દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરજ બજાવતા GRD (ગ્રામ રક્ષક દળ)ના જવાનોની ફરજના સમય અંગે હ્યુમન રાઈટ્સ ફેડરેશન (USA) દ્વારા ગંભીર રજૂઆત કરવામાં આવી છે.
હ્યુમન રાઈટ્સ ફેડરેશન (USA)ના પ્રમુખ શ્રી મહેન્દ્ર આયલાણી દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક (SP) તથા નાયબ પોલીસ અધિક્ષક (DYSP)ને ઈમેલ મારફતે રજૂઆત મોકલી GRD જવાનોની ફરજના સમય અંગે યોગ્ય તપાસ કરવા અને નિયમોનુસાર કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવાયું છે કે GRD જવાનો માટે લાગુ પડતા નિયમો અને સત્તાવાર આદેશો મુજબ જો ફરજનો સમય 6 કલાકનો નિર્ધારિત હોય, તો તેમની પાસે 8 કલાકની ફરજ લેવામાં આવતી હોવાની બાબતની તપાસ થવી જોઈએ. ફરજના સમય અંગે સ્પષ્ટતા કરી જવાનોના હિતોનું રક્ષણ થાય તે જરૂરી છે.
હ્યુમન રાઈટ્સ ફેડરેશન દ્વારા માંગ કરવામાં આવી છે કે:
- GRD જવાનોની ફરજના સમય અંગે યોગ્ય તપાસ કરવામાં આવે.
- લાગુ પડતા સરકારી નિયમો અને સત્તાવાર આદેશોનું પાલન કરાવવામાં આવે.
- વધારાની 2 કલાકની ફરજ લેવામાં આવતી હોય તો તેના નિયમો અને આધાર અંગે સ્પષ્ટતા કરવામાં આવે.
- GRD જવાનોના હિતોનું રક્ષણ કરી ન્યાયસંગત કાર્યવાહી કરવામાં આવે.
હ્યુમન રાઈટ્સ ફેડરેશન (USA)ના પ્રમુખ શ્રી મહેન્દ્ર આયલાણીએ જણાવ્યું હતું કે, પોલીસ તંત્રને સહયોગ આપતા GRD જવાનોના હિતોનું રક્ષણ થવું જોઈએ અને તેમની ફરજના સમય અંગે લાગુ નિયમોનું પાલન થવું જોઈએ.
ફેડરેશન દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે કે સંબંધિત પોલીસ અધિકારીઓ આ રજૂઆતને ગંભીરતાથી લઈને યોગ્ય તપાસ અને જરૂરી કાર્યવાહી કરશે.