ભાવનગર જિલ્લાના બાગાયતદારોને વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન બાગાયતી ખેતીને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા વિવિધ
સહાય યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે. આ માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે.
ચાલુ વર્ષે બાગાયતી યોજનાઓ હેઠળ બહુસ્તરીય પદ્ધતિથી ફળપાકોના વાવેતર વિસ્તાર વધારવા, રાઈઝોમેટીક ( આદુ, હળદર)
પાકોને પ્રોત્સાહિત કરવા તેમજ ફળપાકોમાં ફિલ્ડ કવર સહિત ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવા માટે સહાયની જોગવાઈ કરવામાં
આવી છે. આ યોજનાઓનો લાભ મેળવવા માટે ખેડૂતો આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ તા. ૩૦/૧૦/૨૦૨૬ સુધી ઓનલાઈન અરજી
કરી શકશે.
આ ઉપરાંત, કેન્દ્ર પુરસ્કૃત મિશન ફોર ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ હોર્ટિકલ્ચર-નેશનલ હોર્ટીકલ્ચર મિશન યોજના અંતર્ગત મોટી
નર્સરી (૧થી ૨ હેક્ટર વિસ્તાર) સ્થાપવા માટે કુલ ખર્ચના ૪૦ ટકા અથવા મહત્તમ રૂ. ૨૪ લાખ સુધી અને નાની નર્સરી
(૦.૪૦થી ૧ હેક્ટર વિસ્તાર) સ્થાપવા માટે કુલ ખર્ચના ૪૦ ટકા અથવા મહત્તમ રૂ. ૮ લાખ સુધીની સહાય મેળવવા માટે પણ
આઈખેડૂત પોર્ટલ ૨.૦ તા. ૨૫/૧૦/૨૦૨૬ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.
યોજનાઓનો લાભ મેળવવા ઇચ્છુક બાગાયતદારોએ www.ikhedut.gujarat.gov.in વેબસાઈટ પર આધાર કાર્ડ સાથે લિંક થયેલા
મોબાઈલ નંબરથી ઓટીપી વેરિફિકેશન કરાવી અરજી કરવાની રહેશે.
અરજીમાં જણાવેલા આધાર-પુરાવાના જરૂરી દસ્તાવેજો અપલોડ કરી અરજીની પ્રિન્ટ મેળવી પોતાની પાસે રાખવાની રહેશે.
અરજીની મંજૂરી મળ્યા બાદ ક્લેઈમ (બીલ ફાઈલ) સબમિટ કરતી વખતે સહી કરી જરૂરી સંબંધિત દસ્તાવેજો સહિતની નકલ
નાયબ બાગાયત નિયામકની કચેરી, નવાપરા, ભાવનગર ખાતે બિનચૂક જમા કરાવવાના રહેશે
વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકની કચેરી, સરકારી ટેકનિકલ સ્કૂલ કમ્પાઉન્ડ, નવાપરા, ભાવનગરનો સંપર્ક કરવા
અથવા કચેરીના ટેલિફોન નંબર ૦૨૭૮-૨૪૨૦૪૪૪ પર સંપર્ક કરવા જણાવાયું છે. ૦૦૦૦૦