દામનગર શ્રી સહજાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ખાતે પી એસ આઈ રાધનપુરા ની અધ્યક્ષતા માં સાયબર ક્રાઇમ લોકજાગૃતિ સેમિનાર યોજાયો
દામનગર શ્રી સહજાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ખાતે સાયબર ક્રાઇમ અંગે લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયો શ્રી સહજાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, દામનગર ખાતે દામનગર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. શ્રી રાધનપરા ની અધ્યક્ષતા માં સાયબર ક્રાઇમ અંગે લોકજાગૃતિ અને સાવચેતી વિશે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમ દરમિયાન આજના ડિજિટલ યુગમાં વધતા સાયબર ગુનાઓથી બચવા માટે વિદ્યાર્થીઓને ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અજાણી લિંક પર ક્લિક ન કરવું, ઓટીપી (OTP) કે બેંકિંગ સંબંધિત વિગતો કોઈની સાથે શેર ન કરવી, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે સાવચેતી રાખવી તેમજ ઓનલાઇન છેતરપિંડીથી બચવા માટે જાગૃત રહેવું જેવી મહત્વપૂર્ણ બાબતો સમજાવવામાં આવી હતી.પી.એસ.આઈ. શ્રી રાધનપરા સાયબર ગુનાઓ અંગે જાગૃતિ કેળવવા અને ડિજિટલ વ્યવહારો દરમિયાન સાવચેતી રાખવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.આવા લોકઉપયોગી કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓ અને નાગરિકોમાં કાયદાકીય જાગૃતિ વધે છે તથા સુરક્ષિત ડિજિટલ સમાજના નિર્માણને પ્રોત્સાહન મળે છે ટેક્નોસેવી બહુંહેતુક નો ઉપીયોગ સમજદારી પૂર્વક કરો દરેક સોશયલ સાઈડ તેના પ્લેટફોમ થી અવગત રહો નો સંદેશ આપ્યો હતો બિન જરૂરી મહત્વ ના બેંક વહેવારો અંગે સાવધાની પૂર્વક ઉપીયોગ સ્વયંમ જાગૃતિ અંગે સર્વ ને અવગત કર્યા હતા