સ્થાનિક વેપારીઓને પ્રોત્સાહન અને 'વોકલ ફોર લોકલ' ના સંકલ્પ સાથે સાવરકુંડલા નગરપાલિકા ગ્રાઉન્ડ ખાતે ગુજરાત શહેરી આજીવિકા મિશન (GULM) અંતર્ગત 'સ્વદેશી મેળો-૨૦૨૬' (શોપિંગ ફેસ્ટિવલ) નો ભવ્ય શુભારંભ થયો છે.
નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, અને ચીફ ઓફિસર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય દ્વારા મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
આ મેળો તારીખ ૨૭ ઓક્ટોબરથી ૫ નવેમ્બર, ૨૦૨૬ સુધી સવારે ૧૦:૦૦ થી રાત્રિના ૧૦:૦૦ કલાક સુધી નાગરિકો માટે ખુલ્લો રહેશે. સાવરકુંડલા નગરપાલિકા દ્વારા તમામ નગરજનોને પરિવાર સાથે પધારીને આ શોપિંગ ફેસ્ટિવલનો લાભ લેવા અને 'વોકલ ફોર લોકલ' અભિયાનને સફળ બનાવવા અપીલ કરવામાં આવી છે.