Loading Date... Gold 24K: ₹90,625 | Silver 1kg: ₹106,923 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

સોલાર સિસ્ટમ લગાવવા માટે હવે સામાન્ય વર્ગે માત્ર ૧૦% અને SC/ST વર્ગે માત્ર ૫% જ ફાળો આપવો પડશે: પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી

સોલાર સિસ્ટમ લગાવવા માટે હવે સામાન્ય વર્ગે માત્ર ૧૦% અને SC/ST વર્ગે માત્ર ૫% જ ફાળો આપવો પડશે: પ્રવક્તા મંત્રી  જીતુભાઈ વાઘાણી
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં સામાન્ય, મધ્યમ અને ગરીબ પરિવારોને આર્થિક રાહત આપતો તથા ઊર્જા નિર્ભર બનાવતો એક અત્યંત મહત્વપૂર્ણ અને પ્રજાલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અંગે વિગતવાર માહિતી આપતા પ્રવક્તા મંત્...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં સામાન્ય, મધ્યમ અને ગરીબ પરિવારોને આર્થિક રાહત આપતો તથા ઊર્જા નિર્ભર બનાવતો એક અત્યંત મહત્વપૂર્ણ અને પ્રજાલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે.

 

આ નિર્ણય અંગે વિગતવાર માહિતી આપતા પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના મહત્તમ નાગરિકો સોલાર રૂફટોપનો લાભ મેળવી શકે તે માટે 'પીએમ સૂર્ય ઘર: મુફ્ત બિજલી યોજના' હેઠળ ૨ કિલોવોટ ક્ષમતા સુધીની સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવતા પરિવારો માટે વધારાની સ્ટેટ સબસિડી આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય આજની કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો છે.

 

આ નવા નિર્ણય અનુસાર, ૧ કિલોવોટ અને ૨ કિલોવોટની સોલાર સિસ્ટમના નક્કી કરાયેલા બેન્ચમાર્ક કોસ્ટ સામે સામાન્ય વીજ ગ્રાહકોએ કુલ ખર્ચના માત્ર ૧૦% ફાળો ભોગવવાનો રહેશે. જ્યારે, અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરીના વીજ ગ્રાહકોએ કુલ ખર્ચના માત્ર ૫% ફાળો જ આપવાનો રહેશે. કેન્દ્ર સરકારની મળવાપાત્ર સહાય તથા લાભાર્થીના ફાળા બાદનો બાકીનો તમામ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા સબસિડી સ્વરૂપે ભોગવવામાં આવશે. આ નિર્ણયથી રાજ્યના ૩ લાખથી વધુ સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોને સીધો લાભ મળશે અને રાજ્ય સરકાર અંદાજે રૂ. ૧,૦૦૦ કરોડનો ખર્ચ ભોગવશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

 

મંત્રીશ્રીએ ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે, ૧ કિલોવોટ ક્ષમતા ધરાવતી સોલાર પેનલ લગાવવામાં કુલ રૂ. ૫૪,૦૦૦ ખર્ચ થાય છે. જેમાં અગાઉ રૂ. ૩૨,૪૦૦ સહાય કેન્દ્ર સરકાર તરફથી મળતી હતી, જ્યારે બાકીની રૂ. ૨૧,૬૦૦ની રકમ લાભાર્થીએ ચૂકવવી પડતી હતી. હવે રાજ્ય સરકારની નવી વધારાની સબસિડીના કારણે સામાન્ય નાગરિકોએ માત્ર રૂ. ૫,૪૦૦ અને SC/ST વર્ગના નાગરિકોએ માત્ર રૂ. ૨,૭૦૦ જ ચૂકવવાના રહેશે.

 

તેવી જ રીતે, ૨ કિલોવોટ ક્ષમતા ધરાવતી સોલાર પેનલ લગાવવામાં કુલ રૂ. ૧,૦૭,૨૦૦ ખર્ચ થાય છે. જેમાં અગાઉ રૂ. ૬૨,૮૦૦ સહાય કેન્દ્ર સરકાર તરફથી મળતી હતી, જ્યારે બાકીની રૂ. ૪૪,૪૦૦ની રકમ લાભાર્થીએ ચૂકવવી પડતી હતી. હવે આ નિર્ણયથી ૨ કિલોવોટ લગાવતા સામાન્ય નાગરિકોએ માત્ર રૂ. ૧૦,૭૨૦ અને SC/ST વર્ગના નાગરિકોએ માત્ર રૂ. ૫,૩૬૦ જ ચૂકવવાના રહેશે. કેન્દ્ર સરકારની સહાય બાદ બાકીની તમામ રકમ રાજ્ય સરકાર સબસિડી રૂપે ભોગવશે.


 

*સોલાર રૂફટોપ ક્ષમતા, બેન્ચમાર્ક ખર્ચ અને સબસિડીનું વિગતવાર કોષ્ટક:*

સોલાર ક્ષમતા (બેન્ચમાર્ક ખર્ચ)

કેન્દ્ર સરકારની સહાય

રાજ્ય સરકારની સબસિડી (સામાન્ય)

રાજ્ય સરકારની સબસિડી (SC/ST)

લાભાર્થીનો ફાળો (સામાન્ય - ૧૦%)

લાભાર્થીનો ફાળો (SC/ST - ૫%)

૧ કિલોવોટ (રૂ. ૫૪,૦૦૦)

રૂ. ૩૨,૪૦૦

રૂ. ૧૬,૨૦૦

રૂ. ૧૮,૯૦૦

રૂ. ૫,૪૦૦

રૂ. ૨,૭૦૦

૨ કિલોવોટ (રૂ. ૧,૦૭,૨૦૦)

રૂ. ૬૨,૮૦૦

રૂ. ૩૩,૬૦૦

રૂ. ૩૮,૯૬૦

રૂ. ૧૦,૭૨૦

રૂ. ૫,૩૬૦

 

અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 'પીએમ સૂર્ય ઘર: મુફ્ત બિજલી યોજના'ના સ્વપ્નને સાકાર કરવામાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરે રહ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યના ૧૪ લાખથી વધુ પરિવારોએ પોતાના ઘરની છત પર સોલાર સિસ્ટમ લગાવી છે. તે પૈકી માત્ર 'પીએમ સૂર્ય ઘર' યોજના હેઠળ જ ૮.૫ લાખથી વધુ ઘરો પર સોલાર રૂફટોપ સ્થાપિત કરીને ગુજરાતે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ યોજનાના પરિણામે નાગરિકોનું વીજ બિલ શૂન્ય થઈ રહ્યું છે અને વધારાની વીજળી ઉત્પન્ન કરી પરિવારો આવક પણ મેળવી રહ્યા છે.

 

 

પ્રવક્તા મંત્રીશ્રીએ અંતમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર નાગરિકોના સર્વાંગી વિકાસ અને પર્યાવરણપ્રિય હરિત ઊર્જાના વ્યાપ વધારવા માટે સતત પ્રયત્નશીલ છે.


Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)