મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિજયાદશમી પર્વની સૌ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. વિજયાદશમીનું આ પર્વ અસુરી શકિત પર દૈવીશક્તિનાં વિજયનું ઉમંગ પર્વ છે તેમ તેમણે વિજયા દશમી પર્વ ની શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું છે.
દશેરાનું આ પર્વ અસત્ય પર સત્ય, અધર્મ પર ધર્મ ના વિજયનું પર્વ છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ આ ઉત્સવને મનુષ્યની ભીતર રહેલા આંતરિક શત્રુઓ અને નકારાત્મકતા પરનો વિજયોત્સવ ગણાવ્યો છે.
શક્તિની ભક્તિના નવરાત્રી ઉત્સવ પછી આવતું આ વિજયાદશમી પર્વ સમાજમાં સદભાવના-સમરસતા, સૌહાર્દ, પરસ્પર પ્રેમ તથા બંધુતા અને સૌના સાથ, સૌના વિકાસની નેમ પાર પાડનારૂં બને તેવી અપેક્ષા પણ તેમણે વ્યકત કરી છે.