નો શ્વાસ લેવા દ્યો..!!
       ગુજરાતમાં સરમુખત્યારશાહી ના ગુલામ પત્રકારો નહીં બને, સરકાર જલ્દી સ્પષ્ટતા કરે આ પ્રતિબંધ પ્રેસ મીડિયા માટે છે,કે કોઈ ખાસ હેતુ માટે છે..? જો ખુલાસો નહીં થાય તો પત્રકાર એકતા પરિષદ 34 જિલ્લા માં સવિનય કાનૂન ભંગ કરશે,અને મોટી સંખ્યામાં શાળા પ્રવેશ કરશે આખા ગુજરાતમાં એક દિવસે,એક સમયે કાર્યક્રમ આપવામાં આવશે.!! --+ લાભુભાઈ કાત્રોડીયા
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)