Loading Date... Gold 24K: ₹90,731 | Silver 1kg: ₹107,048 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

સાવરકુંડલામાં છૂટા પૈસા અને નવી ચલણી નોટોની અછત: દિવાળીના તહેવારો નિમિત્તે નવી નોટો અને સિક્કા ફાળવવા માંગ

સાવરકુંડલામાં છૂટા પૈસા અને નવી ચલણી નોટોની અછત: દિવાળીના તહેવારો નિમિત્તે નવી નોટો અને સિક્કા ફાળવવા માંગ
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

​ભારતીય સંસ્કૃતિના સૌથી મોટા અને પ્રમુખ પર્વ એવા દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે, ત્યારે સાવરકુંડલા શહેરના બજારોમાં હાલ ચલણી નોટો અને છૂટા સિક્કાની ભારે અછત જોવા મળી રહી છે.

​ભારતીય સંસ્કૃતિના સૌથી મોટા અને પ્રમુખ પર્વ એવા દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે, ત્યારે સાવરકુંડલા શહેરના બજારોમાં હાલ ચલણી નોટો અને છૂટા સિક્કાની ભારે અછત જોવા મળી રહી છે. જેના કારણે વેપારીઓ તેમજ સામાન્ય નાગરિકોને રોજિંદા રોકડ વ્યવહારોમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.  
​દિવાળીના પવિત્ર તહેવાર દરમિયાન લોકો પોતાના મિત્રો, સ્નેહીજનો અને નાના બાળકોને શુભ બધાઈ તથા શુભાષીશ ભેટ તરીકે નવી ચલણી નોટો આપવાનું વિશેષ મહત્વ માનતા હોય છે. નવી નોટો અને સિક્કા સરળતાથી મળી રહે તો લોકોને ભેટ-સોગાદ અર્પણ કરવામાં ખૂબ સુગમતા રહે છે. આ ઉપરાંત, બજારમાં ખરીદી કરવા આવતા ગ્રાહકોને બાકીની રકમ પરત આપવા માટે નાના વેપારીઓ, શાકભાજી વિક્રેતાઓ અને લારી-ગલ્લાવાળાઓ માટે છૂટા પૈસાની અછત મોટી સમસ્યા બની રહી છે.  
​બીજી તરફ, હાલ બજારમાં ₹૧૦, ₹૨૦ અને ₹૫૦ની ફાટેલી-તૂટેલી અને જૂની ચલણી નોટોનું પ્રમાણ વધુ હોવાથી વેપારીઓ અને ગ્રાહકો વચ્ચે વારંવાર ઘર્ષણ અને મૂંઝવણની પરિસ્થિતિ સર્જાય છે.  
​આ સમગ્ર સ્થિતિને ધ્યાનમાં રાખીને સાવરકુંડલાના વેપારી વર્ગ અને સ્થાનિક નાગરિકોની માંગ છે કે:
 તહેવારો નિમિત્તે બેંકો દ્વારા ત્વરિત નવી ચલણી નોટો અને સિક્કાઓનો પૂરતો જથ્થો બજારમાં ફરતો કરવામાં આવે.   ₹૧૦, ₹૨૦ અને ₹૫૦ની ક્ષતિગ્રસ્ત તથા જૂની નોટો બેંકો દ્વારા સરળતાથી સ્વીકારી તેના બદલામાં સારી સ્થિતિની નોટો આપવામાં આવે.  
​ સંબંધિત બેંક અધિકારીઓ આ પ્રશ્નને પ્રાથમિકતા આપી વહેલી તકે યોગ્ય વ્યવસ્થા ગોઠવે જેથી રોકડ વ્યવહારો સરળ બને અને નાગરિકોને પડતી મુશ્કેલીઓનો અંત આવે.  
​દિવાળીના શુભ પર્વ નિમિત્તે બેંક તંત્ર દ્વારા આ બાબતે સત્વરે અને સકારાત્મક નિર્ણય લેવામાં આવે તેવી પ્રબળ લોકલાગણી પ્રવર્તી રહી છે.
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)