Loading Date... Gold 24K: ₹90,460 | Silver 1kg: ₹106,729 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

૧૫મા ‘ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ ફેર - ઉદ્યમ ૨૦૨૬’ નો ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો

૧૫મા ‘ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ ફેર - ઉદ્યમ ૨૦૨૬’ નો  ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

લઘુ ઉદ્યોગ ભારતી આયોજિત ઉદ્યમ-2026 ચાર દિવસ માટે હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે 50 હજાર સ્ક્વેર મીટરના વિશાળ વિસ્તારમાં યોજાશે-----૫૦૦ થી વધુ પ્રદર્શકો દ્વારા વિવિધ ૧૨ થી વધુ સેક્ટર્સમાં અત્યાધુનિક ટેક્નોલોજી, પ્રોડક્ટ્સનું પ્રદર્શન-----એન્જીનીયરીંગથી હેન્ડીક્રાફ્ટ સુધીના દરે...

લઘુ ઉદ્યોગ ભારતી આયોજિત ઉદ્યમ-2026 ચાર દિવસ માટે હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે 50 હજાર સ્ક્વેર મીટરના વિશાળ વિસ્તારમાં યોજાશે

-----

૫૦૦ થી વધુ પ્રદર્શકો દ્વારા વિવિધ ૧૨ થી વધુ સેક્ટર્સમાં અત્યાધુનિક ટેક્નોલોજી, પ્રોડક્ટ્સનું પ્રદર્શન

-----

એન્જીનીયરીંગથી હેન્ડીક્રાફ્ટ સુધીના દરેક સેક્ટરની MSME ઈકો સિસ્ટમ એક જ છત્ર નીચે આવરી લેતું પ્રદર્શન

------

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે 23થી 26 ઓક્ટોબર-2026 દરમિયાન લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા યોજાઈ રહેલા ઈન્ડીયા ઈન્ડસ્ટ્રીયલ ફેર-ઉદ્યમ-2026નો ગાંધીનગરના હેલિપેડ ઈવેન્ટ એક્ઝિબિશન સેન્ટર ખાતે પ્રારંભ કરાવ્યો હતો.


આ ભવ્ય ઔદ્યોગિક મેળા દ્વારા એમ.એસ.એમ.ઇ. ક્ષેત્રના ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ, ઉત્પાદકો અને ટેક્નોલોજી ક્ષેત્રના નવીનતા લાવનારાઓ સાથે એક જ પ્લેટફોર્મ પરથી પરસ્પર સહયોગ સાધી વ્યાપારી જોડાણો વિકસાવાશે.


આ ફેર ગુજરાત રિજયનના સૌથી મોટા એક્સપો તરીકે એન્જીન્યરીંગથી લઈને હેન્ડીક્રાફ્ટ સુધીના દરેક સેક્ટરની MSME ઈકોસિસ્ટમને એક જ છત્ર નીચે આવરી લેતો વિશાળ એક્સપો છે.


આ મેળામાં દેશભરમાંથી આવેલા ૫૦૦ થી વધુ પ્રદર્શકો દ્વારા વિવિધ ૧૨ થી વધુ સેક્ટર્સમાં અત્યાધુનિક ટેક્નોલોજી, પ્રોડક્ટ્સ અને ઉદ્યોગ સાહસોનું પ્રદર્શન આ ફેરમાં કરવામાં આવ્યું છે. બિઝનેસ નેટવર્કીંગ, રોકાણ ચર્ચાઓ, નિષ્ણાતો દ્વારા માર્ગદર્શક સત્રો અને અદ્યતન ઔદ્યોગિક રજૂઆતો તેમજ B2B, B2G મિટીંગ્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે.


લઘુ ઉદ્યોગ ભારતીનો આ એક્સપો MSME, ઈનોવેશન્સ, એન્ટરપ્રિનીયોરશીપ અને ઈકોનોમિક ગ્રોથ માટેનું સક્ષમ મંચ બનવા સાથે આત્મનિર્ભર ભારત અને મેઈક ઈન ઈન્ડીયાના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ધ્યેયને બળ આપશે.


મુખ્યમંત્રીશ્રીએ આ 15માં ઈન્ડીયા ઈન્ડસ્ટ્રીયલ ફેર-ઉદ્યમ-2026નું ઉદઘાટન કરીને વિવિધ સ્ટોલ્સની મૂલાકાત પણ લીધી હતી.


આ પ્રદર્શનના શુભારંભ પ્રસંગે લઘુ ઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય સંગઠન મંત્રી શ્રી પ્રકાશચંદ્રજી, પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ તથા ગુજરાત પ્રાંત પ્રભારી શ્રી ઘનશ્યામજી ઓઝા, ગુજરાત પ્રાંતના પ્રમુખશ્રી ઈશ્વરભાઈ પટેલ તેમજ મહામંત્રી શ્રી હંસરાજભાઈ ગજેરા, RSS ગુજરાત પ્રાંતના પ્રાંત સહ-સંચાલક ડૉ. ભરતભાઈ પટેલ, સૌરાષ્ટ્ર પ્રાંતના સંઘ ચાલક શ્રી મુકેશભાઈ મલકાણ સહિતના અગ્રણી મહાનુભાવો તથા શ્રી રજના કક્કર અને શ્રી સુનીલ ભાટી સહિત ઉદ્યોગ જગતના પ્રમુખ અગ્રણીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)